________________
આગમસાર–પૂર્વાર્ધ
60
(૪) સત્તા અને પુણ્યના નશામાં વ્યક્તિ કોઈની પરવાહ નથી કરતો. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર નથી કરતો. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના—મોટા કોઈપણ પ્રાણીને મન–વચન-કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ પોતાના માટે દુ:ખનો પહાડ તૈયાર કરે છે.
(૫) સૌંદર્યપૂર્ણ દશ્યને જોવાની આસક્તિ સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા–જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તે ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઇએ. જેવી રીતે ગૌતમ સ્વામી આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોંયરામાં ગયા હતા.
બીજું અધ્યયન – ઉજિઝતક
આ અધ્યયનનું નામ 'ઉજિઝતક' છે. આમાં તે નામના દુ:ખી બાલકનું જીવન વૃત્તાંત છે. વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહનો ઉજિઝતક નામનો દીકરો હતો. તે સર્વાંગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉજિઝતકના માતા–પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો.
શૂળીની સજા :—તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્વ્યસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઇત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘરે પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો.
એકદા વિજયમિત્રની રાણીના ઉદરે શૂળરોગ ઉત્પન્ન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજિઝતકને જોતાં તેને કાઢી મૂક્યો. રાજા સ્વયં ગણિકા સાથે મારુષિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યામાં આસક્ત હતો. તક મળતાં તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ ર્યો. રાજાના આદેશ અનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતા, નગરમાં ફેરવી રહ્યા હતા.
તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક–કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉજિઝતકને જોયો. જેના શરીરમાંથી તલ–તલ જેટલું માંસ કાઢી તેનેજ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા. માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછ્યું. પૂર્વભવ :–ભગવાને તેના પૂર્વભવનું વર્ણન ર્યું. આ જંબુદ્રીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતો. તેની ખૂબ વિશાળ ગોશાલા હતી. જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન–પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબુદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. તેના જન્મ સમયે ગાયો અને બીજા પ્રાણીઓ ભયભીત થયા, આક્રંદ ર્યો,ત્રાહિત થયા જેથી તેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુઃખ દેવાનો એટલે કે મારવું, પીટવું તથા અંગોને હીન કરવા. તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને સંત્રસ્ત કરી આનંદ માનતો. સાથે જ માંસ–મદિરાના સેવનમાં મસ્ત રહેતો.
આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં ઉજિઝતક કુમાર બન્યો અને પૂર્વકૃત શેષ કર્મોને આ દારૂણ દુ:ખો દ્વારા ભોગવી રહ્યો છે. ઉજિઝતકનો પૂર્વભવ સાંભળી ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછ્યું. ભગવાને ભવિષ્ય ભાખ્યું – આજે સાંજે શૂલી ઉ૫૨ ૨૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક–તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રેરણા શિક્ષા : જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસક્ત વ્યક્તિને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે.
ત્રીજું અધ્યયન – અભગ્નસેન
આ અધ્યયનનું નામ 'અભગ્નસેન' છે. આમાં તે નામના એક ચોર સેનાપતિનું જીવન વૃત્તાંત છે.
પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી; તેમાં વિજય ચોર પાંચસો ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મી હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અભગ્નસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો.
એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અભગ્નસેનની ફરિયાદ રજૂ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો – 'ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અભગ્નસેનને જીવતો પકડી હાજર કરો.' કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી પકડવો અશક્ય છે.
સેનાપતિને ઉગ્રદંડ :- રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય ર્યો. અભગ્નસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત્ત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય ર્યો. જેમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને ખાદ્ય સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તે બધાને