________________
23
jainology II
આગમસાર ૪૧ શાંતિસૂરિ વાદિવેતાળ વિ.સં.૧૦૯૬માં સ્વર્ગગમન. ઉત્તરાધ્યયનના ટીકાકાર. ૪ર શીલાંકાચાર્ય શક સંવત ૭૯૮માં અને વિ. સં. ૯૩૩ થી વિદ્યમાન હતા. બે અંગ સૂત્રોના ટીકાકાર. ૪૩ સ્થૂલભદ્ર વિર નિ. સં. ૨૧૯માં સ્વર્ગ. એમની બહેનો માટે મહાવિદેહથી ચૂલિકા લાવવાની કિંવદંતિ પ્રચલિત છે. ૪૪ અંધિલાચાર્ય વૃદ્ધવાદીના ગુરુ. ૪૫ સિદ્ધસેન દિવાકર વૃદ્ધવાદીના શિષ્ય વીર વિ. સં. ૨૦૦માં સ્વર્ગવાસી. ૪૬ સમય સુંદર
વિ. સં. ૧૬૮માં વિદ્યમાન. ૪૭ સંભૂતિવિજય વીર નિ. સં. ૧૫૬ માં સ્વર્ગગમન. ૪૮ સંઘદાસગણિ ક્ષમાશ્રમણ પંચકલ્પ ભાષ્ય અને વસુદેવ હિંડીના રચયિતા વિ. સં. ૬૦૦થી ૨૦. ૪૯ સ્વયંભવાચાર્ય વીર નિ. સં. ૯૮માં સ્વર્ગગમન. ૫૦ દ્વિતીય ભદ્રબાહુ વિ. સં. પ૫૦ થી ૬૦૦માં.દસ નિયુક્તિઓ, ભદ્રબાહુ સંહિતા, ઉપસર્ગહર સ્તોત્રના રચનાકાર,
વરાહ– મિહિરના ભાઈ. ૫૧ હરિભદ્ર સૂરિ વિ. સં. ૭૫૦ થી ૮૨૭ માં. પ્રધાન ટીકાકાર થયા. અનેક ગ્રંથ (૧૪૪૪) રચ્યાં. પર હેમચંદ્રાચાર્ય જન્મ વિ. સં. ૧૧૪૫માં, દીક્ષા ૧૧૫૦માં, પદવી ૧૧૬૬માં, સ્વર્ગ ૧૨૨૯માં. પ૩ હેમચંદ્ર(મલધારી) વિ. સં. ૧૧૬૪માં વિદ્યમાન. અભયદેવ સૂરિના શિષ્ય
યોગ્ય અયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત:(૧) અપરિણામીઃ મુગશૈલ એટલે મજબૂત પથ્થર. જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવ મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપરથી મુખ પર ફૂટેલા (૨) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે. તેઓ શ્રેષ્ઠ છે. દુષપરિણામી : દુર્ગધયુકત ધડો-જેમાં ભરવાથી શુધ્ધ વસ્તુ પણ અશુધ્ધ થઈ જાય, તે ઉપદેશ શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૩) અગ્રાહિ: જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યું ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે. (૪) દોષ ગ્રાહિ: જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે; તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે. (૬) અંતરાય કરવા વાળો જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે. (૮) અસમાધિ કરાવેઃ જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે. (૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે. (૧૦) અવિનયી જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જે અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે. (૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે. (૧૨) વૈયાવચ્છ ન કરે : ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક–એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે. (વૈયાવચ્છ નું મહત્વ જ્ઞાનથી વિષેશ છે, તથા તે અનુકંપા ભાવ છે.) (૧૩) એક રાજા પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. મેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતો. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો દૂર દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભરી