________________
jainology II
આગમસાર રચનાકાર – આ સૂત્રની રચના દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કરી છે. તેઓ આચાર્ય શ્રી દુષ્યગણના શિષ્ય હતા. તેઓએ સમસ્ત જૈનાગમોને વીર સંવત ૯૮૦ માં લિપિ બદ્ધ કરાવ્યા હતા. નંદી સૂત્રની રચનાના સમયે તેઓ ઉપાધ્યાય પદ પર હતા. શાસ્ત્ર લેખનના સમયે તેઓ આચાર્ય પદ પર હતા. એ સમયે ભાષા શૈલીમાં ઉપાધ્યાય પદ માટે વાચક શબ્દનો પ્રયોગ થતો હતો અને આચાર્ય પદ માટે ગણિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. તેમજ યુગપ્રધાન માટે ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો. અતઃ નંદી સૂત્રના રચયિતા દેવ વાચક જ સૂત્ર લેખન કરાવનારા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હતા. વિષય :- નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓમાં તીર્થકર, સંઘ અને બહુશ્રુત યુગપ્રધાન પૂર્વધરોની સ્તુતિ ગુણગ્રામ તથા વિનય ભક્તિ અને વંદના કરેલ છે. પશ્ચાત્ ભેદ–પ્રભેદ યુક્ત પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. પરિમાણ :- આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને
આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૬૪૬ શ્લોક થાય છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે.
નંદી નો સારાંશ સ્તુતિ ગુણગ્રામ:(૧)જગતગુરુ,જગતનાથ,જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણીઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો (૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો. (૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમા- વાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણસાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો. (૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગું જ્ઞાન કરાવનારા, કુદર્શન–મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો. (૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો.
જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબૂસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોક–ગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિ વિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧૨) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નદિલ (૨૨) નાગહસ્તિ (ર૩) રેવતી નક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) સ્કંદિલાચાર્ય (૨) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદિન્ન (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ–વંદન કર્યા છે. ટિપ્પણી:–અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણનું છે. સ્વયંનું નામ પણ સૂત્રકારે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૂષ્યગણિના શિષ્ય દેવવાચક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચયિતા છે.
ઐતિહાસિક પ્રમખ ઘટનાઓ અને તેનો સમય વીર સંવત
ઘટના દસ બોલ વિચ્છેદ ૨૧૪ તૃતીય અવ્યક્તવાદી નિન્દવ ૨૨૦ ચતુર્થ શુન્યવાદી નિન્દવ ૨૨૮ પંચમ ક્રિયાવાદી નિન્હવા ૩૩૫ પ્રથમ કાલકાચાર્ય ૪પર દ્વિતીય કાલકાચાર્ય ૪૭૦ વિક્રમ સંવતની શરૂઆત ૫૪૪ છાનિન્દવ રોહગુપ્ત ૫૮૪ સાતમા નિન્દવ ગોષ્ઠામાહિલ ૫૮૪
વજબાહુના સ્વર્ગ ગમનના સમયે ૧૦ પૂર્વનું જ્ઞાન,ચોથું સંહનન, ચોથું સંસ્થાન વિચ્છેદ. SOL સહસ્ત્રમલ દિગંબરમત (શિવભૂતિ) ૯૮૦ સૂત્ર લેખન વલ્લભીપુર ૯૯૨ લબ્ધિઓનો વિચ્છેદ ૧OOO એક પૂર્વનું જ્ઞાન રહ્યું ૧૦૦૦ દિગંબરના વિશેષ ગ્રંથોની રચના, કુંદકુંદાચાર્ય દ્વારા ૧૦૦૮
પૌષધશાળા, ઉપાશ્રયોનું નિર્માણ ૧૦૦૯ સમસ્ત પૂર્વનો વિચ્છેદ
૬૪