________________
jainology |
227
-:
=
॥ સમવાયાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥
પ્રશ્નવ્યાકરણ
પ્રાકથનઃ
દ્વાદશાંગીમાં આ દશમું અંગસૂત્ર છે. તે પહેલાના છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અંગસૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે અને ત્યારપછી પણ અગિયારમું અંગસૂત્ર વિપાક સૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે. તેથી આ સૂત્રનું મૂળ સ્વરુપ પણ કથા પ્રધાન હોવાની સંભાવના છે. ઉપલબ્ધ આ દશમા અંગશાસ્ત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરનું વિસ્તાર પદ્ધતિથી વર્ણન છે.
ઉપલબ્ધ સ્વરૂપ :• વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમના બે શ્રુતસ્કંધ છે બંનેમાં પાંચ-પાંચ અધ્યયન છે. જેમાં હિંસા આદિ પાંચ આશ્રવોનું અને અહિંસા આદિ પાંચ સંવરનું ક્રમથી વર્ણન કરાયું છે. બીજો કોઈ વિષય અથવા ચર્ચા તેમાં નથી. ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૫૬ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે.
આગમસાર
પ્રથમ શ્રુતસ્કંધ : આશ્રવ દ્વાર
પહેલું અધ્યયન (હિંસા)
હિંસાનું સ્વરૂપ હિંસાના સ્વરૂપને સમજવાને માટે ૨૨ વિશેષણ છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસા પ્રથમ પાપ હોવાથી પાપરૂપ છે. (૨) ઉગ્ર થવાથી જીવ હિંસા કરે છે તેથી તે પ્રચંડ છે. (૩) રૌદ્ર પરિણામોથી થાય છે તેથી તે રૂદ્ર છે. (૪) ક્ષુદ્ર, અસહિષ્ણુતા, તુચ્છ પ્રકૃતિક તેમજ સંકીર્ણ મનવાળાથી જ હિંસા કરાય છે તેથી તે ક્ષુદ્ર છે. (૫) અચાનક વિચાર ર્યા વગર અથવા વિવેકની ખામીથી કરાય છે. (૬) અનાર્ય પુરુષો દ્વારા આચરત હોય છે. (૭) પાપની ઘૃણા રહિત નિઘૃણા છે. (૮) ક્રૂર-રૂક્ષ હોવાથી નૃશંસ છે. (૯) મહાભયકારી છે અર્થાત્ જેની હિંસા કરાય છે તે પણ ભયથી વ્યાપ્ત થાય છે, હિંસાને જોનારા પણ ભયથી વ્યાપ્ત થાય છે અને હિંસા કરનારા પણ પોતાના ભૂત, ભવિષ્ય, વર્તમાન કોઈ પણ ભયથી વ્યાપ્ત થઈને હિંસા કરે છે. (૧૦) તે પ્રત્યેક પ્રાણીને ભયકારી છે અર્થાત્ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય હોય છે. (૧૧) મૃત્યુથી વધીને બીજો કોઈ ભય નથી તેથી આ હિંસા અતિભયકારી છે. (૧૨) ભયને ઉત્પન્ન કરનારી છે. (૧૩) ત્રાસ–ક્ષોભકારી છે, પીડા ઉત્પન્ન કરનારી છે. (૧૪) જીવોને માટે અન્યાયકારી છે. (૧૫) ઉદ્વેગ—ગભરાટ કરનારી છે. (૧૬) બીજાના પ્રાણોની પરવાહ કરનારી નથી. (૧૭) ત્રણ કાળમાં પણ હિંસા, ધર્મ થઈ શકતી નથી તેથી તે નિધર્મ છે. (૧૮) બીજાના જીવનની પરવાહ હોતી નથી તેથી તે નિષ્મિપાસ છે. (૧૯) કરુણા રહિત હોવાથી નિષ્કરુણા છે. (૨૦) હિંસા નરક ગતિને પ્રાપ્ત કરાવનારી છે. (૨૧) આત્માને મહામોહમાં નાખનારી હોવાથી મહામોહભય પ્રવર્તક છે. (૨૨) મરણરૂપ હોવાથી જીવોને વિમન બનાવનારી છે. તે હિંસાના સ્વરૂપની વિવિધ અવસ્થાઓને બતાવનારા આ વિશેષણો છે. હિંસાના નામ : પર્યાયવાચી શબ્દ :- (૧) પ્રાણવધ (૨) શરીરથી (જીવનું) ઉન્મૂલન (૩) અવિશ્વાસ (૪) હિંસ્ય, વિહિંસા (૫) અકૃત્ય (s) ઘાત (૭) મારણ (૮) વધના (વધકારી) (૯) ઉપદ્રવ (૧૦) અતિપાત (૧૧) આરંભ–સમારંભ (૧૨) આયુષ્યનો ઉપદ્રવ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કટકમર્દન (૧૬) વ્યપરમણ(પ્રાણોથી જીવ જુદો કરવો) (૧૭) પરભવમાં પહોંચાડવાવાળી (૧૮) દુર્ગતિમાં પાડવાવાળી ‘દુર્ગતિ પ્રપાતક’ (૧૯) પાપકોપ(પાપને ઉત્તેજિત કરાવવાવાળી) (૨૦) પાપ લોભ (પાપ પ્રતિ પ્રેરિત લુબ્ધ કરવાવાળી) (૨૧) છવિચ્છેદ (૨૨) જીવંતકર (૨૩) ભયંકર (૨૪) ૠણકર(ઋણને ચઢાવવાવાળી) (૨૫) વજ(આત્માને ભારે કરવાવાળી) (૨૬) પરિતાપ આશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિર્યાપન(પ્રાણ સમાપ્ત કરવાવાળી) (૨૯) લંપન (૩૦) ગુણોની વિરાધક. કેટલાક નામ સમાન દેખાતા હોવા છતાં પણ પોતાની કંઈક વિશેષતાયુક્ત છે. હિંસકોના પાપકાર્ય :- પાપમાં આસક્ત કરુણાહીન તેમજ અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આનંદનો અનુભવ કરવાવાળા પુરુષ જલચર જીવ–મચ્છ, કચ્છ, દેડકો, ગ્રાહ, સુંસુમાર આદિ જીવોની ઘાત કરે છે. સ્થલચર–હાથી, ઘોડા, ગાય, બકરા, સસલા, હરણ આદિની ઘાત કરે છે. ઉરપરિસર્પ–સાપ આદિ, ભુજપરિસર્પ–નોળિયો, ઉંદર વગેરે અને ખેચર–ચકલી, કબૂતર પોપટ, હંસ, કુકડા વગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરે વિવિધ દીન હીન પ્રાણીઓની પણ પાપી પુરુષ હિંસા કરે છે.
હિંસાનું પ્રયોજન :– પાપી પ્રાણી નીચેના કારણે અને પોતાના સ્વાર્થોને લઈને જીવોની હિંસા કરે છે– (૧) ચામડા, માંસ, લોહી, નખ, દાંત, આંતરડા, શીંગડા આદિ શરીર અવયવોને માટે પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. (૨) મધને માટે મધમાખીઓને હણે છે. (૩) શરીરની શાતા માટે માંકડ, મચ્છર આદિને મારે છે. આ રીતે પોતાના સ્વાર્થને માટે ઉંદર, ઉધઈ, અનાજના જીવ, સાપ, કૂતરા, વિંછી આદિ પ્રાણીઓનો વિનાશ કરે છે. (૪) રેશમ આદિ વસ્ત્રોને માટે અનેકાનેક બેઇન્દ્રિય કીડાઓનો ઘાત કરે છે. (૫) બીજા અનેક પ્રયોજનોથી ત્રસ પ્રાણીઓનો ઘાત કરે છે તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોના આશ્રયમાં રહેતા થકા અનેક ત્રસ જીવોની જાણી જોઈને અથવા અજાણતા હિંસા કરતા રહે છે. તે અજ્ઞાની પ્રાણી આ અસહાય ત્રસ જીવોને, સ્થાવર જીવોને તેમજ સ્થાવર જીવોના આશ્રયમાં રહેલા ત્રસ જીવોને જાણતા નથી. કેટલાંક પ્રાણીઓના વર્ણ આદિ આશ્રયભૂત પૃથ્વી આદિની સમાન જ હોય છે તેથી તેમાંથી કેટલાક જીવો તો આંખથી પણ દેખાતા નથી.
સ્થાવર જીવોની હિંસાનું પ્રયોજન : (૧) ખેતી માટે, કૂવા, વાવડી, તળાવ અથવા સરોવર બનાવવા માટે, મકાન બનાવવા માટે, વાસણ, ઉપકરણ બનાવવા માટે તથા આજીવિકાને માટે કેટલાય પ્રકારના ખનિજ પદાર્થોનું ઉત્પાદન અથવા વ્યાપાર કરવાને માટે પૃથ્વીકાયના જીવોની હિંસા કરવામાં આવે છે.
(૨) સ્નાન, ભોજન બનાવવું, પીવા, ધોવા આદિ પ્રવૃત્તિઓમાં, ઘર કાર્યોમાં, આવાગમન માટે નાવ(હોડી)માં ચાલવા અથવા પાણીમાં તરવા આદિથી અપ્લાયના જીવોની હિંસા કરાય છે. પાણી પોતે જીવોના શરીરથી બને છે તેના ઉપયોગથી તે જીવોનો વિનાશ થાય છે.