________________ 296 આગમચાર– ઉતરાર્ધ ટિપ્પણ (1) રસજ જીવોત્પતિવાળા આહાર અને જીવયુક્ત આહારાદિ પરઠવાના આ અનેક પ્રકરણોમાં “દ્વિદળ સંબંધી કિંચિત્ પણ કથન નથી. એટલે દ્વિદળ સંબંધી અનાવશ્યક કલ્પના પણ પાછળથી ઉત્પન્ન થઈ હોવી જોઇએ. (3) જળના જીવોને પરઠવાની વિધિથી એટલું સ્પષ્ટ થાય છે કે તેને કયાં પણ પાણીમાં જ પરઠવા જોઇએ. સમકતનાં પ લક્ષણ સમ-સંવેદ-નિર્વેદ-આસ્થા-અનુકંપા. સમ સમભાવ- સંવેદઃ સંવેદના(બીજાને દુઃખી જોઈ મનમાં ખેદ થવો)- નિર્વેદ અનાસકતિપણું(સંસારની ઈચ્છાનો અંત,મોક્ષની ઈચ્છા)- આસ્થા શ્રધ્ધા,દેવ અરિહંત ગુરુ નિગ્રંથ અને કેવલીનો પ્રરુપેલો ધર્મ– અનુકંપાઃ જીવો પર અનુકંપા અજીવો પર અનાસકતિ. જીવ અજીવનું જાણપણું, તે વિના કોની દયા પાળવાની છે તેની પણ ખબર ન પડે. છકાય જીવોની ઓળખ અને સતત જાગૃતિ સાથે તે જીવોની દયા પાળવી તે અનુકંપા. સમ્યગદષ્ટિનો કષાય-રંજ ભાવ પાણી સુકાઈ જવાથી તળાવની માટીમાં પડેલી તિરાડની સમાન હોય છે. જે આવતા વર્ષમાં વરસાદ પડવાથી પુરાઈ જાય છે. એજ પ્રકારે ધર્મી પુરુષ અથવા સમ્ય દષ્ટિ પુરુષનો કષાય સંવત્સરી પછી સમાપ્ત થઈ જવો જરૂરી છે. જે વ્યક્તિ સંવત્સરી પર્વ પછી પણ કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગી-રંજ કષાય ભાવ રાખે છે, તેનું સમક્તિ રહેતું નથી. તે ભાવથી મિથ્યાદષ્ટિ હોય છે, ચાહે તે સાધુ અથવા શ્રાવક કહેવાતો હોય. એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મનિષ્ણાણ નથી જૈનધર્મ મોક્ષપ્રાપ્તિનો સાચો અને શુદ્ધ માર્ગ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષ માર્ગ છે અર્થાત્ આ ચાર મોક્ષના ઉપાય છે. આ ચારને જ જૈન ધર્મના પ્રાણ સમજવા જોઈએ. (1) જ્ઞાન - જો કે વર્તમાનમાં સિંધુમાં બિંદુ જેટલું જ્ઞાન શેષ રહ્યું છે. તો પણ એટલું જૈન સાહિત્ય ઉપલબ્ધ છે કે આજના માનવને મોક્ષ સાધના માટે પર્યાપ્ત સાધનરૂપ છે. ઘણા સંત-સતીજીઓ આગમ અભ્યાસ, ચિંતન, મનન અને તેનું પ્રવચન-વિવેચન સમાજને અલગ-અલગ રૂપમાં દેવામાં નિરંતર પ્રયત્નશીલ છે. તેઓ પોતે પણ ભણે છે તેમજ બીજાને માટે સરલ સાહિત્ય તૈયાર કરે છે. શાસ્ત્ર કંઠસ્થ કરવામાં, વાંચન કરવામાં તેમજ આગમ પ્રકાશનના નિમિત્તથી સાધુ સમાજમાં જાગૃતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય સંત-સતીજીઓનું તેમજ શ્રાવક-શ્રાવિકાઓનું જીવન આગમ વાંચનમાં ઓતપ્રોત બનેલું છે. જનતામાં અનેક રીતે સ્વાધ્યાયની પ્રેરણા અને પ્રવૃત્તિ ચાલુ છે. સેંકડો ધાર્મિક પાઠશાળાઓ, ધાર્મિક જુદી જુદી શિબિર, ધાર્મિક પત્ર પત્રિકાઓ, કથા સાહિત્ય, પ્રચારક મંડળી ચારે બાજ જાય છે. ચારેય તીર્થ જૈન અર્જુનને યોગ્યતા પ્રમાણે જ્ઞાન દેવામાં પરુષાર્થ કરી રહ્યા છે. તેમાં જ લાગેલા છે. સાધુ-સાધ્વી સિવાય સેંકડો વ્યાખ્યાનકાર શ્રાવક તૈયાર થયા છે ને જનતામાં જૈનધર્મનો પ્રચાર કરવામાં લાગેલા છે. (2) દર્શન:- આજે જૈન સમાજમાં અવધિજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, કેવળજ્ઞાની નથી, પૂર્વોના પાઠી નથી, કોઈ ચમત્કારી વિધા કે લબ્ધિઓ પણ નથી તોપણ જૈન સમાજની ધર્મ પ્રત્યે અડોલ શ્રદ્ધા, ભક્તિભાવ, ગુરુઓ પ્રત્યે આદરભક્તિભાવ અને આગમો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ આજે પણ વિદ્યમાન છે. પ્રાણોથી પણ પ્રિય લાગે એવી પોતાની લાખોની સંપત્તિનું મમત્વ ધર્મ અને ગુરુના નામે છોડી દે છે. કેટલાય પર્યુષણનાં દિવસોમાં ઘર-દુકાનનો ત્યાગ કરીને સમયનો ભોગ દેવા ઉત્સુક બને છે. કેટલાય નિવૃત્તિમય સેવા કરવામાં તત્પર છે. ઘણું કરીને બધા જૈન ફિરકાવાળા પોતાના ગુરુઓ તેમજ ધર્મ પ્રત્યે તન-મન-ધનથી આગળ વધી રહ્યા છે. સંયમ લેવામાં પણ પાછળ રહેતા નથી. સેંકડો શિક્ષિત યુવક-યુવતિઓ દીક્ષા લઈને પોતાને ધન્ય માને છે. સેંકડો યુવાન અને પીઢ બુઝુર્ગ શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં પણ પર્યુષણમાં સાધુની સમાન પાટ પર બેસવામાં ડરતા નથી અને સેંકડો હજારો લોકોને સંત સતીજીઓની હાજરીનો આભાસ કરાવે છે. જૈન ધર્મમાં આપણા તીર્થકો પ્રત્યે, નવકારમંત્ર પ્રત્યે, વ્રત, નિયમોના પ્રત્યે, શ્રાવકના વ્રતો તથા સંયમ જીવન પ્રત્યે પણ લાખો મનુષ્યોની શ્રદ્ધા અડોલ છે. સેંકડો પ્રહારો આવવા છતાં પણ અને વિજ્ઞાનની ચમક-દમકમાં પણ જૈનોની ધર્મનિષ્ઠા અને ઉન્નતિ જોઈને બીજા લોકો પણ પ્રભાવિત થાય છે. (3) ચારિત્ર - આજના માનવને સંપૂર્ણ કર્મોથી મુક્તિ આ ભવમાં થઈ શકતી નથી. તો પણ જૈન સમાજમાં ધર્મ આચરણની પ્રવૃત્તિ દિવસે-દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જૈન ધર્મના આચરણ માર્ગના બે વિભાગ છે– (1) સર્વવિરતી(સંયમ) (2) દેશવિરતિ(શ્રાવક વ્રત). સર્વ વિરતિ ધારક સંત-સતીજીઓનો સમાજમાં અભાવ નથી. નવા ચારિત્ર ધારણ કરવાવાળાનો પણ ક્રમ ચાલુ જ છે. તેમાં પણ યુવાનોનો નંબર તો વૃદ્ધોથી પણ આગળ છે. સાથે-સાથે શિક્ષિત અને ડીગ્રીધારી યુવકોનો પણ તેમાં નંબર છે. કેટલાય તો પરિવાર સહિત દીક્ષિત થાય છે તો કોઈ નાની ઉમરમાં સજોડે દીક્ષિત થવામાં પાછળ નથી. દેશ વિરતિ ધારણ કરવામાં પણ પાછળ નથી. હજારો જેનો વ્રત–પ્રત્યાખ્યાન, નિત્યનિયમ, સામાયિક, 14 નિયમ, પૌષધ આદિ કરે છે, બાર વ્રતધારણ કરવાવાળા શ્રાવકોનો પ્રવાહ પણ ચાલુ જ છે. પૂર્ણ નિવૃત્તિમય જીવન જીવવાવાળાઓનો પણ અભાવ નથી. સંત સતીજીઓનું ચાતુર્માસ પ્રાપ્ત કરીને ગામેગામ શ્રદ્ધાળુઓ પ્રસન્નતાપૂર્વક ધર્મ આરાધનામાં અજોડ વૃદ્ધિ કરે છે. (4) તપ:- આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહ્ય તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ નિસ્સાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે.