________________
272
આગમસાર–પૂર્વાર્ધ ૧. પરિહાર તપ અને પારિહારિક સાધની વ્યવસ્થા. ૨. ગચ્છ ત્યાગી એકાકી તેમજ શિથિલાચારી સાધુઓને ફરીથી ગચ્છમાં લેવા સંબંધી વ્યવસ્થા. ૩. વિચરણ વ્યવસ્થા અને આચાર્ય આદિની સાથે સાધુ સાધ્વીની આવશ્યક સંખ્યા. ૪. આચાર્ય અને ઉપાધ્યાય પદ દેવાની યોગ્યતા અયોગ્યતાની અને અન્ય પરિસ્થિતિઓની સૂચનાઓ. ૫. અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા અને ચેતવણી. ૬. સાધુ-સાધ્વીના પરસ્પર વ્યવહાર, વિવેક, વ્યવસ્થા. ૭. દીક્ષા અને સેવા સંબંધી વ્યવસ્થા. ૮. સ્વાધ્યાય અને ક્ષમાપના કરવાની વ્યવસ્થા. ૯. મૃત સાધુ અંગેના પરિષ્ઠાપન કર્તવ્ય. ૧૦. આહાર અને ગવેષણા સંબંધી તથા શય્યાતર સંબંધી નિર્દેશ. ૧૧. અભિગ્રહ પડિમાઓની વિધિઓ. દશાશ્રુતસ્કંધ, બૃહતુકલ્પ અને વ્યવહાર, આ ત્રણે સૂત્રોનું પૂર્વોમાંથી નિયૂહણ કરી સ્વતંત્ર સૂત્ર રૂપમાં સંકલન કરાયું છે. તેથી આ ત્રણે સૂત્રોના મૂળભૂત રચયિતા ગણધર સુધર્મા સ્વામી છે અને પ્રસ્તુત સૂત્ર રૂપમાં ઉદ્ધરણકર્તા ચૌદ પૂર્વ આચાર્ય ભદ્રબાહુ સ્વામી છે
પ્રાયશ્ચિત્ત વિજ્ઞાન પરાધીનતામાં અથવા અપવાદરૂપ સ્થિતિમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત ક્રમ પ્રાયશ્ચિત્તનું નામ જઘન્ય તપ ઉત્કૃષ્ટ તપ ૧ લઘુમાસી એક એકાસણુ સત્તાવીશ એકાસણા ૨ ગુરુમાસી એક નિવી ત્રીસ નિવી ૩ લઘુચૌમાસી એક આયંબિલ એકસો આઠ ઉપવાસ ૪ ગુરુચૌમાસી એક ઉપવાસ એકસો વીસ ઉપવાસ આસક્તિ યા શિથિલ વિચારોથી લાગનારા દોષોનું પ્રાયશ્ચિત્ત :ક્રમ પ્રાયશ્ચિત્તનું નામ જઘન્ય તપ ઉત્કૃષ્ટ તપ ૧ લઘુમાસી એક આયંબિલ સત્તાવીશ આયંબિલ યા ઉપવાસ ૨ ગુરુમાસી એક ઉપવાસ ત્રીસ આયંબિલ યા ઉપવાસ ૩ લઘુચૌમાસી ચાર આયંબિલ એકસો આઠ ઉપવાસ ૪ ગુરુચૌમાસી ચાર ઉપવાસ એકસો વીસ ઉપવાસ અથવા ચાર માસનો છેદ વિરાધનાના કેટલાક પ્રાયશ્ચિત્ત :
૧. પૃથ્વીકાય આદિના સ્પર્શનો એક ઉપવાસ. સચિત્ત પૃથ્વીપર ચાલવાથી યા કચડવાથી ચાર ઉપવાસ અને તે ખાવાથી એક છઠ. ૨. એવી રીતે પાણી, અગ્નિ તથા વનસ્પતિનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઇએ અને અનંતકાયનું પ્રાયશ્ચિત્ત જઘન્ય એક છઠ્ઠ સમજવું. ૩. વરસાદના ગંધારા(ડહોળાયેલા) પાણીમાં ચાલવું પડે તો એક ઉપવાસ, સ્વચ્છ પાણી હોય તો ચાર ઉપવાસ, લીલફૂગ સહિત હોય તો એક છઠ, આ બે–ચાર દસ પગલા ચાલવાનું પ્રાયશ્ચિત્ત છે. જો ૪૦ થી ૫૦ પગલા ચાલવું પડે તો છુટ્ટા ચાર ઉપવાસ, આ રીતે ક્રમશઃ વધુ ચાલવાનું છઠ અને અટ્ટમનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું.
૪. અજાણતા(અનાભોગ)થી સ્થાવર જીવોની વિરાધનાનું આલોચના પ્રતિક્રમણ રૂપ પ્રાયશ્ચિત્ત છે. ૫. જાણીને અતિ અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત એક ઉપવાસ છે. તેનાથી વધુનું ચાર ઉપવાસ, તેનાથી વધુનું એક છ યા અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછી અધિક લાંબા સમય સુધી દોષ ચાલુ રહે અથવા વિરાધનાની માત્રા વધી જાય તો ચોલા-પંચોલા અથવા ૩૦-૪૦-૫૦ ઉપવાસ આદિ સુધી પ્રાયશ્ચિત્ત વધતું જાય છે.
૬. વિરાધનાની સાથે ગૃહસ્થની સેવા આદિ અનેક દોષોનું સેવન એક સાથે કરવાથી અર્થાતુ (ઓપરેશન આદિ)અનેક દોષો ભેગા થવા પર તથા વધારે સમય સુધી દોષ થતા રહેવા પર ૧૨૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
૭. આ દોષોની સીમા વ્યવહારથી કંઈક આગળ વધી જવા પર અથવા અન્ય મોટા દોષો, જેમ કે વાહન પ્રયોગ આદિ એકઠા થવા પર અને દોષોનું સેવન ચાર માસથી પણ અધિક સમય સુધી થવા પર છ માસી પ્રાયશ્ચિત્ત એટલે ઉત્કૃષ્ટ ૧૮૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
૮. દિવસ સંબંધી સકારણ અનેક દોષ કે વિરાધનાઓનું એક સાથે પ્રતિક્રમણમાં ૧ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે તેમજ પ્રમાદ શિથિલાચાર આદિ બધાનું દિવસ સંબંધી પ્રાયશ્ચિત્ત પાંચ ઉપવાસનું આવે છે.આ પ્રાયશ્ચિત્ત નિત્યની ક્રિયા સમાચારી સંબંધી છે છેદ પ્રાયશ્ચિત્ત :- ૧. ઉપર કહેલા દોષોવાળી સ્થિતિમાં અત્યધિક લોક અપવાદ થાય અને દોષ સેવન કરનારાના પરિણામ સંયમ શિથિલતા અને સ્વચ્છંદી થઈ જાય તો છેદ પ્રાયશ્ચિત્ત આવે છે.
૨. (૧) મૂળગુણ દોષોનું વારંવાર સેવન કરવાથી અથવા અત્યધિક લાંબા સમય સુધી દોષોનું સેવન કરવાથી () અકારણ અપવાદનું સેવન કરવાથી. (૩) મૂળગુણમાં દોષોના સેવનથી અધિક લોકનિંદા થવા પર. (૪) અનુશાસનનો અત્યધિક ભંગ કરવા પર. (૫) સ્વચ્છંદતા અથવા તેની પ્રરૂપણા કરવાથી. (૬) આચાર્ય ગુરુ આદિની અત્યધિક આશાતના કરવાથી. ઇત્યાદિક પરિસ્થિતિઓમાં પ્રાયશ્ચિત્ત દાતાને યોગ્ય લાગે તો છેદ પ્રાયશ્ચિત્ત આપે અથવા તપ પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે.
૩. અગીતાર્થ સાધુ-સાધ્વીને પહેલા એક-બે વાર ચેતવણી આપ્યા વગર છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી.
૪. સ્વયં પોતે સરલતા પૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવાથી, બીજા દ્વારા દોષ પ્રગટ કરીને, સાબિત કરીને પ્રાયશ્ચિત્ત અપાવવામાં આવે તો છેદ પ્રાયશ્ચિત્ત જ આવે છે. બીજા દ્વારા દોષ સિદ્ધ કરવા છતાં પણ જે ઘણીવાર જૂઠ-કપટ કરે, ભૂલ સ્વીકાર ન કરે, ત્યાર પછી લાચાર થઈને દોષ સ્વીકાર કરે તો તેને “મૂળ' પ્રાયશ્ચિત્ત આવે છે. અર્થાત્ નવી દીક્ષા આપવામાં આવે છે અને છેવટ સુધી પણ સરલતા ધારણ ન કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી પરંતુ ગચ્છની બહાર મૂકવામાં આવે છે.