________________
233
jainology
આગમસાર પરિગ્રહના ત્રીસ પર્યાયવાચી શબ્દ :- (૧) પરિગ્રહ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (૬) સંભાર(મંજૂષા) (૭) સંકર (૮) આદર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહર્થિકા (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણતા (૧૭) ભાર (૧૮) સંપાતોત્પાદક- અનર્થોને ઉત્પન્ન કરનાર (૧૯) કલહનો પટારો (૨૦) પ્રવિસ્તાર (૨૧) અનર્થ (૨૨) સંસ્તવ (૨૩) અગુપ્તિ (૨૪) આયાસ(ખેદ–પ્રયાસ) (રપ) અવિયોગ (૨૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (૨૯) આસક્તિ (૩૦) અસંતોષ.
આ સાર્થક નામોમાં બંને પ્રકારના દ્રવ્ય અને ભાવ પરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રીસ નામ પરિગ્રહનું વિરાટ રૂપ સૂચિત્ત કરે છે. શાંતિ સંતોષ સમાધિથી જીવન વ્યતીત કરનારાઓએ પરિગ્રહના વિભિન્ન રૂપોને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહધારી:- (૧) ચારે જાતિના ૯૯ પ્રકારના દેવ મહાન ઋદ્ધિના ધારક છે. તેમાં પણ ઈન્દ્ર, સામાનિક, ત્રાયટિંશક, લોકપાલ, અહમિંદ્ર આદિ વિશેષ એશ્વર્યના સ્વામી છે. તે દેવગણ પણ પોત પોતાની પરિષદ સહિત, પરિવાર સહિત, વિશાળ પરિગ્રહના સ્વામી છે, તેમાં અલ્પાધિક મૂચ્છભાવ રાખે છે. ત્યાંના ભવન, વિમાન, આવાસ, યાન–વાહન, શય્યા, ભદ્રાસન, સિંહાસન,
અનેક પ્રકારના મણિરત્ન તેમજ મણિરત્નોના પાત્ર, વૈક્રિય લબ્ધિ સંપન્ન અપ્સરાઓ (દેવીઓ) આદિ તેના સ્વામીત્વમાં હોય છે. (૨) ચૈત્યસ્તૂપ, માણવક સ્થંભ, ગ્રામ, નગર, બગીચા, જંગલ, દેવાલય, સરોવર, વાવડી, પરબ તેમજ વસ્તી આદિ સ્થાનોનો આ દેવ મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. (૩) અત્યંત વિપુલ લોભમાં ગ્રસિત આ દેવોમાંથી કોઈ દેવ તિરછાલોકના વર્ષધર(વિશાળ) ક્ષેત્ર, દ્વિીપ, સમુદ્ર, નદી, પર્વત, ઇસુકાર, દધિમુખ, શેલ, કૂટ આદિમાં રહે છે. આ પ્રકારના દેવ ઉપર કહેલ મહાન ઋદ્ધિના સ્વામી, વૈક્રિય લબ્ધિ તેમજ દેવાંગનાઓ યુક્ત થઈને વિપુલ ઐશ્વર્યનો અનુભવ ભોગ-ઉપભોગ અસંખ્યવર્ષો સુધી કરવા છતાં તૃપ્ત (સંતોષ) થતા નથી અને અતૃપ્ત અવસ્થામાં જ ત્યાંથી મરીને અન્ય ગતિમાં ચાલ્યા જાય છે. પરિગ્રહની લાલસામાં દેવગણને પણ સંતોષ હોતો નથી, તો મનુષ્યોને અથવા અન્ય પ્રાણીઓનું તો કહેવું જ શું? (૪) અકર્મભૂમિમાં રહેનારા યુગલિક મનુષ્ય અને કર્મભૂમિમાં રહેનારા ચક્રવર્તી બલદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સામાન્ય રાજા, રાજ્યકર્મચારી, મંત્રી, રાજકુમાર, શેઠ, શાહુકાર, સેનાપતિ, પુરોહિત સાર્થવાહ આદિ મહાન ઋદ્ધિ સંપત્તિથી તેમજ મનોશ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન હોય છે. મનોહર મનોજ્ઞ લલનાઓ સ્ત્રીઓ તેમજ પુત્ર પરિવારથી સંપન્ન હોય છે. તેને પણ ધન-ધાન્ય, પશુ, ભંડાર, વ્યાપાર, મકાન, જમીન, જાયદાદ, આભૂષણ, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક, મોતી, સોના, ચાંદી, ઝવેરાત, યાન, વાહન, રથ, પાલખી, આદિ સુખ સામગ્રી અને ભોગ સામગ્રી હોય છે. દાસ, દાસી, નોકર આદિ જેમની સેવામાં હાજર રહે છે. તે પણ મહા પરિગ્રહના સ્વામી, મમત્વ, લોભ, લાલસાની અગ્નિ શાંત ન થવાથી અંતમાં અતૃપ્તપણામાં જ મરી જાય છે. અર્થાત્ તેઓ પણ વિશાલ પરિગ્રહ, સુખ, ભોગથી સંતુષ્ટ તૃપ્ત થતાં નથી, તો પછી સામાન્ય પ્રાણીઓને માટે શું કહેવું (૫) બીજા પણ અનેક સામાન્ય મનુષ્ય, તિર્યંચ પોતપોતાને મળેલ પરિગ્રહ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર–સ્ત્રી-પુત્ર સુખ-ભોગ સામગ્રીમાં, ખાવા-પીવામાં, વસ્ત્ર, ઉપકરણ, મકાન, દુકાન આદિમાં તથા જીવનના કોઈપણ સાધન અને આ શરીરમાં મુચ્છભાવ રાખે છે, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની સદા કામના ઇચ્છા તેને હોય છે, તે પણ લાલસાની લાય શાંત ન થવાથી. મહાપરિગ્રહી કહેવાય છે અને અતૃપ્ત અસંતુષ્ટ જ મરી જાય છે. (૬) બીજા પણ કેટલાક લોકો પરિગ્રહ-સંગ્રહને માટે કેટલાય પ્રકારની (૪) વિદ્યાઓ (૭૨) કલાઓ શીખે છે. અસિ–મસિ-કૃષિ કર્મ કરે છે, વિવિધ વ્યાપાર- વાણિજ્ય, ખેતી, કારખાના આદિ સેંકડો ઉપાય કરીને ધન સંગ્રહને માટે જીવન પર્યત અહીં-તહીં ભટકતા રહે છે. (૭) પરિગ્રહ સંગ્રહને માટે કેટલાક લોકો અનેક હિંસા કાર્ય કરે છે, ખોટા અનૈતિક કાર્યોનું સેવન કરે છે, ક્રોધ, માન, માયા, લોભ,
ક્લેશ-ઝઘડા–વૈર-વિરોધ વધારતા રહે છે, ઇચ્છા, તૃષ્ણા, ગૃદ્ધિ લોભમાં ગ્રસ્ત રહે છે. (૮) આ રીતે આ પરિગ્રહની જાળમાં બધા સંસારી જીવો ફસાયેલા છે. પરિગ્રહ પાપના ખરાબ પરિણામ:- પરિગ્રહમાં આસક્ત બનેલા પ્રાણી તેના ઉપાર્જનમાં, ઉપભોગમાં તેમજ તેની રક્ષા કરવામાં અનેક પ્રકારના પાપકાર્યોનું આચરણ કરીને કર્મનો સંગ્રહ કરતાં રહે છે. તેઓ આ લોકમાં પણ સદગતિ સન્માર્ગ અને સખશાંતિથી નષ્ટ–ભ્રષ્ટ થાય છે, અજ્ઞાન મોહ અંધકારમાં ડૂબતા રહે છે. લોભને વશ થયેલા વિવેક વગરના થઈને ભૂખ, તરસ, ગરમી, ઠંડી આદિ કષ્ટોને સહન કરે છે. અંતમાં બધો પરિગ્રહ પરવશપણે છોડીને તથા તેના મમત્વ આસક્તિથી બંધાયેલ કર્મોની સાથે નરકગતિ, તિર્યંચગતિ આદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે અને મહાન દુઃખોને ભોગવતા રહે છે.
વિવેકવાન વિજ્ઞજનોએ આ પરિગ્રહ, લોભ, તૃષ્ણાની જાળથી મુક્ત થઈને આત્માની દુર્દશાથી સુરક્ષા કરવી જોઇએ. ભવોભવમાં વિવિધ પરિગ્રહને અને સ્વર્ગલોકને પણ છોડીને આ જીવ મરતો રહે છે અને અહીંથી પણ છોડીને એક દિવસ મરી જાવું પડશે. માટે જ્ઞાન અને વિવેક દ્વારા સમજીને, સંતોષ તેમજ વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરી લેવો ખૂબ જ કલ્યાણકારી છે. સંપૂર્ણ ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ આશા તૃષ્ણાને રોકી, પરિગ્રહની સીમા(હદ) મર્યાદા કરીને બાકી સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્ત થઈ જવું જોઇએ. આમ કરવાથી પ્રાણી સંસારમાં રહેવા છતાં પણ પરિગ્રહના આ કટુ પરિણામોથી મુક્ત રહી શકે છે અને તક લાગતાં એક દિવસ સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીને સંસાર ભ્રમણથી હંમેશાંને માટે મુક્ત થઈ શકે છે. પ્રથમ શ્રુતસ્કંધનો ઉપસંહાર :- આ પાંચ આશ્રવોના નિમિત્તથી જીવ નિરંતર કર્મોનો સંગ્રહ કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. કોઈ અભાગી પ્રાણી તો ધર્મનું શ્રવણ પણ કરતા નથી. કોઈ મિથ્યાદષ્ટિ અધાર્મિક નિકાચિત્ત બંધવાળા અથવા પ્રમાદી, ધર્મનું આચરણ કરતા નથી. તીર્થકર ભગવંતોએ સમસ્ત રોગો, દુ:ખોનો નાશ કરવાને માટે ગુણયુક્ત મધુર વિરેચન