________________
આગમસાર–પૂર્વાર્ધ
204
(૪) સૌધર્મ–ઈશાન દેવલોકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પ્રથમ કિષિી છે. સનત્કુમાર–માહેન્દ્ર દેવલોકમાં ત્રણ સાગરોપમની સ્થિતિવાળા બીજા કિલ્વિષી છે. લાંતક (છઠ્ઠા) દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા કિલ્વિષી છે. (૫) ત્રણ પર્વત ચૂડી આકારના (વલયાકાર) છે – ૧. માનુષોત્તર પર્વત ૨. કુણ્ડલવર પર્વત ૩. રુચકવર પર્વત.
(૬) તપસ્વી, રોગી અને નવદીક્ષિત એમ ત્રણે ય અનુકંપાને પાત્ર છે, જે તેમને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અનુકંપાના પ્રત્યનીક(વિરોધી) ગણાય છે.
(૭) શરીરમાં હાડકા, મજ્જા, વાળ, મૂંછ, દાઢી, રોમ, નખ, એ પિતાના અંગ છે; માંસ, લોહી અને મસ્તક એ માતાના અંગ છે. (૮) શ્રમણ નિગ્રંથના ત્રણ મનોરથ છે— ૧. થોડું કે વધારે જેટલું પણ શ્રુત જ્ઞાન ઉપલબ્ધ છે તેનું સંપૂર્ણ અધ્યયન કરું. ૨. એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરી વિહાર કરું. ૩. સંલેખના—સંથારાયુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરું.
(૯) શ્રાવકના ત્રણ મનોરથ છે– ૧. ઓછો કે વધુ જેટલો પણ પરિગ્રહ છે તેનો ત્યાગ કરું. ૨. સંયમનો સ્વીકાર કરું. ૩. સંલેખના—સંથારો ધારણ કરી પંડિત મરણ પ્રાપ્ત કરું. મન–વચન અને કાયા એમ ત્રણેય યોગથી આ ત્રણે ય ભાવના ભાવવાથી મહાન કર્મનિર્જરા થાય છે, તેમજ સાધુ કે શ્રાવક સંસારચક્રનો અંત પામનાર બને છે.
(૧૦) પરમાણુ પુદ્ગલની ગતિ ૧. પરમાણુ પુદ્ગલથી ૨. અત્યંત રૂક્ષતાથી તેમજ ૩. અલોકથી પ્રતિહત થાય છે અર્થાત્ આ ત્રણે સિવાય પરમાણુની ગતિમાં અવરોધ આવતો નથી.
(૧૧) સામાન્ય મનુષ્ય એક ચક્ષુવાળા, અવધિજ્ઞાની બે ચક્ષુવાળા અને કેવળ– જ્ઞાની ત્રણ ચક્ષુવાળા કહેવામાં આવ્યા છે.(અથવા કેવલજ્ઞાની એક ચક્ષુ, સામાન્ય મનુષ્ય દ્વિચક્ષુ અને અવધિજ્ઞાની ત્રણ ચક્ષુ.)
(૧૨) અવધિજ્ઞાન થવા પર જીવ પહેલાં ઉપર જુએ છે, પછી તિરછું જુએ છે, અને ત્યારબાદ નીચે જુએ છે.
=
(૧૩) સમ્યક પ્રકારથી અધ્યયન કરેલ, ચિંતન કરેલ અને સમ્યક પ્રકારથી તપ–સંયમનું આચરણ કરી અનુભવેલ ધર્મ 'સુઆખ્યાત' થાય છે. (૧૪) પાપ ત્યાગ ત્રણ પ્રકારથી થાય છે – ૧. જ્ઞાનપૂર્વક ૨. જ્ઞાન વિના જ કેવળ શ્રદ્ધાથી કે દેખા—દેખીથી ૩. શંકા—પૂર્વક (સંદેહપૂર્વક). (૧૫) અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ત્રણેય ‘જિન’ કહેવાય છે. આ ત્રણે ય ‘કેવળી’ અને ‘અર્હત’ પણ કહેવાય છે. (૧૬) જિન પ્રવચન, મહાવ્રતો અને છ કાયા એમ ત્રણેયમાં શંકા રહિત બની, શ્રદ્ધા રાખી પરીષહો જીતે, એ સાધુ માટે હિતકરી તેમજ કલ્યાણકારી થાય છે.
(૧૭) દરેક નરક પૃથ્વી પિંડની ચારેય તરફ ત્રણ વલય છે. ૧. ઘનોધિ ૨. ઘનવાત ૩. તનુવાતવલય.
(૧૮) પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની છે.
(૧૯) ત્રણ તીર્થંકર ચક્રવર્તી પદ પ્રાપ્ત ર્યા બાદ તીર્થંકર બન્યા.
