________________
274
આગમસાર–પૂર્વાર્ધ
યદ્યપિ અતિચાર, અનાચાર અન્ય અનેક હોઈ શકે છે તો પણ અહીંયા અપેક્ષાથી ૨૦ અસમાધિ સ્થાન અને ૨૧ સબલ દોષ કહ્યા છે. અન્ય દોષોને યથાયોગ્ય વિવેકથી તેમાં અંતર્ભાવિત કરી લેવા જોઇએ.
ત્રીજી દશાઃ તેત્રીસ આશાતના સંયમના મૂલગુણ અને ઉત્તર ગુણના દોષો સિવાય, અવિવેક અને ભક્તિના સંયોગથી ગુરુ, રત્નાધિક આદિ સાથે કરાયેલી પ્રવૃત્તિને આશાતના કહેવાય છે. તેનાથી સંયમ દૂષિત થાય છે અને ગુણો નાશ થાય છે. વિનય વિવેકના સદ્ભાવમાં જ ગુણોની વૃદ્ધિ થાય છે અને પાપ કર્મનો બંધ થતો નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.
એવં ધમ્મસ વિણઓ મૂલ, પરમો સે મોક્નો.- જેણ કિર્તિ સુયં સિગ્યે નિસેસ ચાભિગ૭ઈI - અ.૯, ૧.૨, ગા.૨
જયં ચરે જયં ચિઠે, જયં માસે જયં સએ.- જયં ભુજંતો ભાસંતો, પાવકર્મા ન બંધઈi -દશ.અ.૪,ગા.૮ મોટાનો વિનય ન કરવો અને અવિનય કરવો; આ બંને આશાતના છે. આશાતના દેવ ગુરુની અને સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે તેમજ ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે છે– દેવગુરુની વિનયભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો અથવા નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી કે વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈ પણ પ્રાણી પ્રત્યે અપ્રિય વ્યવહાર કરવો, તેઓની નિંદા તિરસ્કાર કરવી તે “આશાતના” કહેવાય છે.
લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આ બધી અપેક્ષાઓથી આવશ્યક સૂત્રમાં ૩૩ આશાતનાના વિષયોનું કથન ક્યું છે.
મોટાઓની સાથે ચાલવા, બેસવા અને ઊભા રહેવામાં, આહાર, વિહાર, નિહાર સંબંધી સમાચારીના કર્તવ્યોમાં, બોલવામાં, શિષ્ટાચારમાં, ભાવોમાં અને આજ્ઞા પાલનમાં અવિવેક, અભક્તિથી પ્રવર્તન કરવું તે “આશાતના છે.
તાત્પર્ય એ છે કે મોટાની સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સભ્યતા, શિષ્ટતા રાખવી અને જે વ્યવહાર પ્રવર્તાવવાથી મોટાનું ચિત્ત પ્રસન્ન રહે તેવી રીતે જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઇએ. તેત્રીસ આશાતનાઓ માટે જુઓ–પરિશિષ્ટ.(પાના નં ૨૪૯)
ચોથી દશાઃ આચાર્યની આઠ સંપદા સાધુ-સાધ્વીજીઓના સમુદાયની સમુચિત્ત વ્યવસ્થા માટે આચાર્યનું હોવું નિતાન્ત આવશ્યક હોય છે. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રીજામાં નવ દીક્ષિત (ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીના) બાળક(૧૬ વર્ષની ઉમર સુધીના) અને તરુણ (૪૦ વર્ષની વય સુધીના) સાધુ–સાધ્વીજીઓને આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો સ્પષ્ટ નિષેધ છે, સાથે જ શીધ્રપણે પોતાના આચાર્ય, ઉપાધ્યાયનો નિશ્ચય કરવાનું ધ્રુવ વિધાન કર્યું