________________
jainology
289
આગમસાર
શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળમાં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ – પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે,(પટ્ટિપરિહારથી). આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે.
અનંતકાય જિગ્નેશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવ જગ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ :- નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ -એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના (નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિશ - આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ કુગ થાય તે ફુગ અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ' એવો અવાજ આવે અને તે ભાગ તૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકૂ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ, અંદરના ગરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા રગો દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. જુઓ સારાંશ ભાગ–૨.
કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) કાંદા, બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) બીટ, વજકંદ (૫) લીલી હળદર, આંબા હળદર (૬) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે.
પરિશિષ્ટ-૨: ફ્લેશ ઉત્પત્તિ અને તેની ઉપશાંતિ [ઉદ્દેશક-૧ઃ સૂત્ર-૩૪] જો કે સાધુ આત્મસાધનાને માટે સંયમ સ્વીકાર કરી પ્રતિક્ષણ સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ ક્રિયાઓમાં અપ્રમત ભાવથી વિચરણ કરે છે તથાપિ શરીર, આહાર, શિષ્ય, ગુરુ, વસ્ત્ર, પાત્ર આદિ કષાયના નિમિત્ત બની જાય છે કારણ કેઃ ૧. પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ, ક્ષયપક્ષમ, વિવેક ભિન્ન-ભિન્ન હોય છે. ૨. ક્રોધ-માન આદિ કષાયોની ઉપશાંતિ પણ બધાની અલગ-અલગ હોય છે. ૩. પરિગ્રહત્યાગી હોવા છતાં દ્રવ્યો અને ક્ષેત્રોના પ્રત્યે અમમત્વ ભાવમાં ભિન્નતા રહે છે. ૪. વિનય, સરલતા, ક્ષમા, શાંતિ આદિ ગુણોના વિકાસમાં બધાને એક સમાન સફળતા મળતી નથી. ૫. અનુશાસન કરવામાં અને અનુશાસન પાળવામાં પણ બધાની ક્ષમતા બરાબર હોતી નથી. ૬. ભાષા પ્રયોગનો વિવેક પણ પ્રત્યેકનો ભિન્ન-ભિન્ન હોય છે. ઈત્યાદિ કારણોથી સાધનાની અપૂર્ણ અવસ્થામાં– પ્રમાદવશ, ઉદયભાવથી ભિક્ષુઓ–ભિક્ષુઓ વચ્ચે પરસ્પર ક્યારેક કષાય કે કલેશ ઉત્પન્ન થઈ જાય છે.
ભાષ્યકારે કલહ ઉત્પત્તિના નિમિત્ત કારણ આ પ્રમાણે બતાવ્યા છે. (૧) શિષ્યોને માટે (૨) ઉપકરણોને માટે (૩) કટુ વચનના ઉચ્ચારણથી (૪) ભૂલ સુધારવાની પ્રેરણા કરવાના નિમિત્તથી (૫) પરસ્પર સંયમ નિરપેક્ષ ચર્ચા વાર્તા અને વિકથાઓના નિમિત્તથી (૬) શ્રદ્ધા સમ્પન્ન વિશિષ્ટ સ્થાપના કુલોમાં ગોચરી કરવા કે નહિ કરવાના નિમિત્તથી.
ક્લેશ ઉત્પન્ન થયા પછી પણ સંયમશીલ મુનિના સંજવલન કષાયને કારણે અશાંત અવસ્થા અધિક સમય રહેતી નથી. તે સાવધાન થઈને આલોચના પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય છે.
પરંતુ પ્રસ્તુત સૂત્રમાં એક વિશિષ્ટ સંભાવના બતાવીને, તેનું સમાધાન ક્યું છે કે ક્યારેક કોઈ સાધુ તીવ્ર કષાયોદયમાં આવીને સ્વેચ્છાવશ ઉપશાંત થવા ન ઇચ્છે ત્યારે બીજા ઉપશાંત થનારા સાધુએ તે વિચારવું જોઇએ કે ક્ષમાપના, શાંતિ, ઉપશાંતિ આદિ આત્મનિર્ભર છે, પરવશ નથી. જો યોગ્ય ઉપાય કરવા છતાં પણ બીજો શાંત ન થાય અને વ્યવહારમાં શાંતિ પણ ન લાવે તો તેના કોઈપણ પ્રકારના વ્યવહારથી ફરીથી અશાંતિ ન થવી જોઇએ. સ્વયં પૂર્ણ ઉપશાંત અને કષાય રહિત થઈ જવાથી સ્વયંની આરાધના
રહેવાથી તેની જ વિરાધના થાય છે, બંનેની નહિ, તેથી સાધુને માટે એ જિનાજ્ઞા છે કે સાધક સ્વયં પૂર્ણ ઉપશાંત થઈ જાય.
આ વિષયમાં પ્રશ્ન ઉપસ્થિત ર્યો છે કે જો અન્ય સાધુ ઉપશાંત ન થાય અને ઉક્ત વ્યવહાર પણ શુદ્ધ ન કરે તો એકલાને ઉપશાંત થવું શું જરૂરી છે? તેના ઉત્તરમાં સમજાવ્યું છે કે “કષાયોની ઉપશાંતિ કરવી” એ સંયમનું મુખ્ય લક્ષણ છે. તેનાથી વીતરાગ