________________ jainology II 299 આગમસાર - ઘરે બનાવેલ સાત્વીક આહાર પોતાના માટે નકકી કરેલ માત્રામાં પ્રમાણસર ખાવું, તેથી ઓછું ખાવું પણ વધારે નહીં. ઘરે પણ વિચિત્ર સ્વાદ ધરાવતી, વધારે ખાટી(આંબલી), વધારે તીખી(મરચુ), વધારે નમકીન, વધારે તેલ-ઘી વાળી વસ્તુ ન ખાવી. તે સિવાય કયારેય પણ ન છૂટકે કંઈ ખાવું પડે તો ઓછું–અલ્પ ખાવું. મોટી ઉમરે તો ઘરે પણ અલ્પ માત્રામાં જ ખાવું. - સાદા સાત્વિક આહારથી બ્રમચર્ય પાલનમાં સરળતા થાય છે. - આહાર વિધીનું ધ્યાન રાખનારને સવારનાં નિહાર વિધીમાં તકલીફ પડતી નથી. - જેમ જેમ ઉમર વધે તેમ આહારની માત્રામાં ધટાડો કરવાથી તંદુરસ્તી સારી રહે છે. - શું નથી ખાવું એ નકકી કરવાથી ખાવાની આદતો આપોઆપ સુધરી જશે . દા.ત. બેકરીની વસ્તુઓ પાંઉ,ખારી, નાનખટાઈ, કેક, બીસ્કીટ ચાલુમાં ખાવા નહિં.(સાદા બીસ્કીટ એકબે વિપરિત પ્રસંગ માટે છોડીને ક્રીમવાળા કે અજાણ્યા નહિં ખાવા), તેમાં વપરાતાં રેઇઝીંગ એજન્ટ ક03, 521 વગેરે અને બીજા પણ પ્રાણીજ(એનીમલ ડ્રીવન) હોઈ શકે છે. જયાં ઘી કે માખણનો ઉપયોગ થવો જોઈએ ત્યાં સસ્તું પડે તે માટે RAISING AGENTs (રેઇઝીંગ એજન્ટ- ફૂલાવવા માટે) વપરાય છે. આઈસ્ક્રીમ બધાજ ત્યાગવા, કંદમૂળ બધાજ ત્યાગવા, રસ્તા પરની લારીનું નહિં ખાવું –જીભ વિવિધ વ્યંજનો ઇચ્છે છે જયારે પેટને ઓછા દ્રવ્યથી પાચનમાં સરળતા રહે છે. હોટલમાં પણ નછૂટકે અન્ય પ્રબંધ ન થાય તો જ ખાવું, ફળોથી ચલાવી લેવું, ભોજન સમારંભમાં જતાં પહેલાંજ દ્રવ્ય ગણીને નકકી કરી લેવા, કયાંય પણ અજાણી વસ્તુ ખાવી નહિં,જાણીતી વસ્તુમાં પણ અજાણી વસ્તુનો ઉપયોગ જણાય તો ન ખાવી. પરમીટેડ કલર કે પરમીટેડ ફલેવર એ ગવરમેન્ટની પોલીસી છે, ભગવાને એ બધાની પરમીસન નથી આપી, અજાણી એટલે જે આપણે ઘેર ન બનાવી શકાય તે. સોપારી પાન મુખવાસ ખાવા નહિં, ઠંડા પીણાંનો ત્યાગ, પીજા ચીઝ સાબુદાણા, કેડબરી જેલીવાળી પીપર, પેક કરેલાં ડબાનાં ફળો કે રસ(તેમાં હાનીકારક રસાયણો હોય છે), અથાણા(એક બે બીજોરુ જેવા આગાર રાખીને બાકીનાં નહિ ખાવા), કોઇ પણ અથાણા ઘરે બનાવીને પણ એક વર્ષ ઉપરાંત સંગ્રહવા નહિં, પછી તે શરીરને વધારે હાનીકારક થઈ જાય છે. (મુરબ્બો એ અથાણું નથી.) અનેક જાતનાં જામ,સરબત,સોસ,ચાયનીઝ ખાણું (બધાંજ પ્રીજરવેટીવ યુકત હોય છે તથા ચાઈનાથી આયાત થયેલી વસ્તુમાં શું હોઈ શકે એ કલ્પી ન શકાય તેવું છે.), ધાર વિગય એટલે કે તેલ મરચું વધારે હોય તેવા પદાર્થ નહિં ખાવા. ગનો દુખાવો, સાંધાનો દુખાવો અને મનોવિકાર થાય છે. તચ્છ ફળો કે જેમાં ખાવાનું ઓછું ફેકવાનું