SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 297 jainology II આગમસાર ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરવાવાળાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, અઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે. કોઈ સાધુ શ્રાવક સંલેખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. રાત્રી ભોજનના ત્યાગી જૈન ધર્મના બધા ફિરકાઓમાં હજારો છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે જુઓ. જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છદ્મસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલુ હતો. | તીર્થકરોના કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈ જવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધર્મના જીવંત હોવામાં કેમ શંકા થાય? એકતા થવી એ સારું છે. બધા ઈચ્છે છે; છતાંય એ તીર્થકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંત ન હોય તો સોનાને પિત્તળ કહેવાનં દસાહસ તો કરી સંપૂર્ણ દેશમાં છુટ્ટી કરાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જેનના બચ્ચા–બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે, અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો પૂર્ણરૂપે ત્યાગ કરે. ધર્મઆરાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી રજા ન હોય તો પણ કાંઈ બાધારૂપ થશે નહીં. તીર્થકરોની ઉપસ્થિતિમાં દેશભરમાં રાજકીય રજા હોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તોપણ જૈન ધર્મની આરાધના તેમજ પ્રભાવના થતી જ હતી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ઉન્નત ગુણનું મહત્ત્વ પોતાની સીમા સુધી જ સમજવું જોઇએ. તેમજ તેને સ્યાદ્વાદમય ચિંતનથી મૂલવવું જોઇએ. એકાંતિક ચિંતન અને કસોટી કરવી લાભારૂપ નથી. પોતાનો ત્યાગ જ શ્રેષ્ઠ ત્યાગ છે. સંવત્સરી એકતા સમાજનું ભાગ્ય છે. કષાય ભાવ મન, વચન, કાયાનાં યોગ અયતનાથી અને અશુભ રીતે પ્રવર્તાવવા એટલે પ્રમાદ અને હિંસા. અશુભ ભાવોને પ્રકટ કરવા એ ક્રોધ. અશુભ ચિંતન એ આર્તધ્યાન. આત્મામાં અશુભ ભાવ રાખવા એ શ. અશુભ ભાવોને છુપાવી સારા પ્રકટ કરવા એ માયા . આજનું શાંત દેખાતું જીવન કયારેક ઉપશમ ભાવ હોય છે, (અને મોટે ભાગે માયા હોય છે.) આત્મામાં કષાયો કેટલા ક્ષીણ થયા છે એ અવસરે સમજાય છે. સિકકાની બીજી બાજ–(વર્તમાનમાં જન્મે જૈનનું જીવન.) ૧.અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની લોભ નિરંતર છે. અને માયા પણ છે તો અપ્રત્યાખ્યાની પરંતુ હાલનાં શહેરી જીવનમાં તે નિરંતર કરવાની જરુર નથી પડતી. ક્રોધ પર અંકુશ નથી, લોભ,માન પર અંકુશ નથી, સ્વતંત્રતા બંધારણની જોગવાઈથી મળેલી છે. તેથી માયા કરવાને બદલે આત્માના અશુભ ભાવોનેજ સીધા પ્રગટ કરાય છે. 2. રાગ અજીવ પુદગલો પર, પોતાના શરીર પર અને પોતાનાં જીવનની સુખસવલતો સાચવતી વસ્તુઓ પર, દેષ સજીવો પર નિરંતર છે. 3. રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા અને હાસ્ય.- શોક આર્તધ્યાનનાં રૂપમાં છે. જે ગમતી વસ્તુ ન મળવા પર અને મળેલી છુટી ન જાય તે લાલસાથી છે. રતિ 18 પાપમાં, અરતિ ધર્મમાં, ભય બધાંજ(આલોક ભય,પરલોક ભય, રોગ ભય, મરણ ભય,આજીવિકા વાત ભય), હાસ્ય બીજા પર અને દુર્ગાછા પુદગલોનું સ્વરુપ અમનોજ્ઞ દેખીને. શુભ કે અશુભ પુદગલો, લેશ્યાઓની ઓળખ નથી. તેના બદલે મનોજ્ઞ, અમનો, પોતાને અનુકુળ કે પ્રતિકુળ એ દ્રષ્ટિથી જુએ છે. 4. અનાર્ય પ્રદેશમાં વસવાટથી 18 પાપસ્થાનમાં રચ્યો રહે છે. અશુભ પુદગલો અને અશુભ લેશ્યાઓનું આલંબન મળે છે. 5. પાંચ આશ્રય-મિથ્યાત્વ–શુધ્ધ સમકીત નથી, મિશ્ર છે. દેવી દેવતા પજે છે. અવ્રત-જયાં સુધી સંત મળતા નથી ત્યાં સુધી કોઈ વ્રત નિયમ આદરાવતું નથી. પ્રમાદ-પાંચ પ્રમાદ, નિંદ્રા, વિકથા, મદ, વિષય, કષાયથી ઘેરાયેલો છે. યોગ–મનવચનકાયાના યોગ માઠા પ્રવર્તાવે છે. કષાય–અપ્રત્યાખ્યાની છે. 6. છ કાય જીવોનો આરંભ કર્યા કરે છે. પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયરાનાં જીવોનું નિકંદન પોતાના શરીર અને સુખસવલતો માટે કરે છે. પૈસામાં સુખ માને છે. પરંતુ પૈસો એમજ સુખ નથી આપતો. પૈસો કમાતી વખતે અને ખર્ચતી વખતે, બંને બાજુએ આરંભ અને હિંસાથી વ્યાપ્ત છે. સંગ્રહથી મોહ, લોભ અને આસકતિ વધારનાર છે.સુખ સગવડો બહુધા એકેન્દ્રીય જીવો તથા છકાય
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy