________________ jainology II 305 આગમસાર નામતવ કહેવાય છે. 3, વંદનક નામનાં આવશ્યકથી જ્ઞાનાદિ ગુણે નિર્મલ બને છે. અહી ગુરુ મહારાજને વંદન કરવાની હકીકત જણાવી છે, તેથી ત્રીજા આવશ્યકનું વંદનક નામ પ્રસિદ્ધ છે. 4પ્રતિક્રમણ નામના ચેથા આવશ્યકથી ત્રતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે મોક્ષમાર્ગની આરાધના કરતાં થયેલી ભૂલ સુધારી શકાય છે. અહીં માર્ગથી ખસેલા આત્માને ફરી માર્ગમાં (જ્ઞાનાદિની આરાધનામાં) સ્થાપન કરવામાં આવે છે, તેથી પ્રતિક્રમણ નામ યથાર્થ છે. પ. કાયોત્સર્ગ નામના આવશ્યકથી બાકી રહેલા (ચારિત્રાદિકના જે અતિચારેની શુદ્ધિ પ્રતિક્રમણ વડે ન થઈ હોય તેવા ) અતિચારેની શુદ્ધિ થાય છે. 6. પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યક વડે તપશ્ચર્યામાં લાગેલા અતિચારેની શુદ્ધિ થાય છે. અને 6 આવશ્યકથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. આ રીતે જણાવીને ગ્રંથકારે કુશલાનુબંધી અધ્યયનને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. પછી છે. ચાર શરણાં, 2, દુષ્કતોની ગહ, અને 3. સુકૃતોની અનુમોદનાની હકીકત જણાવીને કહ્યું કે જેમને અરિહંત વગેરે ચારના શરણને અંગીકાર કરવાને લાભ મળે, તે ભવ્ય જીવો ધન્ય ગણાય છે. પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રભુએ કહેલ ધર્મનું યથાર્થ સ્વરૂપ જણાવીને તેમના શરણને હું અંગીકાર કરું છું, એમ કહેવાની સૂચના કરી છે, પછી દુકૃતગર્તાનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે મિથ્યાત્વ, અરિહંતાદિની આશાતના, જીવોને કરેલા પરિતાપનાદિ, ધર્મવિરુદ્ધકથન વગેરે પાપ થયાં હોય, (એટલે પાપનાં કારણો સેવ્યાં હેય) તે બધાની નિંદા-ગાહી કરવી જોઈએ. પછી અરિહંત પ્રભુ વગેરેના ગુણાની અને જિનવચનને અનુસારે કરેલાં દાનાદિ સુકૃતોની અનુમોદના કરવાનું કહીને જણાવ્યું કે આ રીતે ત્રણ કર્તવ્ય કરનારા જેવો પ્રણાનુબંધી પુણ્યને બાંધે, ને ઘણાં કર્મોની નિર્ભર કરે છે, એમ કહીને એકલું ફલ જણાવ્યું. પછી સુચના કરી છે કે આ ત્રણે ક ત્રણે કાલ જરૂર કરવા જોઈએ, તેમ કરનાર છે. માનવ જન્મને સફલ કરે છે. ત્રણે કર્તવ્ય મુક્તિનાં કારણ છે એમ સમજીને શુદ્ધ ભાવથી અહીં કહ્યા પ્રમાણે વર્તનારા આસન છે. અલપકાલે મુક્તિના સુખ પામે છે, શ્રી ચતુદશરણ પ્રકીર્ણકનો રંક પરિચય પૂરો થશે 2. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકનો રંક પરિચય આતર એટલે રોગની પીડાથી ઘેરાયેલા આત્માને પરભવની આરાધના કરાવવાના અવસરે કરાવવા લાયક પ્રત્યાખ્યાનની બીના જેમાં કહી છે, તે આતુર પ્રત્યાખ્યાન કહેવાય. બીજા ગ્રંથોમાં બૃહદાર પ્રત્યાખ્યાન' નામ કહ્યું છે. આની રચના કરનાર શ્રીવીરભદ્રાચાર્યે શરૂઆતની 10 ગાથાઓની પછી કેટલાક ભાગ ગઘ પ્રાકૃતમાં રા