________________
આગમસાર–પૂર્વાર્ધ
32
આવ્યો હતો ? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકડાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઉઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુંભારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી.
સકડાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હતા છતાં સૈદ્ધાન્તિક આસ્થા તો ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછ્યું – ' આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે ? ' સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃ પૂછ્યું – આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને ? સકડાલે કહ્યું – ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી.
ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરુષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે દુરવ્યવહાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરંત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ કરું, ભગવાને કહ્યું – 'જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગણ્યો.
આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર ર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ ક્યું. આમ બન્ને આત્માએ સદ્ધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા.
ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. સકડાલે તેને ભગવાન સાથે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું પણ તેણે તે ન સ્વીકાર્યુ. અંતે નિરાશ થઈ ચાલ્યો ગયો.
એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકડાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વ્રત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પુત્રોને મારી અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં સકડાલ ડગી ગયા. ક્રોધિત થઈ સકડાલ દેવને પકડવાનો પ્રયત્ન કરતાં દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળી અગ્નિમિત્રા જાગૃત થયાં. પતિને વ્રતમાં સ્થિર ર્યા. સકડાલે પ્રાયશ્ચિત કરી શુદ્ધિ કરી. અંતે નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન ; વીસ વર્ષની શ્રાવક પર્યાય પૂરી કરી; એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુક્તિ મેળવશે. શિક્ષા – પ્રેરણાઃ- = એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરતાં સાથે પુરુષાર્થને પણ સ્વીકારવું જોઇએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતાં અન્યનો એકાંતિક નિષેધ ન કરવો. દુનિયાનાં સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ, નિયતિ અને વસ્તુ સ્વભાવનું પોત–પોતાની સીમામાં મહત્વ સમજવું જોઇએ.
સકડાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત ર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર ર્યો.ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શક્તિ પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઇએ.
નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યક્તિ કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી. કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. પરંતુ તે તથ્ય વ્યવહારથી તદ્ન વિપરીત છે. તથા નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ.
નિયતિ વાદ
વસ્તુ સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ અનુસાર કોઈ એક સમવાયનું પ્રભુત્વ હોઈ શકે છે.
બીજા સમવાયોનું પણ અસ્તીત્વ તો હોયજ છે, પણ બળ વધારે ઓછું થઈ જાય છે.
નિગોદથી અસંશિ પંચેન્દ્રીય સુધી નિયતિ નું પ્રભુત્વ છે. કર્મનું પણ પ્રભુત્વ છે. સ્વભાવ સમવાયનાં પ્રભુત્વનાં કારણે અભવી જીવો મોક્ષમાં જતાં નથી . કાળ સમવાયનાં કારણે શનિવાર પછી સીધો સોમવાર નથી આવતો,આજે આંબો વાવતાં કાલે ફળ નથી મળતાં . મનુષ્ય ભવમાં પુરુષાર્થ નું પ્રભુત્વ અને મહત્વ છે. જે કાર્ય મનુષ્યભવમાં થઈ શકે છે તે બીજે ક્યાંય શક્ય નથી. તેથી મનુષ્યભવ પ્રાપ્ત થતાં જીવે સમ્યક પુરુષાર્થ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઇએ .
આઠમું અધ્યયન – મહાશતક
રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન–સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઊંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું.
તે સમયના રિવાજ પ્રમાણે તેર (૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તેર સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો.
સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ ર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી.
મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોંપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા.