________________
આગમસાર– ઉતરાર્ધ
22 ૧૦૦૯ વીરભદ્રસ્વામી (દેવદ્ધિગણિની પાટ પર, ૨૮ મી પાટ, ૧૦૫ વર્ષની ઉમર, ૫૫ વર્ષ આચાર્ય પદ
પર રહ્યાં વીર નિવણ ૧૦૬૪ સંવત પ૯૪માં દિગવત થયા.) ૧૬૭૦ ખરતર ગચ્છ સ્થાપના ૧૭૫૫ તપાગચ્છ સ્થાપના ૨૦૦૧ લોકાશાહ દ્વારા ફરીથી શદ્ધ ધર્મ પ્રવર્તન વિ.સં. ૧૫૩૧.(કાળક્રમથી આવેલી શિથિલતાઓ ને દૂર કરવાનો પ્રયત્ન) ૨૦૫ર તપગચ્છના આનંદવિમલસૂરિ દ્વારા ક્રિયોદ્ધાર ૨૦૭ર આચલિયા ગચ્છ ક્રિયોદ્ધાર ૨૦૭૫ ખરતર ગચ્છ ક્રિયોદ્ધાર ૨૧૮૬ ધર્મદાસજીની દીક્ષા ૨૨૮૫ રુગનાથજીથી ભીખણજીનો મતભેદ(તેરા પંથ)
વિશિષ્ટ પ્રસિદ્ધ પ્રાચીન શ્રમણ ક્રમ પૂર્વાચાર્ય
વિશેષ માહિતી ૧ અગત્યસિંહ સૂરિ વિક્રમની આઠમી શતાબ્દી/દશવૈકાલિક ચૂર્ણિની રચના કરી. ૨ આર્ય રક્ષિત સાડા નવપૂર્વી/અનુયોગદ્વાર સૂત્ર રચનાકાર ૩ અમૃતચંદસૂરિ વિ. સં. ૯૬૨ દિગંબર આચાર્ય. ૪ અભયદેવસૂરિ વિ. સં. ૧૦૮૮માં આચાર્ય પદ, ૧૧૩પમાં દેવલોક થયા. નવાંગી ટીકાકાર. ૫ અમિતગતિ વિ. સં. ૧૦૫૦માં થયા હતા. ગુરુ માધવસેન. ૬ ઉદયપ્રભસૂરિ વિ. સં. ૧૨૨૦માં/આરંભસિદ્ધિ ગ્રંથ રચના. ૭ ઉમાસ્વાતિવાચક વીર. નિ. સં. ૧૦૦૧, તત્ત્વાર્થ સૂત્રકર્તા. ૮ કાલકાચાર્ય ત્રણ થયા (૧) વીર નિ. સં. ૨૮૦માં જન્મ, દીક્ષા ૩૦૦માં, ૩૩પમાં પદ, ૩૭ સ્વર્ગ,
પન્નવણા સૂત્રના રચનાકાર (૨) વીર નિ. સં. ૪૫૩માં (૩) વીર નિ. સં. ૯૯૦ માં હતા. ૯ કુંદકુંદાચાર્ય વીર નિર્વાણ સંવત ૧૦૦૦માં. ૧૦ કોટ્યાચાર્ય વિશેષાવશ્યક ભાષ્યની અવશેષ ટીકા પૂર્ણ કરી. ૧૧ ગંધહસ્તી સૂરિ પ્રથમ આચારાંગની ટીકા પ્રારંભ કરી, બીજું નામ. સિદ્ધસેનાચાર્ય તત્ત્વાર્થ ભાષ્યની ટીકા પૂર્ણ કરી ૧૨ જિનેશ્વર સૂરિ અભયદેવ સરિના ગરુ ખરતરગચ્છનો પ્રારંભ કરનારા, કથરત્ન કોશ વિ. સં. ૧૦૮૦માં હતા. ૧૩ જિનદાસગણિ મહત્તર પ્રમુખ ચૂર્ણિકાર, હરિભદ્રસૂરિથી પ્રાચીન. વિ. સ. ૬૫૦-૭૫૦, નંદીસૂત્ર ચૂર્ણિ ૭૩રમાં. ૧૪ જિનવલ્લભસૂરિ વિ. સં. ૧૧૬૦, અભયદેવ સૂરિના શિષ્ય. ૧૫ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તકલ્પ, વિશેષાવશ્યક ભાષ્ય, ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી વગેરે રચ્યાં.
વિ. સં. ૫૦-૬૦ની આસપાસ થયા. જન્મ ૬૧૦માં ૧૬ તિલકાચાર્ય વિ. સં. ૧૨૯૬માં ૧૭ દેવેન્દ્રગણિ
પ્રવચન સારોદ્ધાર, પંચસંગ્રહ વગેરે બનાવ્યાં. ૧૮ દેવસૂરિજી ૧૨૨૬માં સ્વર્ગ, સ્યાદવાદ રત્નાકરની રચના. ૧૯ દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ વીર નિર્વાણ ૯૮૦, વિ. સં. ૫૧૦, આગમ લેખન કરાવ્યું. દેવવાચક નામ, નંદીસૂત્રની રચના કરી. ૨૦ દેવસેન ભટ્ટારક વિ. સં. ૯૫૧, દિગંબર, ઘણાં ગ્રંથ રચ્યાં. ૨૧ દેવભદ્ર સૂરિ વિ. સં. ૧૧૬૮માં કથા રત્નકોશ બનાવ્યો. ૨૨ દેવગુપ્ત સૂરિ વિ. સં. ૧૧૯૫માં બૃહત્સુત્ર સમાસ વૃત્તિ. ૨૩ નેમચંદ્રાચાર્ય વિ. સં. ૧૨૦૦, વૈર સ્વામીના શિષ્ય. ૨૪ નેમીચંદ્ર સૂરિ વિ. સં. ૧૧૨૯, ઉત્તરાધ્યયન ટીકા કરી. ૨૫ પ્રધુમ્ન સૂરિ વિ. સં. ૮૦૦માં યશોદેવ સૂરિના શિષ્ય. ૨ પ્રદ્યુમ્ન સૂરિ વિ. સં. ૧૩રર માં કનકપ્રભ સૂરિના શિષ્ય. ૨૭ પાર્થચંદ્ર સૂરિ વિ. સં. ૧૫૯૭ બાલાવબોધ ટબ્બા. ૨૮ પાદલિપ્ત સૂરિ વિષેશ જ્ઞાની હતા. ૨૯ બપ્પભટ્ટ સૂરિ વિ. સં. ૮૦૦માં જન્મ, ૮૦૭માં દીક્ષા, ૮૧૧માં આચાર્ય સિદ્ધસેનના શિષ્ય. ૩૦ ભદ્રબાહુ સ્વામી વીર નિ. સં. ૧૭૦માં સ્વર્ગ. ત્રણ છેદ સૂત્ર બનાવ્યાં. ૩૧ મુનિ સુંદર સૂરિ વિ. સં. ૧૫૦૩માં સ્વર્ગ હજાર અવધાન કરતા હતા. ૩ર માનતુંગ સૂરિ વિ. સં. ૮૦૦માં. ભક્તામર રચનાકાર. ૩૩ મલિસેન સૂરિ વિ. સં. ૧૨૧૪, સ્યાદવાદ મંજરી બનાવી. ૩૪ યશોદેવ સૂરિ પિંડ વિશુદ્ધિ ટીકા તથા પાક્ષિક સૂત્ર વૃત્તિ બનાવી. વિ. સં. ૧૧૭૬માં. ૩૫ રત્નપ્રભ સૂરિ વિ. સં. ૧૨૩૮માં. રત્નાકરાવતારિકા બનાવી. ૩૬ લબ્ધિસાગરજી વિ. સં. ૧૫૫૭માં શ્રીપાળ કથા રચી. ૩૭ વર્ધમાન સૂરિ વિ. સં. ૧૦૮૮માં. ઉપમિતિ ભવ પ્રપંચ કથા રચી. ૩૮ વજ સ્વામી વીર નિ. સં. ૫૪૮ માં સ્વર્ગગમન. ૩૯ વજસેન સૂરિ વજસ્વામીના શિષ્ય વીર.નિ. સં. ૧૮૫માં હતા. ૪૦ શ્યામાર્ય
વીર નિ. સં. ૩૭૮ થી ૩૮૬ માં. પન્નવણા સૂત્રની રચના કરી (તેમાં શંકા પણ છે) અપરનામ કાલકાચાર્ય.