________________
આગમસાર
jainology
277 ૧. નિગ્રંથ દ્વારા પુરુષના ભોગોનું નિદાન.૨. નિગ્રંથી દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન.૩. નિગ્રંથ દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૪. નિગ્રંથી દ્વારા પુરુષના ભોગોનું નિદાન.૫-૭જુદાજુદા સંકલ્પ દ્વારા દેવી સુખનું નિદાન ૮. શ્રાવક જીવનની પ્રાપ્તિનું નિદાન. (તેવા નિદાન વાળા સંયમ લઈ શકતા નથી.) ૯. સાધુના જીવનની પ્રાપ્તિનું નિદાન.(તેવા નિદાનથી તે ભવમાં મોક્ષ થઈ શકતું નથી.)
આ નિદાનોનું ખરાબ ફળ જાણીને નિદાન રહિત તપ-સંયમની આરાધના કરવી જોઇએ. વિશેષ :- ૧. પાંચમુ નિદાન સ્વયંની દેવી, સ્વયં વિકર્વિત દેવી અને અન્યની દેવીના ભોગોની ચાહના કરવી. ૨. છઠ્ઠા નિદાનમાં અન્ય દેવોની દેવીની ચાહના કરાતી નથી. ૩. સાતમાં નિદાનમાં સ્વયંની વિફર્વેલી દેવીની પણ ઇચ્છા નથી હોતી. ૪. અનિદાનકૃત આરાધક શ્રમણને કોઈપણ ચાહના હોતી નથી, તેઓ ત્યાં સહજ દૈવિક સુખમાં જ સંતુષ્ટ રહે છે.
| | દશાશ્રુતસ્કંધ સૂત્રનો સારાંશ સંપૂર્ણ
પરિશિષ્ટ-૧ આઠમી દશાનું સંક્ષેપણ- પર્યુષણા કલ્પ. આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. તેનો ઉલ્લેખ ઠાણાંગ સૂત્રના દસમા ઠાણાંમાં છે તથા દશાશ્રુતસ્કંધ નિયુક્તિ ગાથા ૭ માં કપ્પો' એવું નામ પણ ઉપલબ્ધ છે. દશાશ્રુતસ્કંધ સૂત્રની બધી દશામાં સૂત્રકારે એક–એક વિષયનું જ નિરૂપણ કર્યું છે. તદનુસાર આ દિશામાં પણ પર્યુષણા કલ્પ’ સંબંધી એક વિષયનું જ પ્રતિપાદન સ્થવિર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ ક્યું હોવું જોઈએ. નિર્યુક્તિકારના સમય સુધી તેનું તે જ રૂપ રહ્યું છે. - નિર્યુક્તિકારે આ દશામાં સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યુ છે અને પ્રારંભમાં “પર્યુષણ' શબ્દની વ્યાખ્યા કરી છે. સંપૂર્ણ સૂત્રની નિક્તિ ગાથા ૬૭ છે. જેમાંથી પ્રારંભની ત્રેવીસ ગાથાઓમાં કેવળ “પર્યુષણ' શબ્દનું વિસ્તૃત વિવેચન છે.
વર્તમાનમાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પાઠની રચનામાં સંપૂર્ણ કલ્પસૂત્ર(પર્યુષણા કલ્પસૂત્ર) નો સમાવેશ ક્યો છે. તે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થકારોના જીવનનું વર્ણન છે. તેમાં ભગવાન મહાવીરના જન્માદિનું વિસ્તૃત વર્ણન છે અને શેષ તીર્થકરોના જન્માદિનું સંક્ષિપ્ત વર્ણન છે. ત્યાર પછી એ સૂચિત્ત ક્યું છે કે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ થયે ૯૮૦ વર્ષ વીતી ગયા છે અને પાર્શ્વનાથ ભગવાનને મોક્ષ ગયે ૧૨૩૦ વર્ષ થયા છે. વીર નિર્વાણ બાદ એક હજાર વર્ષની અવધિમાં થયેલા આચાર્યોની સ્થવિરાવલી છે. અંતમાં ચાતુર્માસ સમાચારી છે. ચિંતન કરવાથી આ વિભિન્ન વિષયોના બારસો શ્લોક પ્રમાણ જેટલી મોટી આઠમી દશા હોવાનું પ્રતીત થતું નથી.
