SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 298 જીવોની વિરાધનાથીજ ઉભી થાય છે. વિગલેનદ્રીય જીવો પર અયતના પ્રવર્તાવે છે. પોતાની સવલતોનાં રસ્તામાં આવે તો હણી નાખે છે. તથા મહાપ્રમાદથી એ જીવોની અવગણના કરતો વિચરે છે. 7. પંચેન્દ્રીયને કાંઈક જીવો તરીકે ઓળખે છે.અને કોઈક દયા ધરમ પણ કરે છે. પરંત ધર્મની સમજણ કે અંતરમાં કરણાં દયા ઓછાનેજ હોય છે. મોટા ભાગે પુણયની આશાથી કરે છે. 8. પાંચ ઈન્દ્રીયનો અસંયમ છે. 9. જેન કુળમાં જનમયા છે, તેથી આ બધું હજી અનંતાનુબંધી નથી. કોઈકને ધર્મ કરણી કરતાં જુએ છે, તેને ભલું જાણે છે. પરંતુ પોતાને હજી ચારિત્ર મોહનીય કર્મનો ભયંકર ઉદય છે. સંપતિ છે ત્યાં સુધી બધા સગા છે, એ વાસ્તવિકતાને જાણે છે. તેથી સમાજ અને કુટુંબમાં પોતાનું સ્થાન કાયમ રાખવા બધું કરે છે. ડોકટરો પણ તેને અતિક્રોધ કે અતિકાર્ય કરતાં રોકે છે. 10. આવા આ આપણે નથી, તો આસપાસનાં જૈનોને જુઓ અને બેધ્યાન, ઉપયોગ રહિત અવસ્થામાં આપણે પણ કેમ વર્તીએ છીએ, તેનું નિરીક્ષણ કરો. પોતાને આ માયાજાળમાં થી બહાર કાઢો. નથી નીકળતું તો સંતોનું શરણું લો. આર્યપ્રદેશ અને સમકિતી જીવોનું આલંબન લો. મન ચંગા તો કથરોટમાં ગંગાની કહેવત ખોટી જ પડી છે. શુભ પુદગલો અને શુભ લેશ્યાઓથી ધર્મમાં રતિ થશે. વળી આ માયા કયારે સંકેલાઈ જશે એ કોઈ નથી જાણતું. તેથી પ્રમાદ છોડી મનુષ્ય જન્મનાં ધ્યેયને પામો. આહાર સંજ્ઞા. ભૂખ એ અસાતાવેદનીય કર્મનો પ્રકાર છે, આહાર સંજ્ઞા મોહનીય કર્મનો પ્રકાર છે. ખાવાનાં કારણો: નવા નવા સ્વાદ ચાખવા અજાણી વસ્તુ ખાવી. જુના સ્વાદની સમૃતિથી: પહેલા ખાધેલી વસ્તુ ખાવી. આસ્વાદનથી ખાવ: દરેક વસ્તુને ચટણી. નીમક, મરચી વગેરેથી સ્વાદિષ્ટ કરી ખાવ. ચાખવા માટે ખાવ. ભૂખનાં ભયથી મુસાફરી વગેરેમાં ભૂખ લાગશે તો! પૂર્વ તૈયારી રૂપે ખાવું. કાલે ઉપવાસ કરવાનો છે માટે. ભૂખ લાગવાથી કાળે અથવા અકાળે ભૂખ લાગવાથી. રોજીંદા વ્યવહારથી નિયત સમયે 2 ટાઈમ ચાપાણી-જમવાના વ્યવહારથી ખાવું. શરીરને પુષ્ટ કરવા શકતિ વર્ધક ખોરાક નીયમીત કે સતત ખાવું. આહાર પર આસકતિ એ શરીર પરની આસકતિ છે. મગજ શકતિ વધારવાઃ બદામ, ઘી, દૂધ વગેરે. વ્યસનનાં કારણે ચા, તંબાકુ આદિ. જાનવરોમાં આહારસંજ્ઞા અધિક હોવાથી જયાં મળે, જયારે મળે, જેવું મળે, જેટલું મળે તે બધું, જલ્દી જલ્દી અંતરાય પડે તે પહેલા ખાઈ લે છે. - નહિં ખાવાથી હું દુબળો પડી જઈશ, એવો ભય પણ ઘણાંને, આપણને હોય છે. - આપણા