આ સ્થાનમાં ત્રણની સંખ્યા સંબંધી અન્ય પણ અનેક વિષય કહેવામાં આવેલ છે, તેમાંના ઘણા વિષયોનું અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણન છે. જેમાં વેદ, લેશ્યા, જીવોના ભેદ, યોનિ, કાલ ચક્ર, દીક્ષા, શૈક્ષ, સ્થવિર, પુરુષોની જુદી–જુદી મનોભાવના, શલ્ય, દર્શન, પ્રયોગ, સુગતિ, દુર્ગતિ, વચન, આરાધના, મિથ્યાત્વ, સંક્લેશ, નદી, વ્રહ, પર્વત, ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, પ્રવ્રજ્યા આદિ માટેના અયોગ્ય, પ્રત્યનીક, ઋદ્ધિ આદિ ગર્વ, કરણ, મરણ, નક્ષત્ર, ત્રૈવેયક, પાપ કર્મ, પુદ્ગલ વગેરે વિષય છે.
ચોથા સ્થાનનો સારાંશ : પ્રથમ ઉદ્દેશક
(૧) ૧. ઓછામાં ઓછું કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘મરુદેવી માતા’. ૨. ઓછું કષ્ટ, વધુ દીક્ષા પર્યાયથી ‘ભરત ચક્રવર્તી’ને મોક્ષ પ્રાપ્ત થયેલ. ૩. વધુ કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘ગજસુકુમાલ’. ૪. અધિક કષ્ટ અને અધિક દીક્ષા પર્યાયથી મોક્ષપદ પામનાર ‘સનત્કુમાર’ ચક્રવર્તી.
(૨) મનુષ્ય, શરીરથી ઉચ્ચ હોવાની સાથે સાથે – ૧. ગુણોથી ૨. ભાવોથી ૩. રૂપથી ૪. ઉદારતાથી ૫. સંકલ્પોથી ૬. બુદ્ધિથી ૭. દ્રષ્ટિથી ૮. શીલાચારથી ૯. વ્યવહારથી ૧૦. પુરુષાર્થથી પણ ઉચ્ચ હોવા જોઇએ. તેના માટે દસ ચૌભંગી વૃક્ષની સાથે કહેલ છે. આ પ્રકારે અન્ય પણ દસ–દસ ચૌભંગી છે.
તુલના કરીને
મનુષ્ય, શરીરથી સરળ હોવાની સાથે ઉપરોક્ત ગુણોમાં પણ સરળ હોવા જોઇએ; તેની પણ દસ ચૌભંગી છે. (૩) પ્રતિમાધારી સાધુ ચાર કારણોથી બોલે છે– ૧. આહાર-વસ્ત્ર આદિની યાચના કરવા માટે ૨. સૂત્ર, અર્થ કે માર્ગ પૂછવા માટે ૩. મકાન વગેરેની આજ્ઞા લેવા માટે ૪. પ્રશ્નનો ઉત્તર દેવા માટે.
(૪) ૧. પિતાથી સારો ૨. પિતા સમાન ૩. પિતાથી હીન ૪. કુળનો યશ વગેરે નાશ કરનાર, આ ચાર પ્રકારના પુત્ર હોય છે. (૫) સેવાનું ફળ વેલ(લત્તા)– બહુ જલ્દીથી આપે છે. આંબો તેના યોગ્ય સમયે ફળ આપે છે. તાલવૃક્ષ લાંબા સમયે ફળ આપે છે અને મિંઢ—વિષાણ ફળતું જ નથી. તેવી જ રીતે મનુષ્ય પણ ચાર પ્રકારના હોય છે.
(૬) નરકની તીવ્ર વેદના અને દુઃખોને કારણે નારકી મનુષ્ય લોકમાં જવા ઇચ્છે છે, પરંતુ કર્મક્ષય અને આયુષ્ય ક્ષય થયા વિના જઈ શકતા નથી. પરમાધામી દેવ તેને આવવા ન દે અને કોઈ દેવ પણ તેમને લાવી શકતા નથી.
(૭) ક્રોધ આદિ ચાર કષાય પોતાની ઉપર, અન્ય પર, બંને પર અથવા કેવળ મનથી પણ થાય છે. આ કષાયો જમીન—જાયદાદ, મકાન, શરીર અને ઉપકરણોના નિમિત્તથી થાય છે. આ કષાયોની તીવ્રતા–મંદતાની અપેક્ષાએ ચાર પ્રકાર છે– ૧. અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાનાવરણ ૪. સંજ્જવલન. બીજી રીતે આભોગ, અનાભોગ, ઉપશાન્ત અને અનુપશાંત એમ ચાર ભેદ પણ હોય છે. આ કષાયોથી જીવ કર્મ બંધ તેમજ તેનો સંગ્રહ કરે છે.
(૮) પ્રતિજ્ઞા ચાર પ્રકારની હોય છે ૧. આત્મ સમાધિ—સંયમ સમાધિરૂપ ૨. તપસ્યારૂપ ૩. વિવેક(ત્યાગ) તેમજ સાવધાની રૂપ ૪. કાયોત્સર્ગરૂપ. (૯) આયુ અને શ્રુત અભ્યાસની સાથે મધુરભાષી હોવું શ્રેષ્ઠ છે.
(૧૦) પોતાના અવગુણોને જોવા તેમજ દૂર કરવા એ શ્રેષ્ઠ છે. (૧૧) સૂત્ર અને અર્થ બંને ધારણ કરનાર શ્રેષ્ઠ હોય છે.