છે. સાધ્વીજી માટે પ્રવર્તિનીની નિશ્રા સહિત ત્રણ પદવીધરોની નિશ્રા હોવી જરૂરી કહી છે. એ પદવીધર શિષ્ય શિષ્યાઓના વ્યવસ્થાપક અને અનુશાસક હોય છે. તેથી તેઓમાં વિશિષ્ટ ગુણોની યોગ્યતા હોવી જરૂરી છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં તેઓની આવશ્યક અને ઔચિત્તય પૂર્ણ યોગ્યતાના ગુણ કહ્યા છે. પ્રસ્તુત દશામાં આચાર્યના આઠ મુખ્ય ગુણો કહ્યા છે. જેમ કે
૧. આચાર સંપન્ન - સંપૂર્ણ સંયમ સંબંધી જિનાજ્ઞાનું પાલન કરનારા, ક્રોધ-માનાદિ કષાયોથી રહિત સુંદર સ્વભાવવાળા હોય. ૨. શ્રુત સમ્પન્ન – આગમોક્ત અનુક્રમ અનુસાર અનેક શાસ્ત્રોને કંઠસ્થ કરનારા અને તેના અર્થ–પરમાર્થને ધારણ કરનારા હોય. ૩. શરીર સમ્પન્ન:- સમુચિત્ત સંહનન, સંસ્થાનવાળા, સશક્ત અને સ્વસ્થ શરીરવાળા હોય. ૪. વચન સમ્પન્ન – આદેય વચનવાળા, મધુર વચનવાળા, રાગદ્વેષ રહિત અને ભાષા સંબંધી દોષોથી રહિત વચન બોલાનારા હોય. ૫. વાચના સમ્પન્ન :- સૂત્રોના પાઠોના ઉચ્ચારણ કરવા અને કરાવવામાં, અર્થ પરમાર્થને સમજાવવામાં તથા શિષ્યની ક્ષમતા યોગ્યતાનો નિર્ણય કરીને શાસ્ત્ર જ્ઞાન દેવામાં નિપુણ હોય. યોગ્ય શિષ્યોને રાગદ્વેષ-કષાય રહિત થઈને અધ્યયન કરાવવાના સ્વભાવવાળા હોય. ૬. મતિ સમ્પન્નઃ - સ્મરણ શક્તિ સમ્પન્ન અને ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત, બુદ્ધિમાન હોય અર્થાત્ ભોળા ભદ્રિકન હોય. ૭. પ્રયોગ મતિ સમ્પન્ન :- વાદ વિવાદમાં એટલે શાસ્ત્રાર્થમાં, પ્રશ્નો અથવા જિજ્ઞાસાઓના સમાધાન દેવામાં, પરિષદનો વિચાર કરીને યોગ્ય વિષયનું વિશ્લેષણ કરવામાં સક્ષમ હોય, તેવા વ્યવસ્થામાં કુશળ હોય, તેમને સમય પર ઉચિત્ત બુદ્ધિની ફુરણા થાય, સમય પર તેઓ યોગ્ય લાભદાયક નિર્ણય અને પ્રવર્તન કરી શકે. ૮. સંગ્રહ પરિજ્ઞા સમ્પન્ન:- સાધુ-સાધ્વીની ઉપધિની અને વિચરણની વ્યવસ્થા તથા ધર્મ પ્રભાવના દ્વારા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ, નિષ્ઠા, જ્ઞાન, વિવેકની વૃદ્ધિ કરવાવાળા, જેનાથી સંયમના આવશ્યક વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારની ઉપલબ્ધિ થતી રહે તેમજ ચતુર્વિધ સંઘમાં બધા શ્રમણ-શ્રમણી નિરાબાધ સંયમ આરાધના કરતા રહે. આચાર્યનું શિષ્યો પ્રત્યે કર્તવ્ય:૧. સંયમ સંબંધી અને ત્યાગ તપ સંબંધી સમાચારનું જ્ઞાન કરાવવું અને તેના પાલનમાં વ્યસ્ત રાખવા, સમૂહમાં રહેવાની કે એકલા રહેવાની વિધિઓ અને આત્મ સમાધિના ઉપાયોના જ્ઞાનનો અભ્યાસ કરાવવો. ૨. આગમોનો ક્રમથી અભ્યાસ કરાવવો, અર્થ જ્ઞાન કરાવીને તેનાથી કેવી રીતે હિત-અહિત થાય છે તે સમજાવવું અને તેનાથી પૂર્ણ આત્મ કલ્યાણ સાધવાનો બોધ આપતા થકા પરિપૂર્ણ વાચના આપવી. ૩. શિષ્યોની શ્રદ્ધાને પૂર્ણ રૂપથી દઢ બનાવવી અને જ્ઞાનમાં તેમજ ગુણમાં પોતાના સમાન બનાવવાનો પ્રયત્ન કરવો.