________________
આગમસાર–પૂર્વાર્ધ
294 સૂત્ર-૨૬-૩૦ઃ પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ ગચ્છમાં ફરીથી આવવા ઇચ્છે અને તેઓનો સંયમભાવ થોડો રહ્યો હોય તો તપ અથવા છેદનું પ્રાયશ્ચિત્ત દઈને એને ગચ્છમાં સમાવી લેવા જોઇએ અને સંયમ બાકી ન રહ્યો હોય તો તેને ફરીથી નવી દીક્ષા દેવી. જોઈએ. સૂત્ર-૩૧ : કોઈ વિશેષ પરિસ્થિતિથી અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગ ધારણ કરેલા સાધુને ફરીથી સ્વલિંગ ધારણ કરી ગચ્છમાં રહેવું હોય તો તેને આલોચના સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્ર-૩ર : કોઈ સાધુ સંયમ છોડીને ગૃહસ્થનો વેષ ધારણ કરી લ્ય અને ફરી પાછા ગચ્છમાં આવવા ઇચ્છે તો એને નવી દીક્ષા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. સૂત્ર-૩૩ઃ જો કોઈ સાધુને પોતાના અકૃત્ય સ્થાનની આલોચના કરવી હોય તો તે આલોચના- ૧. પોતાના આચાર્યની પાસે કરે. ૨. તેઓની(આચાર્યની) ઉપસ્થિતિ ન હોય તો પોતાના ગચ્છના બીજા બહુશ્રુત સાધુની પાસે કરે. ૩. તેમની હાજરી ન હોય તો બીજા ગચ્છના બહુશ્રુત સાધુ અથવા આચાર્યની પાસે કરે. ૪. તેઓના અભાવમાં ફક્ત વેષધારી બહુશ્રુત સાધુની પાસે કરે. ૫. એ ન હોય તો દીક્ષા લઈને છોડી દીધેલ બહુશ્રુત શ્રાવકની પાસે કરે. ૬. એનો પણ અભાવ હોય તો સમ્યગુદષ્ટિ અથવા સમભાવી જ્ઞાની પાસે આલોચના કરે અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. ૭. તેમજ તેના અભાવમાં ગામની બહાર અરિહંત, સિદ્ધ પ્રભુની સાક્ષીથી આલોચના કરીને સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. (અહિં અંત સુધી ક્યાંય પણ મંદિર કે મૂર્તિ નો ઉલ્લેખ નથી પણ અંતે ગામની બહાર પૂર્વ તથા ઉતર દિશા સંમુખ થઈ અરિહંત અને સિધ્ધનું આલંબન લેવાનું વિધાન છે.)
બીજા ઉદેશકનો સારાંશ સૂત્ર૧-૫ઃ વિચરણ કરનારા બે અથવા બે થી વધારે ભિક્ષુઓ આચાર્ય આદિની ઉપસ્થિતિ વિના પણ પરિહારતપ વહન કરી શકે છે સૂત્ર-૬-૧૭ઃ (રુણ) રોગી સાધુઓની કોઈપણ અવસ્થામાં ઉપેક્ષા ન કરવી જોઇએ તેમજ તેઓને ગચ્છની બહાર ન કાઢવા જોઇએ પણ તેઓની યથાયોગ્ય સેવા કરવી જોઇએ. સૂત્ર-૧૮-રર - નવમા, દશમા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કરેલ સાધુને સંસારનો વેષ પહેરાવીને પછી જ દીક્ષા આપવી જોઈએ. ક્યારેક સંસારનો વેષ ધારણ કરાવ્યા વિના પણ પુનઃ દીક્ષા દેવી એ ગચ્છ સંચાલકના નિર્ણય પર આધાર રાખે છે. સૂત્ર-૨૩-૨૪: આક્ષેપ અને વિવાદની પરિસ્થિતિમાં સ્પષ્ટ પ્રમાણિત થાય તો જ પ્રાયશ્ચિત્ત દેવું, પ્રમાણિત ન થાય તો સ્વયં દોષી દોષનો સ્વીકાર કરે ત્યારે જ પ્રાયશ્ચિત્ત દેવું. સૂત્ર-૨૫: જેનાં મૃત અને દીક્ષા પર્યાય એક ગુરુ સાંનિધ્યના હોય, એવા સાધુને પદ આપવું. સૂત્ર–૨૬: પરિહાર તપ પૂર્ણ થયા બાદ પણ કેટલાક દિવસ આહાર અલગ રહે છે. છ માસની અપેક્ષા, ઉત્કૃષ્ટ એક મહિના સુધી. પણ આહાર જુદો કરવામાં આવે છે કે જેથી સંવિભાગ વિના તે દૂધ વગેરેનું સેવન કરી શકે છે. સૂત્ર-૨૭: પરિહાર તપ કરનારાને સ્થવિરની આજ્ઞા થાય તો જ બીજા સાધુ તેને આહાર લાવીને દઈ શકે છે અને વિશેષ આજ્ઞા લઈને જ તે ક્યારેક પરિસ્થિતિવશ વિનયનું સેવન કરી શકે છે અન્યથા સદા વિગય રહિત આહાર કરે છે. સૂત્ર-૨૮-૨૯ઃ સ્થવિરની સેવામાં રહેલા પારિહારિક સાધુને ક્યારેક આજ્ઞા થવાથી બંનેની ગોચરી સાથે લાવી શકે છે પણ સાથે વાપરવું નહીં, અલગ પોતાના પાત્રમાં લઈને જ વાપરવું જોઇએ.