ખોરાકનો ત્રીજો ભાગ શરીરની જરુરીયાત માટે પુરતો હોય છે. - કેટલીક માનસીક ભૂખ અને સ્વાદ માટે તથા કયારેક તો પેટ ના પાડે ત્યારે જ ખાવાનું આપણે બંદ કરીએ છીએ. - નાનપણથી માબાપ છોકરાને ઠાસીઠુંસીને ખવડાવીને આદત પાડે છે. મારો દિકરો ખાશે તોજ મોટો અને હષ્ટપુષ્ટ થશે. એવી માનસીક ભ્રમણાથી જમાડે છે, જે સમય જતાં એનામાં આદતનું રૂપ ધારણ કરે છે. - ધર્મની, પુદગલ જગતની, શરીરની અસારતાની સમજણ ન મળે તો આ ધારણા જીવનભર ટકી રહે છે. - પૂર્વનાં ઉપાર્જીત નામ કર્મ પ્રમાણે શરીર બળ અને શકતિ મળે છે. - ગાય કાગળ ખાઈને પણ દૂધ આપે છે. ગધેડાનો માલીક આખો દિવસ કામ કરાવી સાંજે ભૂખ્યો જ કાઢી મૂકે છે, પછી ઉકરડા પરથી તે કચરો ખાય છે. તોય તાકાત વાળો હોય છે. એકજ માટીમાં ઉગતા છોડમાથી લીંબુનો છોડ ખાટો અને આંબાનો છોડ મીઠો રસ ધારણ કરે છે. - મેદસ્વી જાડા લોકો, નહિ ખાઈને પણ પાતડા થઈ શકતાં નથી. દૂબડા ખાઈને પણ દૂબડાજ રહે છે. કચરામાંથી વીણીને ખાતાં ગરીબ ભિખારીનાં શરીરમાં પણ લોહીનાં બધાંજ તત્વો પુરા જોવા મળે છે. જયારે કયારેક કોઈ ધનિકનાં લોહીમાં હિમોગ્લોબીન કે એવાજ કોઈ તત્વ ઓછા હોવાનું તારણ ડોકટરો કરે છે. - આ વસ્તુમાં આ વિટામીન કે આયર્ન કે બુધ્ધિવર્ધક તત્વો છે, એ બધો માનસીક ભ્રમ છે. કર્મ ઉદય આવતાં શરીર કોઈ પણ પ્રકારે બચતું નથી કે બચાવી શકાતું નથી. ચુલાનો અગ્નિ જેમ બધાજ પ્રકારના લાકડા છાણા ભેદભાવ વગર જલાવે છે તેમ શરીર પણ, કોઈ પણ પ્રકારનો અનાજ ચલાવે છે. જઠરાગ્નિ નામ પણ તેનું એટલે જ છે. બસ બળતણ મળવું જોઇએ. એટલે કે જો કંઇજ ન મળે તો પછી તેનો હિસાબ રોકડીયો(તરતનો) હોય છે. - બહુધા માનસીક ચિંતા કે અતિશય પરિશ્રમ અથવા બીમારીનાં કારણે કયારેક કોઈનું શરીર દુબળું પડી જાય છે. ઓછું ખાવાનું કારણ કદી હોતું નથી. ન ખાવાથી કોઈ રોગો થતાં નથી. આડેધડ ખાવાથીજ રોગો થાય છે. વધારવાથી વધે છે, ઘટાડવાથી ઘટે છે. તેથી ખાતાં પહેલાં અને ખાતી વખતે સપાત્ર દાનની ભાવના ભાવવી. સંપૂર્ણ લોકમાં થયેલ સુપાત્ર દાનની અનુમોદના કરવી. સંપૂર્ણ લોકમાં થયેલ તપની અનુમોદના કરવી. હું જ્યારે અણાહારી થઈશ, અસંખ્ય સ્થાવર જીવ અને કેટલાંય ત્રસ જીવોની વિરાધનાથી આહાર બને છે. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી, રસ લાલુપ ન થવું, સિમીત પરિમીત આહાર કરવો. અજાણી વસ્તુ ન ખાવી. રાત્રીભોજન ત્યાગનું લક્ષ્ય રાખવું.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy