SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 300 આગમ અને આધ્યાત્મ જીવ, અજીવ, નવ તત્વ, છ દિવ્ય, લોક અને તેના સર્વ સ્વભાવ વિશેનું વર્ણન અને ચિંતન કરે તે આગમ. ફક્ત આત્માના સ્વભાવ અને ગુણધર્મ વિષેનું જ્ઞાન તે આધ્યાત્મિક જ્ઞાન. અહિં અન્ય તત્વોની નાસ્તિ નથી જણાવવામાં આવતી પણ તેની ચર્ચાનો ફક્ત જરુર પુરતો ઉપયોગ કરી ફરી અત્મા તરફ વળી જ્વાય છે. મુખ્યત્વે આત્માનો વિચાર અને આત્માની વાત આવે તે અધ્યાત્મ અને લોકગત સર્વ ભાવ અને સ્વાભાવ કે ગુણધર્મો વિષે જણાવે તે આગમ. શ્રીમદ રાજ્યેદ, કાનજીસ્વામી, ડોગંબર સંપ્રદાય, તેમનાં બધા સાહિત્યો, ગ્રંથો આધ્યાત્મીક પ્રધાનતા વાળા છે. બાકીનાં શ્વેતાંબર મંદિરમાર્ગી તથા બધા સ્થાનક્વાસી સંપ્રદાયો આગમ પ્રધાન એટલે કે લોનાં સર્વ ગુણધર્મોનાં જ્ઞાનને મહત્વ આપે છે. આત્મજ્ઞાન કે ભેદવિજ્ઞાન જરૂરી હોવા છતાં અનુકંપાનાં ગુણ વગર હિતકારી થતું નથી. માટે પૃથ્વી, પાછી, અગ્નિ વનસ્પતિ અને વયરો આ એકેન્દ્રીય જીવો સહિત સર્વ ત્રસ જીવો પ્રત્યેની અનુકંપા એ સમકત માટે જરૂરી અને મુખ્ય ગુણ છે. શ્રધ્ધા નો જન્મ રાગમાંથી પ્રેમ, લાગણી, વાતસલ્ય અને મમતામાંથી શ્રધ્ધાનો જન્મ થાય છે. માતા-પિતા અને મુખ્યત્વે મા શ્રધ્ધા આપી શકે છે. મા તો વ્યવહારથી બાળકને શીખવાડેલું સંબંધનું નામ છે. ખરેખર તો બાળક માને એવી વ્યક્તિ તરીકે ઓળખે છે, જ તેના સુખે સુખી અને દુઃખે, દુઃખી થાય છે. જ્યારે તે બોલી પણ નહોતો શકતો ત્યારે ફકત તેના રડવાથી. તેને ભુખ લાગી છે, કે સુવું છે, કે ગંદુ ક્યું છે તે જાણી શકનારી વ્યક્તિને લોકોએ મા તરીકે સંબોધવાનું કહ્યું છે. આ તેની સમજણ છે. અનંત ભવનાં સંસ્કારોથી દરેક વ્યક્તિ મા પણ છે. ચાહે તે પુરૂ હોય કે સ્ત્રી, ગુરુ પા શિષ્યને માટે મા છે. શિક્ષક વિદ્યાર્થી માટે મા છે. પોતાની હિતકારી વ્યક્તિ તરીકે ની ઓળખ આત્માને હોય, તેની વાત પર શ્રધ્ધા રાખી શકાય છે. પહેલા દિવસે નવા કપડા પહેરી, માથું ઓળી, તૈયાર થઈ નિશાળે જઈ રહેલો બાળક નથી જાણતો કે શિક્ષક કોણ છે. નિશાળ શું છે. અને ટલા વર્ષ સુધી આ રસ્તા પર લેફટ રાઇટ ક્રવાની છે. પરંતુ એ વ્યકિત જેને લોકો મા તરીકે સંબોધવાનું કહે છે. એના ચહેરા પર આજે ખુશી છે. નકકી મારું કાંઈક ભલું થઈ રહયું છે. આમ માએ શિક્ષક પર શ્રધ્ધા અપાવી. ધર્મની શ્રધ્ધા પણ માના પ્રત્યાઘાતથી નક્કી થાય છે. અઈમુતા બાળક જ્યારે ગૌતમ સ્વામીને આંગળી પકડી ઘરે લઈ જાય છે. ત્યારે માતા તેમને અહોભાવથી વહોરાવે છે. ધ્યાનથી નીરખી રહેલા બાળક અઈમુતાને ગૌતમ સ્વામી પર શ્રધ્ધા થાય છે. સંસારનાં સબંધો બધા ખોટા છે એ વાક્યને એકાંત દુષ્ટીકોણથી ન જોતાં, કહેવાનો હાર્દ સમજ્યો જોઇએ. મમતા, ઘા, વાતસલ્ય, પ્રેમ વગેરે પણ આત્માનાં શુભ ભાવો છે. જેમ શરીર એકાંતે હેય નથી પણ સંયમમાં ઉપયોગી છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy