________________
jainology
આગમસાર (૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પો બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે તેનો મુખ્ય આધાર પણ સ્વંયના જ્ઞાન–અજ્ઞાન, વિવેક–અવિવેક,
વૈરાગ્ય અને આસક્તિ પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છ એ ભાઈઓ વિરક્ત રહ્યાં અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી. (૪) દેવકીની ઉમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની
તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો. (૫) પુત્રની માતૃભક્તિ હોય તો એક પુત્ર સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણ પોતાના બધાં જ
રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી. માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર
પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણ પણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી. (૬) મુનિઓનું સ્વતંત્ર પણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં)
ત્રણેય સંઘાડાઓનું પહોંચવું, ઇત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચારીનું અનુમાન કરી શકાય છે. દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે ભક્તિ પૂર્વક કોઈ પણ તર્ક-વિતર્ક વિના અને આદેશ–પ્રત્યાદેશ વિના ત્રણે સંઘાડાઓને વહોરવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણેય સંઘાડાઓને પ્રતિલાભિત ક્ય. એનાથી એ સ્પષ્ટ થાય છે કે બીજા–બીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું. અને અકલ્પનીય પણ ન હતું. કારણ કે એવું હોય તો તે (દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત (કે પહેલાં મુનિઓ પધારી ગયાં છે) પરંતુ તેણે ત્રણેય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું અને પછી જ પ્રશ્ન ક્યો. તેથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસક્તિની શંકા થઈ એથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદપૂર્વધારી મુનિએ પણ
પોતાની અનાસક્તિ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો. (૮) દેવ કોઈને પુત્રો આપતાં નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે. ગજસુકુમારનો જન્મ – સુખ પૂર્વક સમય પસાર કરતાં એકવાર દેવકી રાણીએ પોતાના મુખમાં સિંહ પ્રવેશ્યો એવું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકોએ તેનું ફળ એ બતાવ્યું કે દેવલોકમાંથી ચ્યવને એક ભાગ્યશાળી જીવ ગર્ભમાં આવ્યો છે. દેવકીએ યોગ્ય વ્યવહાર વિધિથી ગર્ભકાળ પૂર્ણ કર્યો. નવ માસ પછી પુત્રનો જન્મ થયો. ખુશી અને આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. કેદીઓને મુક્તા કરવામાં આવ્યા, અપરાધીઓને પણ માફ કરવામાં આવ્યાં. દસ દિવસના મહોત્સવની ઘોષણા કરવામાં આવી. જેમાં ઋણ અને કર વગેરે માફ કરવામાં આવ્યા. બારમા દિવસે જન્મ મહોત્સવ કરીને નામ કરણ કરવામાં આવ્યું. ગજના તાળવા સમાન સુકોમળ અને લાલ રંગ હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું.
દેવકીએ પોતાની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી, ગજસુકુમારનો બાલ્ય કાળ પસાર થયો. શિક્ષણકાળ દરમ્યાન તેણે વિદ્યાભ્યાસ ર્યો અને ક્રમશ: તરણ અવસ્થામાં પ્રવેશ કર્યો. ગજસુકુમારની સગાઈ - વિચરણ કરતાં-કરતાં અરિહંત અરિષ્ટનેમિનું દ્વારિકામાં પદાર્પણ થયું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના નાના ભાઈ ગજસુકુમારને સાથે લઈને ભગવાનની પાસે જવા માટે રસાલા સાથે નીકળ્યા. જતી વખતે શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર સહેલીઓની સાથે સોનાના દડાથી રમતી સોમા કુમારીને જોઈ. તેના રૂપ, લાવણ્ય, યૌવનને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા. પોતાના સેવકો દ્વારા તેનો પરિચય મેળવ્યો અને તેના પિતા સોમિલ બ્રાહ્મણને ગજસુકુમાર માટે સોમાની માંગણી કરી. સોમિલે આ માંગણી સ્વીકારી ગજસુકુમારનો વૈરાગ્ય :- શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં પહોંચ્યા. અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર સહિત સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને કૃષ્ણ સહિત બધીજ પરિષદ પાછી વળી. ગજસુકુમારને ભગવાનનો ઉપદેશ અત્યંત રુચિકર લાગ્યો; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરી, પોતાની ભાવના વ્યક્ત કરી. ત્યારે ભગવાને કહ્યું 'અહા સુઈ દેવાણુપિયા' આ શબ્દોથી દીક્ષા લેવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી. ગજસુકુમાર ઘેર આવીને માતા-પિતાને વિનંતિ કરતાં કહ્યું કે મેં ભગવાનની વાણી સાંભળી જે મને અત્યંત રુચિકર લાગી અતઃ તમારી આજ્ઞા મેળવીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. દેવકી રાણીને પુત્રના દીક્ષા લેવા સંબંધિત વચનો અત્યંત અપ્રિય લાગ્યા અને સાંભળતાં જ પુત્ર વિરહના દુઃખથી ખૂબ જ દુઃખાભિભૂત થઈ. અંતઃપુરમાં રહેલાં પરિવારિક જનોએ તેની સાર સંભાળ કરી, પાણી અને હવાના ઉપચારથી એને સ્વસ્થ કરવામાં આવી. થોડી સ્વસ્થ થયેલી દેવકી રાણી ઉઠી અને રડતાં, આજંદ કરતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. માતા-પિતા અને ગજસુકુમારનો સંવાદ – હે પુત્ર! તું અમારો ખૂબ જ લાડકવાયો પુત્ર છે. ક્ષણ માત્ર પણ અમે તારો વિયોગ સહન નહિ કરી શકીએ. તેથી જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું સંસારમાં રહે અને વિપુલ સુખ વૈભવનો ઉપભોગ કર, તેના પછી, તું અરિહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેજે. પ્રત્યુત્તરમાં ગજસુકુમારે વૈભવ-વિલાસ અને ભોગ સુખોની અસારતા અને મનુષ્ય આયુની ક્ષણભંગુરતાનું વર્ણન કરતાં કહ્યું કે હે માતા-પિતા! એ કોને ખબર છે કોણ પહેલા જશે? અને કોણ પાછળ રહેશે. માટે હે માતા-પિતા! હું તો હમણાં જ તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને દીક્ષિત થવા ઇચ્છું છું. માતાની મોહ દશાના અતિરેક યુક્ત વાતાવરણની વૈરાગી ગજસુકુમાર પર કોઈ અસર ન પડી.
માતા-પિતાએ ઋદ્ધિ અને વૈભવથી તેને આકર્ષિત કરવાનો પ્રયાસ ક્યો અને તેની અસર ન પડી. ત્યારે તેમણે સંયમજીવનની કઠણાઈઓ અને પરિષહોનું વર્ણન કરતાં કહ્યું કે હે પુત્ર! તું અત્યંત સુકોમળ છે. સંયમ પાલનકરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે, સમુદ્રને બાહુબળથી(ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન અરસ–નિરસ છે અર્થાત્ ઈન્દ્રિયજન્ય કોઈપણ સુખ અનુભવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર