SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 58 ત્રીજો વર્ગ– કાકંદીના ધન્યકુમાર આદિ પ્રાચીનકાળે કાકંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭૨ કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા. તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરક્ત થયા અને માતાની અનુમતિ મેળવી સંયમ લેવાની ભાવના વ્યક્ત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા દુઃખ પામી. થોડો સમય વ્યતીત થતાં સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં. - ધન્યકુમાર માતાને કહે છે કે માતા! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અંતે માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ ર્યો. ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમુષ્ટિ લોચ ર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકુમાર હવે ધન્ના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધન્ના અણગારે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે–ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે અભિગ્રહ કરી મુનિ પારણા માટે ફરતાં હતાં. તેઓને ક્યારેક પાણી મળે તો અન્ન ન મળતો અને ક્યારેક આહાર મળે તો પાણી ન મળતો. જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ ર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેમના આ તપોમય શરીરના અંગ–ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું છે કે ધન્ના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા. અને આત્માના બળથી જ ચાલી રહયા હતા. ધન્ના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન ક્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં ભગવાનની સાથે ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી પૂછ્યું કે, 'ભંતે! ગૌતમ આદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે.' પ્રભુએ જણાવ્યું કે વર્તમાને સર્વ મુનિઓમાં ધના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે. આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા. ધન્ના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ ર્યા. ભક્તિસભર વંદન ર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધન્ના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચઢી સંલેખના કરી, નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે. પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઇએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ ર્યા બાદ સાધકે ક્યાંય મમત્વ ન રાખવું જોઇએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ–સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ. આ પ્રકારે જ વર્તતાં લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધન્ના અણગારની જેમ જ સમજવું. નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ–સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે. ત્રીજા વર્ગમાં વેહલકુમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પુત્ર 'વેહલ' અને 'વેહાસય'નું વર્ણન છે. બીજામાં 'હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં 'વૈહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે. વિપાક ગમિક સૂત્રો ઃ સૂત્રો કંઠસ્થ રાખવાની પરંપરામાં સુગમતા માટે એક સરખા વર્ણનો કે પાઠો માટે નિર્દેશ નો ઉપયોગ થતો . આમાં લાબાં વર્ણનો વારંવાર ન કરતાં એક જ પાઠનો ઉપયોગ થતો . તેથી આ સૂત્રના પાઠો તથા અન્ય અનેક સૂત્રનાં કેટલાંક પાઠ ગમિક (એક સરખા) છે. પ્રસ્તાવના : આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુઃખ વિપાક અને (૨) સુખ વિપાક. દુઃખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર રચિત્ત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે (૫૫+૫૫) ૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના જણાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૧૬ ગાથા પ્રમાણ છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy