SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 302 અરુચીથી ઉભો રહેનારને ભાર વધારે લાગે છે, સતત ગતિવાનને ભાર હળવો લાગે છે. તેથી ધર્મકાર્યમાં કદી પ્રમાદ કે અરુચી ન કરો સાધુ ધર્મ વધીથી પ્રાપ્ત, પરિમીત માત્રામાં, ઉચીત સમય પર, સંયમ નિર્વાહનાં અર્થે, શાંત ચિતે ભોજન કરે. કષાયોની મંદતાજ ધર્મનું અંતિમ પરિણામ છે. અપરિગ્રહવૃતિ અને ભાવોમાં સરલતા તેનાં લક્ષ્ય છે. પુનરુકતિ કોઈ દોષ નથી, ફરી ફરી એજ વાંચન, સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની નવી નવી પર્યાયો આત્મામાં ઉપસ્થીત થાય છે. અને એવું કરતાં જો કંઠસ્થ થઈ જાય, તો એનાથી રૂડું પછી આચરણજ હોઈ શકે. આચારમાં શીથીલતાં હોવા છતાં સુધ્ધ પરુપણા કરતાં રહેવાથી, આચારશુધ્ધીની સંભાવના રહેલી છે. જે વૃધ્ધાવસ્થા આવશે ત્યારે ધર્મ કરીશું, કાલ કરીશું,પછી કરીશું એમ વિચારે છે, તે અનુભવ અને અભ્યાસ ન હોવાથી પછી પણ ધર્મ કરી શકતો નથી અને પહેલાં પણ કરી શકતો નથી. અંતે તે હાયવોય કરતો , આર્તધ્યાનમાં જ રામશરણ થઈ જાય છે. સાધુને સચિત, બહુમુલ્યવાન વસ્તુ, કલાકૃતિઓ (જેને જોઈને મોહ ઉપજે, બીજાને એ મેળવવાનું મન થાય) રાખવી કલ્પતી નથી અચિત વસ્તુ પણ આકર્ષણ થાય તેવી નથી કલ્પતી. શરીર પણ આકર્ષણ થાય તેવું નથી કલપતું. (નાની ઉંમરની સાધ્વીઓએ પીઠમાં કાપડનો ગોળો મુકી, શરીરને ખુંધવાળું બેડોળ બનાવી, વિહાર કરવો કે ગોચરીએ જવું.) અબ્રમ અને પરિગ્રહ એકબીજાનાં પુરક છે. કામભોગો માટે પરિગ્રહ કરાય છે અને પરિગ્રહથી કામભોગો સેવાય છે. સ્ત્રીપુદગલનો સંગ પણ પરિગ્રહથી જ થાય છે. કામભોગનું સેવન એ પુરુષમાં રહેલું સ્ત્રીત્વ છે. તેથી વિરતિ એ સ્ત્રી કરે તોય પુરુષાર્થ છે. સ્ત્રીમાં રહેલું પુરુષત્વ છે. ક્રોધ હિંસાને જન્મ આપે છે. માનથી અભ્રમ સેવાય છે. માયાથી અદતાદાન, અસત્ય થાય છે. લોભથી પરિગ્રહ થાય છે. 1. સંસ્કૃત આત્મા કમાન પર ચઢાવેલા તીર જેવો, લક્ષ્યવાળો, ગતિ,દિશા,બલ વાળો, મકકમ, બીજાને ઉપકારી હોય છે. અસંસ્કૃત રસ્તામાં પડેલા કાંટા જેવો,બીજાને પીડાકારી,લક્ષ્ય,ગતિ,દિશા,બલ વગરનો,સહેલાઈથી ભાંગી શકાય તેવો, દયાને પાત્ર હોય છે. 2. જેમ એકાગ્રતા વગર અને દ્રષ્ટિ હટી જવાથી નિશાન ચૂકી જવાય છે. તેમ મિથ્યાત્વનાં અલ્પ સેવનથી પણ જીવ મોક્ષથી દૂર રહે છે આર્યક્ષેત્રઃ શુભ લેગ્યા પુદગલોથી શુભમન અને ધર્મકરણી માટે ઉત્સાહ મળે છે. અનાર્ય ક્ષેત્રનાં પુદગલોથી આત્મામાં પ્રમાદ અને અરતિ પ્રાપ્ત થાય છે. તેથી ધંધાર્થે ભલે મુંબઈ જેવા શહેરોમાં રહેતાં હોઈએ, પણ તેમાંથી સમય કાઢી આર્યક્ષેત્રમાં જવું જોઇએ. હે જીવ વિચાર કે જમીન પર પડેલા અનાજના એક દાણા માટે તે કેટકેટલી વાર પ્રાણ ગુમાવ્યા છે. પાણી પીવા જતાં કેટલી વાર મગરે તારા ગળામાં દાંત ખૂપાવ્યા છે. આવી અનેક ભવોની અનંત વેદના અને દુઃખો તું સહન કરી આવ્યો, અને હવે મનુષ્યના ભવમાં મહાપૂણયનો ઉદય છે ત્યારે જરાક જેટલી અગવડ-અસુવિધા થતાં તું અકળાઇ જાય છે. તે સમયે એજ વિચારવું કે પૂર્વે ભોગવેલા અનંત ભવોના દુઃખો હું કેમ ભૂલી જાઉ છું. તથા બધીજ સુખ-સગવડો છકાય જીવની હિંસાથી મળે છે, તેથી તેમના મળવા- ન મળવા પર હર્ષ શોક ન કરવો. માનવ ભવ એક સંધિ એટલે કે જંકશન–ચોવાટો છે, જયાંથી મોક્ષમાર્ગે પણ જઇ શકાય છે. અનંત ભવભ્રમણ કરતાં તું માનવભવ પામી આ જંકશન પર પહોંચ્યો છે. હવે કોઈ અન્ય માર્ગ પકડી બીજી દિશામાં પ્રયાણ કરનાને બુધ્ધિમાન તો નજ કહી શકાય. જ્ઞાન દર્શન ચારિત્ર તપ - જગન્ય મધ્યમ ઉતકૃષ્ટ જગન્ય જ્ઞાન જગન્ય દર્શન વિના ટકતું નથી. તે માહિતિમાં રૂપાંતરીત થઈ જાય છે. દર્શનની હયાતીમાંજ જ્ઞાન ગ્રહણ થાય છે, તેની વૃધ્ધિ થાય છે. જેમકે અંકો પરની શ્રધ્ધા વગર ગણિત શીખાતું નથી. જેટલી શ્રધ્ધા વધે, તેટલું જ જ્ઞાન વધે છે. આ જ્ઞાન આત્માનો ગુણ હોવાથી તેનું આચરણ સ્વયંમેવજ થાય છે. જે આચરણ નથી થતું તે જ્ઞાન માહિતિ કક્ષાનું છે, તેના આચરણ માટે પુરુષાર્થ કરવો. ચારિત્ર પણ દર્શન વગર નથી હોતું. ચારિત્રથી દર્શન અને દર્શનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. જ્ઞાનથી દર્શન અને દર્શનથી જ્ઞાન વધે છે. તપ પણ સમયક દર્શન વગર બાલતપ કહેવાય છે. શ્રધ્ધાથીજ તપ થાય છે અને તપથી શ્રધ્ધા મજબૂત દ્રઢ થાય છે. શકતિ બાહય તપ કરતાં ક્યારેક શ્રધ્ધા ડગી જાય છે. પોતાનાં શરીર બળને ખ્યાલમાં રાખી તપ કરવું. આમ દર્શન ત્રણેનાં કેન્દ્રમાં છે. દર્શન વગર જ્ઞાન ચારિત્ર તપ ત્રણે ટકતાં નથી અથવા તો અજ્ઞાન અને બાલાપમાં પરિણમે છે. આનાં ભાંગા કરતા 81 ભાંગા થાય છે.(૩×૩×૩×૩). આમાંના કેટલાક ભાંગા શકય અને કેટલાક અશકય છે. જગન્ય જ્ઞાન દર્શન સાથે ઉતકૃષ્ટ ચારિત્ર શકય નથી. તેમજ ઉતકૃષ્ટ જ્ઞાન દર્શન વાળાનું ચારિત્ર પણ જગન્ય નથી હોતું. ઉતકૃષ્ટ જ્ઞાન, જગન્ય દર્શન વાળાને નથી હોતું તો ઉતકૃષ્ટ દર્શન જગન્ય જ્ઞાનથી નથી થતું. જગન્ય સાથે ઉતકષ્ટનાં ભંગ શકય ન હોવાથી 27 ઓછા થયા. બાકી રહયા 54. ઉતકષ્ટ દર્શન વગર ઉતકષ્ટ ચારિત્ર અને ઉતકૃષ્ટ જ્ઞાન પણ શકય નથી તેથી ઉતકૃષ્ટ ચારિત્રનાં અને ઉતકૃષ્ટ જ્ઞાનનાં, મધ્યમ દર્શન સાથેનાં બે ભંગ ઓછા કરવા. જ્ઞાન અને દર્શન સાથેજ હોય છે. તથા તપને ચારિત્રમાં આવરી લેતાં 343 નવ ભાંગા થાય છે. તેમાં જગન્યનાં ઉત્કૃષ્ટ સાથેનાં ભાગાં નથી થતાં. તેથી તે ઓછા કરતાં સાત રહયાં.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy