________________
આગમસાર–પૂર્વાર્ધ
62
મારતાં–પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં ઘોષણા કરતાં નગરમાં ફેરવ્યો. "બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુ:ખી થઈ રહ્યો છે. તેને અન્ય કોઈ દુ:ખ નથી આપતા." પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ પાસે જિજ્ઞાસા વ્યક્ત કરતાં પ્રભુએ તેનો પૂર્વભવ કહયો .
પૂર્વભવ – પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો. અષ્ટમી–ચતુર્દશીના બે–બે બાળકો, ચૌમાસીના ચાર–ચાર બાળકો, છ માસીએ આઠ-આઠ બાળકો, સંવત્સરીએ ૧૬–૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાણ કરતા તો ૧૦૮–૧૦૮ બ્રાહ્મણ આદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો.
આ પ્રકારે અતિ રુદ્ર, બીભત્સ, ક્રૂર પાપકર્મ કરતા તેના ૩૦૦૦ વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે.
ભવિષ્ય :- - આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં મૃગ થશે. જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
શિક્ષા—પ્રેરણા—બોધ :– આ અધ્યયનમાં હિંસાના ક્રૂર પરિણામોનું અને પરસ્ત્રીગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યક્તિ કેટલીય ચતુરાઈ કરે પણ પાપ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશક્તિને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુ:ખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે.
છઠ્ઠું અધ્યયન – નંદિવર્ધન
આ અધ્યયનનું નામ નંદિવર્ધન છે. આમાં રાજકુમાર મંદિવર્ધનનું જીવન વૃત્તાંત છે.
મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુક્ત હતો. યથાસમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું.
રાજ્યલિપ્સા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો. હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર ર્યો.
રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાઓ આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશા આદિના ગરમ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન ર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી.
પૂર્વભવ :– સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મી એવં સંકલિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યક્તિ જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો.
કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરા આદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબૂક આદિથી માર મારી અધમૂઓ કરી દેતો. હાડકાના ચૂરેચૂરા કરી નાખતો. ઉંધા લટકાવી છેદન કરતો. ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો. હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોંકતો; અને તેનાથી જમીન ખોદાવતો. ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો. ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો.
આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધી દારૂણવેદના ભોગવી નંદિવર્ધન રૂપે ઉતપન્ન થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અંતે મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે.
શિક્ષા : પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીનાં કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઇએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઇએ.
સાતમું અધ્યયન – ઉંબરદત્ત
આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે.
=
બાલકની દુર્દશા પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન ર્યું અને પુત્રની યાચના થતાં તેનો દાન–ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માનતા કરી. કાલાંતરે એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં
કરી.
પુત્ર