નિર્યુક્તિની એકસઠ ગાથાઓમાં આવેલા વિષયોનો સારાંશ આ પ્રમાણે છે૧. સાધુ સાધ્વીએ વર્ષાવાસના એક મહિનો વીસ દિવસ વીત્યા પછી અર્થાત્ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઇએ.(અહીં વ્યાખ્યાકારોએ પચાસ પૃષ્ણ જેટલી વ્યાખ્યામાં ક્યાંય ભગવાન મહાવીરનું નામ બતાવ્યું નથી પરંતુ સાધુ-સાધ્વીના નામથી જ આ સૂત્રની વ્યાખ્યા કરી છે.) ૨. સાધુ સાધ્વી જે મકાનમાં નિવાસ કરે ત્યાંથી તેઓએ દરેક દિશામાં અર્ધા ગાઉ સહિત અડધા યોજનથી આગળ ન જવું જોઇએ. ૩. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓએ વિનયનું સેવન કરવું ન જોઈએ. રોગાદિ કારણે વિનયનું સેવન કરવું પડે તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરવું જોઇએ. ૪. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને શય્યા સંતારક ગ્રહણ કરવું કલ્પે છે. અર્થાત્ જીવ રક્ષા હેતુ આવશ્યક સમજવું જોઇએ. ૫. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક ગ્રહણ કરવાનું કહ્યું છે. જેમ કે– (૧) ઉચ્ચાર(વડીનીતનું) માત્રક, (૨) પ્રશ્રવણ માત્રક, (૩) ખેલ-કફ માત્રક. ૬. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી ગાયના રોમ જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાત્ ગાયના રોમ જેટલા વાળ હોય તોપણ સંવત્સરી પહેલાં લોચ કરવો જરૂરી છે. ૭. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં પૂર્વભાવિત શ્રદ્ધાવાન સિવાય કોઈને પણ દીક્ષા દેવી કલ્પતી નથી. ૮. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓએ સમિતિ ગુપ્તિની વિશેષ રૂપથી સાવધાની રાખવી જોઇએ. ૯. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી કોઈ પણ પૂર્વ કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી. ૧૦. સાધુ-સાધ્વીઓએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપોને ચાતુર્માસ દરમ્યાન (પૂરા) કરી લેવા જોઇએ. ૧૧. ચાતુર્માસ કરતા સાધુ-સાધ્વીઓએ પર્યુષણના દિવસે સહેજ પણ આહાર ન લેવો જોઇએ. આ પછી તિર્થંકરોનું વર્ણન આવે છે, સમવાયાંગના અંતમાં તિર્થંકર ગંડીકા,(થોકડો) છે પાના નં-૨૨૩. ગાથા ૩૦૫ થી ૩૧૩ માં :- આઠ સુક્ષમ સાવધાની પૂર્વક પ્રતિલેખના કરવા યોગ્ય છે. જતના કરવા યોગ્ય છે, અનુકંપાથી રક્ષવા યોગ્ય છે. જેની અડવા માત્રથી પણ વિરાધના થાય છે. પ્રાણ સુક્ષમ, પનક સુક્ષમ, બીજ સુક્ષમ, હરિત સુક્ષમ, પુષ્પ સુક્ષમ, અંડ સુક્ષમ, લયન સુક્ષમ, સ્નેહ સુક્ષમ . ૧). પ્રાણ સુક્ષમ તે શરીરથી સુક્ષમ અત્યંત બારીક જે સાધારણ જોવાથી ન દેખી શકાય તેવા બેઈન્દ્રીય તેઈન્દ્રીય ચૌરેન્દ્રીય વગેરે સુક્ષમ જીવો કંથવા, ઝીણી ઈયળ વગેરે જેવા. ૨). પનક સુક્ષમ તે પાંચ પ્રકારની સેવાળ, લીલ, ફૂગ વગેરે. ૩). બીજ સુક્ષમ તે વડનાં બીજ, ઉલૂરનાં બીજ જેવા સુક્ષમ બીજ . ૪). હરિત સુક્ષમ તે કૂણી અને ઝીણી વનસ્પતિ, અંકુરા પ્રમુખ. પુષ્પ સુક્ષમ તે વડ ઉબરાના ફૂલ તથા અન્ય પણ દરેક જાતનાં ફૂલ કૂણા હોવાથી અનંતકાય જ ગણાય છે. જેનોને ફૂલ ત્યાજય જ છે.