________________ આગમસાર jainology II 303 જ્ઞાન દર્શન અને ચારિત્ર એમ ત્રણ ભેદથી 3x3x3 સતાવીશ ભાંગાં થાય, તેમાંના અશકય ભંગ ઓછા કરતા 17 ભંગ થાય. વિશેષ થી તત્વ કેવલી ગમ્ય છે. દાન શિયલ તપ ભાવ અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ જેવા સમીકરણો પૂર્વ આચાર્યોએ સહજથી ધર્મમાર્ગ સમજાવવા માટે બનાવ્યા છે. સૂત્રધર્મ અને ચારિત્રધર્મની મધ્યમ કે જગન્ય આરાધના પણ જેઓ નથી કરી શકતા. કોઇ પૂર્વના અભ્યાસ કે અનુભવ વગર પણ જેઓ ધર્મમાર્ગમાં જોડાવા ઇચ્છે છે, તેમના માટેનો સરળ માર્ગ છે દાન–શિયલ-તપભાવ. 1) દાન–તે સુપાત્ર દાન અને અભય દાન. તેમા સંતસતિજીઓની સમીપે નિવાસ કરી અવસરે હર્ષપૂર્વક સુપાત્ર દાનનો લાભ લેવો. અભય દાન એટલે ત્રસ અને સ્થાવર જીવોની દયા પાળવી. તેમા મોટા જીવોને કતલખાને જતાં બચાવવા, નાના ત્રસ જીવો કંથુઆ કીડી, મચ્છર,ઇયળ અને એવા બીજા પોતાના સંપર્કમાં આવતા જીવો પ્રત્યે અનુકંપા ભયો વ્યવહાર રાખવો. સ્થાવરકાય- વાયુ કાયની દયા પાળવી,ઊઘાળે મોઢે નહિં બોલવું, પંખાનો ત્યાગ, પાણીનો વપરાશ ઘટાડવો. વગર કારણે વનસ્પતિની હિંસા ન કરવી. અગ્નિ અને વિજળીથી ચાલતા સાધનો ઓછા વાપરવા. ત્રસ, સ્થાવરકાયના મહા આરંભથી નિપજતું સોનું, રેશમ, મોતીનો ત્યાગ કરવો. ત્રસ–સ્થાવર કાયના જીવોની દયા પાળતા જીવ દિર્ઘ શભ આયુષ્યનો બંધ કરે છે. 2) શિયલ–બ્રહ્મચર્ય પાળવું. પરધન પથ્થર સમાન અને પરસ્ત્રી બહેન સમાન જાણવી. પૂર્ણ બ્રમચર્યના પાલનનું લક્ષ્ય રાખવું. અબ્રમના સેવનથી હાર્ટ કમજોર થાય છે.ખોટુ ન બોલવું—અસત્ય વચન અને અર્ધસત્ય વચનોનો ત્યાગ કરવો.વણમાગી સલાહન દેવી, નકામી વાતો વાણીનો વિલાસ ન કરવો.ચોરી અને ચોરી જેવી પ્રવૃતિનો ત્યાગ. લોક નિંદે કે રાજ દંડે તેવા સર્વ કામ ત્યાજવા. 3) તપ-ચોવિહાર ઉપવાસ, તે ન થાય તો તિવિહાર ઉપવાસ, આયંબીલ, એકટાણાં, રાત્રિભોજન ત્યાગ. વિષેશથી 6 આત્યંતર અને 6 બાધ્ય તપ તે તપના પ્રકાર. નિશ્ચય નયથી છકાય જીવો પરની દયાના કારણે દરેક આરંભકારી પ્રવૃતિનો ત્યાગ કરવો. 4) ભાવ-તે આત્માના ભાવ. જૈન ધર્મ પર શ્રધ્ધા, સુપાત્ર દાનની ભાવના ભાવવી, સર્વ જીવો પ્રત્યે આત્મામાં અનુકંપા ભાવ, જીવ જગત સાથે જતના સહિતનો વ્યવહાર. અજીવ પુદગલ જગત પર અનાસકિત ભાવ. આચરણથી અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહિ થવું, સજીવ અને અજીવ બેઉનો પરિગ્રહ ઘટાડવો. સજીવો સાથે મૈત્રી ભાવ રાખવો. આ ઉપરના ચાર બોલ જીવ કોઇ પણ ઉમરે અને