________________
50
આગમચાર-પૂર્વાર્ધ
સાતમો દિવસ': સોળમું અધ્યયન – અલક્ષ વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ત્રદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો.
ઉપદેશ સાંભળીને રાજા વિરક્ત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોંપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે રાજર્ષિ એક માસના સંથારે વિપુલ પર્વત પરથી સિદ્ધ થયા.
અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યો. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારવો જોઇએ કે જિનશાસનમાં દીક્ષિત પ્રત્યેક ક્ષમણ-ક્ષમણીઓને માટે આગમનું જ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું ભલેને દીક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧૨ અંગનું જ્ઞાન કંઠસ્થ ક્યું હતું.
સાતમો વર્ગ : પહેલું અધ્યયન – નંદા રાણી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાતુ નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી.
એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું. ગુણરત્ન સંવત્સર તપ ક્યું. અન્ય પણ મા ખમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા.
સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી. સાધ્વીજીઓ અગિયાર અંગને જ અધ્યયન કરે છે. બારમા અંગને અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષુની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષુપડિમા નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી(એકલા) ન રહી શકે. જ્યારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે.
ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી એક ધારણા છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલાય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. જેનું કારણ છે ભગવાનની હાજરી. આગમ વિહારીઓ ની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રથમ સંહનન વાળા આ પડિમાં ધારી શકે છે. અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને અન્ય ભિક્ષુઓની પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે.
અધ્યયન ર થી ૧૩ નંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત ર્યો. તેમના નામો આ પ્રમાણે છે – ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા
આ સાતમાં વગે અહી પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્ય. પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી.
“આઠમો વર્ગ પ્રથમ અધ્યયન – કાલી રાણી કોણિક – ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી.
કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય–ભક્તિ હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભક્ત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન (નિયાણું) કરેલું હોવાને કારણે ઉદય અને ભવિતવ્યતા વશ હતો. પૂર્વભવ-નિમિતક કુસંસ્કાર – તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની. પ્રેરણાથી તેને બુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી કે કોણિક પિતાની ભક્તિથી પ્રેરાઈને તેમની પાસે બંધન કાપવા અને તેમને મુક્ત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ ક્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાતાપ થયો. તે દુઃખ અસહ્ય બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી
ચંપાનગરમાં તેનું શાસનખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યું હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડ્યો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો. બની ગયા. તે દશે ય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરક્ત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી. કાલી રાણીની વિરક્તિ - એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક,