SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 301 આગમસાર jainology 11 જેમ મનુષ્યનો જન્મ પામવા અશુચીમાંથી પસાર થવું પડે છે, તેમ શ્રધ્ધા અને સમકિતનો જન્મ પણ લાગણી-પ્રેમ (રાગ) માંથી થાય છે માટી ભલે ખાવામાં કામ ન આવે પણ માટી વગર ફળની ઉત્પતી પણ સંભવ નથી. સમયકત્વની પરયાપતી થતાં સર્વ જીવો પ્રત્યે જ્યારે અનુકંપાનો ભાવ આવે છે ત્યારે વ્યક્તિગત લાગણીઓ તેમાં વિલીન થઈ જાય છે સદગતિ નું મહત્વ અત્યારે મનુષ્યનાં ભાવમાં પણ નરક ગતિ યોગ્ય કર્મની પ્રદેશથી ઉદીરણા થઈ રહી છે. પણ વિપાકોદય, દવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ-ભવ એવા ન હોવાથી પુણ્યનાં પ્રતાપે એ અશાતા ભોગવવી નથી પડી રહી. આ છે સદગતિનું મહત્વ. કર્મો ભલે અનંત ભવનાં હોય, પણ જીવ ગતિ ફક્ત વર્તમાન ભવની કરણીથી સુધારી શકે છે. અને જો આયુષ્ય કર્મનો બંધ ન ર્યો હોય તો અનંત વેદનાથી બચી શકે છે. આમ જીવ સુખવિપાથી મોક્ષ સુધીની સફર પુરી કરી શકે છે. અનંત ભવનાં કર્મ સાથે હોવા છતાં આ શક્ય રીધી ગારવેણં, રસ ગારવેણં, સાયા ગારવણું. અનંત ભવ સાગરમાં જીવ નરક અને ત્રિયંચનાં દુઃખ સહન કરી આવ્યો. દાસ પણે માન અપમાન પણ સહન કર્યા. પુણ્ય વધતાં જીવ મનુષ્ય જન્મ પામે છે, ત્યારે આ બધુ ભુલી, નાના એવા દુઃખો કે અપમાનને સહન કરવાની શકિત ગુમાવે છે અને કષાય કે હિંસાના ભાવોમાં જઈ સંસાર વધારી લે છે. પુણ્યનાં ઉદયને પચાવવું મહા મુશકેલ છે. સાધારણ માનવી મનુષ્ય જન્મ પામી, ત્યાથી પાછો વળી જાય છે. અને ફરી પાછો ત્રિયંચ કે નરકનાં ભાવોમાં પરિભ્રમણ કરે છે. સાધારણથી ઉચા માનવોનાં પણ પુષ્ય જયારે વધી જાય છે, અનેક અનુકુળતાઓ અને સાતા કર્મ નો ઉદય હોય છે. તપ-ઉપવાસ પછી આહાર પણ સ્વાદ વાળ લાગવા માંડે છે. ત્યારે રસ આસ્વાદનમાં ન મુંજાતા, એકેન્દ્રીય જીવોનાં કલેવર છે, અને જીવ હજી અણાહારી નથી થયો, એવું વિચારી ક્ષોભનો અનુભવ કરવો. આવું જ શરીરની શાતા માટે છે, તથા રીધી, ખ્યાતી, પ્રભાવ વધતાં અનુકુળતાઓ વધતી જાય છે. અને જીવ કયારે માન અને અહંકારના ડુંગર પર ચઢી જાય છે તેની ખબર રહેતી નથી. રીધી, રસ અને સાતામાં ગરકાવ થઈને ધણા જીવો સામાન્ય કરતાં થોડી વધારે પ્રગતિ કરીને પાછા વળી જાય છે. અનંતર દેવનો ભવ તો મળે છે, પણ મોક્ષનું લક્ષ્ય ચુકી જવાય છે. માટે અનુકુળતાઓ માં પણ સંસાર પ્રત્યે પ્રિતી ન થવી જોઇએ. અહિં જીવને વિશેષ સાવધાની અને ઉપયોગ દશા રાખવાની છે. એજ પડિકમામી તિન્હીં ગારવણ નો અર્થ છે. રીધ્ધિ-કદંબ પરિવાર, રસ–આહાર પર આસકતિ, સાયા–સુવિધાઓ વાળ જીવન. આ ત્રણનો ત્યાગ ન કરી શકવાથી સંયમને શ્રેષ્ઠ માનવાવાળા ઘણાબધા શ્રાવકો પણ સંયમ ગ્રહણ કરી શકતા નથી. તેથી આ ત્રણ ગારવનું પણ હું પ્રતિક્રમણ કરું છું. આવી અનુકુળતાઓ માં જયારે કોઈ પરિસ્થીતી કે વ્યકિત પ્રતિકુળ થાય, તો તેનો ઉપકાર જાણી આભાર માનવો જોઇએ. અવગુણનો અંશ અને સદગુણ સર્વ અવગુણનો અંશ પણ ગ્રહણ કરનાર અવગુણી કહેવાય છે. ચોરી કરનાર, તેમાં સહાયતા કરનાર, ચોરીનો માલ લેનાર કે ચોરી કરવાની ઈચ્છા રાખનાર પણ ચોરજ કહેવાય છે. સદગુણોનાં અંશ ગ્રહણ કરતાં કરતાં જ સદગુણી બનાય છે. પરંતું તે ગુણી ત્યારે જ કહેવાય છે, જયારે તે સદગુણ પૂર્ણ રૂપથી ગ્રહણ કરી લે. જેમ સોનાનો ઢોળ ચઢાવેલ પીતળ સોનું નથી કહેવાતો. સાધુનો સંગ કરનાર કે તેના સંયમમાં સહાયભૂત થનાર સાધુ નથી, પરંતુ સાધુપણાના ભાવ રાખનાર અંતે એક દિવસ જરુર સાધુ બને છે. સાધુનો સંગ કરનાર જૈન કે શ્રાવક કહેવાય છે. આ વ્યવહાર નયથી સત્ય છે. નિશ્ચયથી તો જે સાધુપણાને શ્રેષ્ઠ માને છે, તેવા બનવાનો મનોરથ સેવે છે, સાધુપણુજ જેનો આદર્શ છે, લક્ષ્ય છે, ભાવથી જે સાધુ છે, દર્શનથી જેમ શ્રાવક કહેલા છે તેમ જે દર્શનથી સાધુ છે, પણ જેણે હજી પૂર્ણ ચારિત્ર ગ્રહણ નથી કર્યું. તેજ જૈન છે, તેજ જિનનો અનુયાયી અને તેજ શ્રાવક કે સમયગ દ્રષ્ટિ છે. તેની ભાવસાધુતાને કારણે પ્રતિક્રમણ પણ તેને સમિતિ–ગુપ્તિ સહિતનું પાંચ શ્રમણ સૂત્ર વાળું છે. કેટલીક ગાથાઓનાં અર્થ અને સુવાકયો . હે દારિદ્રય, તને નમસ્કાર. તારા કારણથી હું ચમત્કારી પુરુષ થયો છું.(અહં સર્વાસુ પશ્યામી, મા કોપિન પશ્યતિ–ભાવનાશતક) હું બધાને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી .(આ મારો કાકો છે, આ મારો ભાઈ છે. પણ મારી સામે કોઈ જોતું નથી) પાપી જીવ ભયભીત થઈ અંત સમયે અસમાધિ ભોગવે છે. દુર્ગતિમાં જવાના ડરે શરીરને વળગી રહે છે, જયારે ધર્માત્મા સહજ સમાધિ ભાવે શરીર તજી દે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy