________________
આગમચાર-પૂર્વાર્ધ
210
(૩-૭)xxxx નોંધ: ઠાણાંગસૂત્રમાં સમયે સમયે અનેક સંકલન કે પરિવર્ધન થયા છે, અને જુની પ્રતો એકસમાન નથી. મકાનના અભાવમાં (દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ભયના કારણથી પણ) સાધુઓ અને સાધ્વીઓએ એક જ મકાનમાં ન રહેતાં, ગ્રહસ્થી કે શ્રાવક(અમાપિયા) ની સહાય લેતા અચકાવું જોઇએ નહિં, જેથી લોકનદાનું કારણ ન થાય. વસ્તીનાં અભાવમાં બે સંઘાડા ભેગા થવાનું કારણ પણ નથી. દ્રવ્યપ્રતિબધ્ધ કે ભાવપ્રતિબધ્ધ મકાન પણ જયાં વર્જય છે તો એકજ મકાન કેમ શક્ય કહેવાય?
અપવાદ માર્ગની પ્રરુપણા ન હોય, અપવાદ તો અનેક કે અસંખ્ય હોય, પરિસ્થીતિ અનુસાર વિવેકથી જ નિર્ણય કરવાનો હોય. ઉપદેશ અને આદેશ આત્માનાં વિવેકને જાગૃત કરવા માટે હોય છે. અંતે નિર્ણય તો સર્વોપરી આત્માએજ કરવાનો હોય છે. મતિજ્ઞાન તેમાં સહાયક થાય છે, જે શ્રુતથી આપી શકાતું નથી. તો પછી ઘણાબધા અપવાદની પ્રરૂપણા શા માટે?
- અહિં આજ્ઞાનું મહત્વ ઓછું આકવાનું નથી પણ આજ્ઞામાં રહેલા આશયને–ભાવને ગ્રહણ કરવાના હોય, જેમ પરઠવા નિકળેલા ધર્મરુચી અણગાર કડવા તુંબડાનું શાક આત્મનિર્ણયથી પી ગયા. (૮) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ અને સમકિત વગેરે પાંચ સંવર છે. ક્રિયાઓ ૨૫ છે. ૧. પ્રયોગ ક્રિયા ૨. સામુદાન ક્રિયા ૩. ઇરિયાવહી ક્રિયા અને બાકીની રર ક્રિયા બીજા સ્થાનમાં જોઈ લેવી. (૯) પાંચ વ્યવહારોનો યોગ્ય ક્રમથી અને અનાગ્રહ ભાવથી ઉપયોગ કરવો જોઇએ, ત્યારે જ આરાધના થાય છે.
સ્પિષ્ટીકરણ માટે જુઓ વ્યવહાર સૂત્રો (૧૦) શરીર અને ઉપકરણોના પરિકર્મ(ધોવું, સીવવું વગેરે)થી તેમજ વધુ ઉપકરણો રાખવાથી પણ સંયમનો ઉપઘાત (ક્ષતિ) થાય છે અને પ્રમાદમાં સમય વ્યતીત થાય છે. (૧૧) ધર્મ, ધર્મીજન અને ધર્મફળની નિંદા કરવાથી જીવ દુર્લભ બોધિ (કઠિનતાથી જ્ઞાનાવરણીય કર્મ તોડી શકે તેવો) થાય છે, તેનાથી વિપરીત ગુણ કીર્તન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. (૧૨) વનસ્પતિ ઊગવાના ૫ સ્થાન- ૧. અગ્ર ૨. મૂળ ૩. સ્કંદ ૪. પર્વ ૫. બીજ. (૧૩) પાંચ આચાર પ્રકલ્પ(નિશીથ સૂત્રની અપેક્ષાએ) છે- ૧. લઘ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૨. ગરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૩. લઘુ ચોમાસી ૪. ગુરુ ચોમાસી પ. આરોપણ. તેમાં ક્રમશઃ ચાર, એક, આઠ, છ તેમજ એક ઉદ્દેશક છે. (૧૪) આરોપણાના પાંચ પ્રકાર છે– ૧. વહન કરાવવામાં આવનાર ૨. સ્થાપિત રાખનાર (હાલમાં મુલત્વી) ૩. થોડો સમય ઓછો કરવામાં આવનાર ૪. પરિપૂર્ણ દેવામાં આવનાર ૫. શીધ્ર વહન કરાવવામાં આવનાર. (૧૫) ઋષભદેવ ભગવાન, બ્રાહ્મી, સુંદરી, ભરત, બાહુબલી એ પાંચેયની ૫૦૦ ધનુષની ઊંચાઈ હતી. (૧૬) અવાજથી, સ્પર્શથી, ભૂખ લાગવાથી, સ્વપ્ન જોવાથી અને ઊંઘ પૂરી થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે, મળ-મૂત્રની બાધા થવાથી કે વેદના થવાથી પણ વ્યક્તિ જાગી શકે છે. (૧૭) આચાર્ય – ઉપાધ્યાય પાંચ કારણથી ગચ્છ છોડી શકે છે. ૧. અનુશાસન બરાબર ન ચાલવાથી. ૨. ગણમાં વિનયનું પાલન બરાબર ન કરાવી શકવાથી. ૩. વાચનાદાન પ્રવૃત્તિ બરાબર ન થઈ શકવાથી. ૪. કોઈ નિર્ચથી પ્રત્યે આસક્તિ ભાવ, અસંયમ ભાવ થઈ જવાથી. ૫. મિત્ર, કુટુંબી વગેરે ગણમાંથી નીકળી જતા તેમને પુનઃ લાવવા કે સંભાળવા માટે.
