________________ jainology 337 આગમસાર ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ માં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે : मानुष्य कर्म भूम्पार्यदेश कुल कल्पताऽऽयुरुपलब्धौ। श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः / / | [મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય - એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને ‘બોધિ’ (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.] હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે : अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते / स्थावरत्वात्नसत्वं वा तिर्यकत्वं वा कथंचन / / मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् / आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् / / प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकाश्रवणेष्वपि / तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् / / विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम्। तपशाम्येत कषायाग्निबोधिदीपः समुन्मिषेत् / / [અકામ નિર્જરારૂપ પુણ્યસ્થ જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિયચપણું કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સર, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ છે. વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષનો કયારૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યક્ત્વ) રૂપી દીપક પ્રગટ થાય છે. શાન્તસુધારસ'ના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે : बुध्यतां बुध्यता बोधिरतिदुर्लभा। जलधिजलपतित सुररत्नयुक्त्या / /