વધારે હોય જેવા કે બોર, આખી શેરડી, બીઆર વગેરેને ફેકવાથી ત્રસ જીવો મટે છે. રેફ્રીજરેટરના ખોરાકથી હાડકામાં તિરાડ પડવાના બનાવો વધ્યા છે. અનેક બેકટેરીયા અને શરદીનાં જંતુઓ રેકીજરેટરમાં હોય છે. ઘી, દૂધ વગેરે અલ્પ માત્રામાં વાપરવા, સૂકું શરીર રોગોથી વધારે દૂર હોય છે. ચોમાસામાં અને ઉનાળામાં ફળો ખાસ જોઈને લેવા કે ખાવા, ઈયળોની ઉત્પતી વધારે હોય છે.અકુદરતી રીતે પકાવેલા, ફ્રીજ કરીને સાચવેલા ફળો નહિં ખાવા. મીઠાઈમાં વપરાતાં બધાજ રંગો હાનીકારક કેમીકલસ હોય છે. કચોરી, ભાકરવડી જેવા ફરસાણ વધેલા, બનાવટ સમયે બગડી ગયેલા, પાછા આવેલા બધાનો ભૂકો કરી રીસાયકલ્ડ કરીને બનાવાય છે. તહેવારો વખતે માવાનો સંગ્રહ અનેક દિવસો સુધી કરાય છે. જેથી ફૂગ અને બેકટેરીયા વાળો થઈ જાય છે. સાકર ચઢાવેલી વરીયારીની અંદર કોઈ વાર ઈયળ કે ધનેડા હોય છે જે ઉપર સાકરનું પડ હોવાથી જોઈ શકતાં નથી. ઉપરની બધી વસ્તુઓનો સાધુસંતોને આગ્રહ કરવો નહિં કે સામે લઈ જવી નહિં. તેઓ પણ ઘણીવાર પરિસ્થીતિથી અજાણ હોય છે. આમ જે વસ્તુ શરીરને અને સ્વભાવને બેઉને અનુકૂલ નથી તે આસાનીથી છોડી શકાય. જરુર છે ફકત યથાર્થ સમજણની. આહાર, નિંદ્રા, કામભોગ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. જ્ઞાન અભ્યાસથી અને તપ અનુભવથી વધે છે. થશેઠ—વિજયચોરનું તથા અ.૧૮. સષમાદારિકા, બે રૂપક કથા આહાર શા માટે અને કેવી ભાવનાથી કરવો તે સમજાવવા માટે છે. તેનું ફરી ફરી અધધ્યન કરવું. - અરસ નિરસ અલ્પ આહાર મળે તો, આજે મારા અન પુણ્યનો એવોજ ઉદય છે એમ વિચારી સમભાવ રાખવો. - અંત સમયે સંલેખના સંથારાની ભાવના રાખવી. 20 વર્ષ સુધી ભાવના રાખવાથી 20 વર્ષનો સંથારો એક અપેક્ષાથી કહી શકાય. - વિશેષ જ્ઞાન અભ્યાસ ન હોય તો ફકત ભગવદ આજ્ઞામાં રહેવું એ પણ સંપૂર્ણ ધર્મ છે. માટી અને ઘડાના ન્યાયથી (ઉદાહરણથી). એક સંતને શરાબીએ પુછયું, શું દ્રાક્ષ ખાઇ શકાય? સંતે કહ્યું - હા. પાણી પી શકાય? હા. ગોળ ખાઈ શકાય? - હા. ક્ષાર ખાઈ શકાય? સંતે જવાબ આપ્યો - હા. તો પછી એ બધાના મિશ્રણથી તૈયાર થતો દારુ કેમ ન પી શકાય? સંતે તેની શંકાનું સમાધાન કરવા સામા પ્રશ્નો પુછયા. શું કોઈ તારા માથા પર જીણી માટી નાખે તો તને તે વાગે? - ના. અને પછી તારા માથા પર કોઈ પાણી ઢોળે તો વાગે? - ના. પણ એ માટીને પાણીમાં પલાડી તેમાથી ઘડો બનાવી તારા માથે મારે તો તે વાગે? - હા, એ તો મને વાગે. બસ આજ રીતે પદાર્થનું રુપાંતર થઈ ગયા પછી ગુણધર્મો બદલાઈ જાય છે. કોઈ વખત હીણાના સારા તો કોઈ વખત સારાના હીણા પણ થઈ જાય છે.