ત્રીજો ઉદ્દેશક (૧) પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી પાંચ-પાંચ ભેદ છે. કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. (૨) મુંડન દસ છે – પાંચ ઇન્દ્રિય મુંડન (નિગ્રહ), ચાર કષાય મુંડન અને દશમું શિર મુંડન. (૩) પાંચ અગ્નિ- ૧. અંગાર–ધગધગતો અગ્નિ પિંડ ૨. જ્વાલા–છિન્ન શિખા ૩. મુર્મર–ભસ્મ યુક્ત અગ્નિ કણ ૪. અર્ચિ–અચ્છિન્ન જ્વાળા ૫. અલાત– બળતી લાકડી, છાણું વગેરે. (૫) સંયમ પાલનમાં ઉપકારક પાંચ છે– ૧. છ કાય ૨. ગચ્છ ૩. રાજા ૪. ગૃહસ્થ ૫. શરીર. (૬) કોઈક સમયે અથવા હંમેશાં કામ આવનારી વસ્તુને નિધિ કહેવામાં આવે છે, તે ૧.પુત્ર મિત્ર ૩.કલા ૪.ધન ૫.ધાન્ય પાંચ છે (૭) શુદ્ધિ-પવિત્રતા પાંચ પ્રકારની હોય છે– ૧. અશુચિની શુદ્ધિ માટીથી ૨. મેલની શુદ્ધિ– પાણીથી ૩. વાસણની શુદ્ધિ– અગ્નિ કે રાખથી ૪. મનની શુદ્ધિ- મંત્રથી ૫. આત્માની શુદ્ધિ બ્રહ્મચર્યથી થાય છે. (૮) અલ્પવસ્ત્ર હોવાથી પાંચ શ્રેષ્ઠ લાભ– ૧. ઓછું પ્રતિલેખન ૨. લઘુતા– ઉપકરણોને સંભાળવા અને વિહારમાં ઉઠાવવા ઓછા ૩. પરિગ્રહ રહિતતા રૂપ(વેષ) ઉપર વિશ્વાસ ૪. વિપુલ તપ થાય છે અને જિન મત અનુસાર તપ થાય છે. ૫. મહાન ઇન્દ્રિય નિગ્રહ, પરીષહ વિજય થાય છે. (૯) મૃત્યુ સમયે જીવ પાંચ સ્થાનેથી નીકળે છે– ૧. પગેથી નીકળનાર જીવ નરકમાં જાય છે. ૨. ઘૂંટણ ઉપરના પગમાંથી નીકળનાર, જીવ તિર્યંચમાં જાય છે. ૩. છાતીએથી નીકળનાર મનુષ્યલોકમાં જાય છે. ૪. મસ્તકથી નીકળનાર જીવ દેવલોકમાં જાય છે. ૫. સર્વાગથી નીકળનાર જીવ મોક્ષમાં જાય છે. (૧૦) પચ્ચકખાણ શુદ્ધતા– ૧. શ્રદ્ધાપૂર્વક ગ્રહણ ૨. વિનય યુક્ત ગ્રહણ ૩. વચનથી સ્વીકાર તેમજ અંતિમ ઉચ્ચારણ ૪. શુદ્ધ-નિરતિચાર પાલન પ. ભાવશુદ્ધ રુચિપૂર્વક, સમજપૂર્વક, ઉત્સાહયુક્ત ગ્રહણ, ધારણ અને પાલન. (૧૧) સૂત્ર અધ્યયનના હેતુ અથવા લાભ– ૧. તત્ત્વોથી જ્ઞાન, વિજ્ઞાન થાય છે. ૨. શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. ૩. ચારિત્ર આરાધનાના પરિણામોને બળ મળે છે. ૪. પ્રાપ્ત શુદ્ધ જ્ઞાન, કદાગ્રહ જડતાને નિર્મળ કરવામાં, સુલટાવવામાં સહાયક બને છે. ૫. પદાર્થોના યથાર્થ ભાવનું જ્ઞાન થાય છે.