ત્રીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ : બુદ્ધિમાન, વિચક્ષણ, ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા અને આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરેલા એવા “ભાવ પલિછન્ન” સાધુ સંઘાડાના પ્રમુખ બનીને વિચારી શકે છે. પરંતુ ગચ્છના પ્રમુખ આચાર્ય આદિની આજ્ઞા વિના વિચરણ કરે તો તે યથાયોગ્ય તપ અથવા બેદરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર બને છે. સૂત્ર-૩–૪ઃ ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ આચાર– સંપન, બુદ્ધિસંપન, વિચક્ષણ, બહુશ્રુત, જિન પ્રવચનની પ્રભાવનામાં કશળ તથા ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારાને ઉપાધ્યાયના પદ પર નિયુક્ત કરી શકાય છે. જે ભિક્ષુ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા હોય પણ તે ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી ન શકાય. સૂત્ર-પ-૬: ઉપાધ્યાયને યોગ્ય ગુણો સાથે જો દીક્ષા પર્યાય પાંચ વર્ષ અને અર્થ સહિત કંઠસ્થ શ્રુતમાં ઓછામાં ઓછા આચારાંગ, સૂયગડાંગ અને ચાર છેદસૂત્ર કંઠસ્થ હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરી શકાય છે તથા તેઓ આઠ સંપદા આદિ દશાશ્રુતસ્કંધ દશા ૪ માં કહેલ ગુણોથી પણ સંપન્ન હોવા જોઈએ. પાંચ વર્ષની દીક્ષાપર્યાયવાળા સાધુ ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૭-૮ઃ ઉપર્યુક્ત ગુણ સંપન્ન તેમજ ઓછામાં ઓછી આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા તથા પૂર્વોક્ત આગમ સહિત ઠાણાંગ, સમવાયાંગ સૂત્રને કંઠસ્થ કરનાર સાધુને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત કરી શકાય છે.
આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૯-૧૦ઃ કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્યતાવાળા સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય, ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. ગચ્છમાં બીજા કોઈ ભિક્ષુ યોગ્ય ન હોય ત્યારે અને અત્યંત આવશ્યકતા હોય તો જ આ વિધાન સમજવું જોઇએ.આ વિધાનથી નવદીક્ષિત સાધુને તે જ દિવસે આચાર્ય બનાવી શકાય છે સૂત્ર-૧૧ : ચાલીશ વર્ષની ઉમરથી ઓછી ઉંમરવાળા અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાયથી ઓછા સંયમવાળા સાધુ-સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના સ્વતંત્ર વિચરવું કે રહેવું કહ્યું નહિ, કારણ કે તેઓને આચાર્ય, ઉપાધ્યાય એ બંનેના સંરક્ષણમાં