________________ આગમસાર– ઉતરાર્ધ 304 - આ લોકમાં નામનાં વગેરે થાય, એ માટે નહિં.– પરલોકમાંનાં દેવતાઈ વગેરે, સુખો મેળવવા માટે નહિં. - જીવવાની આશા, ઇચ્છા સાથે નહિં.- મરવાની ઈચ્છાથી નહિં. - અતૃપ્ત ઈચ્છાઓ પછીનાં ભવમાં પૂરી થાય, એ માટે નહિં. પરંતું એકાંત કર્મનિર્જરાને માટે અને પ્રભુ આજ્ઞાના આરાધક થવાને માટે કરવામાં આવતી અંતસમયની આરાધના એ સંથારો છે. 10 પ્રકિર્ણક (પયના) શ્રી ચઉસરણ પાયનાને રંક પરિચય અહીં શરૂઆતમાં 1 સામાયિક, ૨ચતુર્વિશાસ્તવ, 3. વંદનક, 4. પ્રતિક્રમણ, ૫કાસ, 6. પ્રત્યાખ્યાન. આ 6 આવશ્યકેમાંના દરેક આવશ્યકમાં કહેલી બીનાને સાર જણાવીને કહ્યું છે કે સામાયિક નામના પહેલા આવશ્યકથી આભાને ચારિત્ર ગુણ નિર્મલ બને છે. સામાયિકને આદર્શ (ચાટલા) જેવું કહ્યું છે, તે વ્યાજબી જ છે, કારણ કે જેમ ચાટલામાં જોનાર આભા પિતાના દેહનું સ્વરૂપ જોતાં કપાળ આદિસ્થલે લાગેલા ડાઘને દૂર કરી (ભૂંસીને) શુદ્ધ થઈ શકે છે, તેમાં સમતાદિ ગુણમય સામાયિકમાં રહેલે આત્મા પિતાના ભૂતકાલીન વર્તમાન અને ભવિષ્યના આચારવિચાર અને ઉચ્ચારાદિને નિર્ણય કરીને થતી કે થયેલી ભૂલ સુધારીને નિમલ નિજ ગુણ રમણતામય સાત્વિક જીવનને પામી શકે છે. હે જીવ! અત્યાર સુધીમાં જે કંઈ તે વિચાર્યું કે કર્યું અથવા તું છે, તેનું પરિણામ શું આવ્યું ? તેનાથી તારા આત્માને આમિયક લાભ થયો, કે નુકશાન ભોગવવું પડયું ! હાલ જે વિચારે કે પ્રવૃત્તિ કરે છે, તે તારા આત્માને હિત કરનારા છે, કે દુર્ગતિમાં લઈ જનારા છે. આ રીતે ભવિષ્યમાં કેવા વિચારે કરવા, અને કેવી પ્રવૃત્તિ કરવી, તથા કેવી ભાષા બોલવી? તેને નિર્ણય કરીને સદોષ મનો ગાદિને ત્યાગ કરીને નિર્દોષ ત્રિવિધ વ્યાપારમાં આત્માને જોડવાનું અપૂર્વ સાધન સામાયિક છે. તથા રાગાદિથી મલિન થયેલા આતમાં સામાયિકરૂપ કતક ચૂર્ણથી કે સાયકરૂપ સાબુથી નિર્મલ બનીને ઘાતી કર્મોને ક્ષય કરી લોક અલકની તમામ હકીકતને જણાવનારું કેવલજ્ઞાન પામી અંતે મોક્ષના અવ્યાબાધ સુખ પામે છે. વળી જેટલો ટાઈમ આભા સામાયિકમાં રહે, તેટલા ટાઈમમાં ઘણાં અશુભ કર્મોને નાશ કરે છે, તથા સામાયિકમાં 48 મિનિટ સુધી સાધુજીવનનો લાભ મળે છે. માટે સામાયિક વારંવાર કરવું જોઈએ, કારણ કે આધિવ્યાધિ અને ઉપાધિ રૂપી દાવાનળના તાપથી ગભરાયેલા અશાંત આત્માને શાંતિ દેનારું આ સામાયિક છે, સામાયિકથી શાંત થયેલ આત્મા જ બાકીની ધર્મક્રિયાની એટલે પાંચ આવશ્યકની યથાર્થ સાધના કરી શકે છે. આ જ ઇરાદાથી 6 આવશ્યકેમાં સામાયિક આવશ્યક પહેલું કહ્યું છે, તેમાં સાવધ યોગને ત્યાગ કરીને નિરવઘ યોગની સાધના હોય છે, તેથી કહ્યું કે છે. સામાયિકથી ચારિત્રાચારની નિર્મલ આરાધના થાય છે. 2, બીજા ચતુર્વિશતિસ્તવ નામના આવશ્યક થી સમ્યગદર્શન ગુણ અથવા દનાચાર નિમલ બને છે. અહીં વર્તમાન ચેવલીના ચોવીશ તીર્થકરોનાં નામ લઈને સ્તવના કરી છે, તેથી ચતુર્વિશતિસ્તવ અથવા