વિશિષ્ટ જ્ઞાન અભ્યાસ વિના પણ આદરી શકે છે. ઉતમ ભાવ સહિત આ અલ્પ કરણી કરનાર પણ આરાધક થાય છે. અંત સમયની આરાધના એ આત્મહત્યા નથી શસ્ત્ર હત્યારો પણ ચલાવે છે અને ડોકટર પણ ચલાવે છે. છતા ભાવની પ્રધાનતાથી કદાચ ડોકટરનાં હાથે દરદીનું મૃત્યુ પણ થાય તો તે ગુનેગાર ગણાતો નથી. અહીં ભાવ એટલેકે ઈચ્છા પ્રધાન છે. કાયદો પણ તે ભાવની પ્રધાનતાએ જ ન્યાય કરે છે. આત્મહત્યા કરનાર જીવનથી નિરાશ થઈને, અતૃપ્ત ઈચ્છાઓનાં કારણે ક્ષણીક આવેશમાં આવીને જીવન ટુંકાવે છે. અંત સમયની આરાધના-સંથારો તેથી બીલકુલ વિપરિત ક્રિયા છે. અહિં સર્વ ઈચ્છાઓ ને સંસાર પરિભ્રમણનું કારણ જાણી, તેના પર પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. સર્વ આસકતિ નો ત્યાગ કરી, શાંતચિતથી જીવવાની ઈચ્છા અને મરણનો ભય છોડી આત્મા પર ધ્યાન કેન્દ્રીત કરાય છે. કોઈની સાથે વેરભાવ હોય, તો તેને ખમાવે છે. સજીવ–અજીવ પર, તથા પોતાના શરીર પરની પણ આસકતિનો ત્યાગ કરે છે. બે પ્રકારથી તે આગાર સહિત અને આગાર રહિત-શ્રાવકનો ત્રીજો મનોરથ છે. આગાર સહિત સંકટ સમયે અથવા રાત્રે સૂતા પહેલાં લેવામાં આવે છે. સંકટ કે સમય અવધિ પૂરી થતાં તે પાળવામાં આવે છે. જે અંતસમયનો બીજા પ્રકારનો સંથારો છે, તેની પૂર્વે શકય હોયતો સંલેખણા કરવામાં આવે છે. અંત સમય નજીક જાણી, જીવવા માટે વલખા મારવા કે અંત સમય હોસ્પીટલનાં બીછાને પીડાનાશક દવાઓની અસરમાં બેભાન અવસ્થામાં કાઢવાને બદલે મૃત્યુ અને પીડાનો ભય છોડી આત્મકલ્યાણ સાધવાની ઈચ્છા એ શ્રાવકનો ત્રીજો મનોરથ છે. શકત કે તંદુરસ્ત શરીર વાળા અને નાની ઉંમરની વ્યકતિને મરણાંતિ ઉપસર્ગ વિના આ માટે આજ્ઞા નથી. વધારેમાં વધારે જીવન ધર્મ આરાધનામાં વીતે, એજ ગણતરી કરવાની હોય છે. ફરીને માનવ ભવ કયારે મળશે? એ વિચારે જીવન ટુંકાવવાની નહિં, પણ માનવ ભવ સાર્થક કરવાની ઈચ્છા હોય છે. શકય હોય તો સર્વે સંઘની હાજરીમાં, ગુરુ આજ્ઞા મેળવીને તે થાય છે. મૃત્યુને શરીર પરિવર્તનનો મહોત્સવ જાણનારો એને આરાધે છે. કોઈ નામનાં વગેરે માટે પણ વધારે જીવવાની આશા અને કષ્ટ પીડાનાં ભયથી જલ્દી મરવાની ઈચ્છા, બેઉનો ત્યાગ કરાય છે. જીવે નરકની વેદના તો ઘણી સહન કરી, જન્મ મરણની વેદના અનંતીવાર સહન કરી, ભલે તેનું સ્મરણ હમણા ન હોય પણ સૂત્રજ્ઞાનથી તે જાણી શકાય છે, અને શ્રધ્ધાથી દેખી શકાય છે. તો આ હમણાની વેદના તેની સામે કાંઇ વિસાતમાં નથી. તેમ જાણી સમતા ભાવમાં રહી શકાય. તેનાં પાંચ અતિચારોનો અર્થ છે: