________________
jainology
189
આગમસાર (૭) જ્ઞાન વિના હિત–અહિતનો કર્તવ્ય-અકર્તવ્યનો બોધ થતો નથી, કર્મ બંધ અને નિર્જરાનું જ્ઞાન પણ નથી થતું, જે હોવું સાધનામાં આવશ્યક છે. (૮) સુખશીલ, નિદ્રાશીલ, પ્રક્ષાલન(ધોવાની)પ્રવૃતિ કરનાર સાધુની સદ્ગતિ થવી દુર્લભ છે. (૯) તપ-ગુણોની પ્રધાનતાવાળા, સરળ બુદ્ધિ, ક્ષમાદિ ધર્મોનું પાલન કરનાર, પરીષહ વિજેતા ભિક્ષુની સદ્ગતિ થવી સુલભ છે. (૧૦) પાછલી વયેવૃદ્ધાવસ્થામાં) પણ દુર્લભ સંયમને પ્રાપ્ત કરી જે તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્યમાં લીન રહે છે, તે પણ જલ્દીથી કલ્યાણ કરી લે છે અર્થાત્ અલ્પસમયનું પણ શુદ્ધ ભાવપૂર્વકનું સંયમ પાલન સગતિને પ્રાપ્ત કરાવી દે છે.
પાંચમો અધ્યયન-પિંડેષણા.: પ્રથમ ઉદ્દેશક (૧) આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. બંનેમાં આહારાદિની ગવેષણા અને પરિભોગેષણા સંબંધી વિધિ અને નિષેધ છે. (૨) ભિક્ષાના યોગ્ય સમયે ભિક્ષુ ઉગ અને મૂછથી રહિત થઈ ચાર હાથ પ્રમાણ ભૂમિમાં બીજ, લીલોતરી તેમજ ત્રણ સ્થાવર જીવોનું શોધન-સંરક્ષણ કરતાં, શાંત ચિત્તે તેમજ મંદ ગતિથી ચાલે. (૩) કંટક આદિથી યુક્ત તેમજ વિષમ માર્ગેથી ન જાય. (૪) તુસ અથવા રાખ આદિમાં ચાલવું હોય અને પગ ઉપર સચેત રજ હોય તો પગનું પ્રમાર્જન કરવું જોઇએ. (૫) વેશ્યાઓના મહોલ્લામાં ગોચરીએ ન જાય.(૬) ઉગ્ર-પશુ, રમતા બાળક તેમજ ક્લેશ, યુદ્ધ આદિથી યુક્ત માર્ગો પર ન જાય. (૭) ગોચરી માટે જતી વખતે ઉતાવળથી ન ચાલે, વાતો કરતાં થકા ન ચાલે કે હસતાં થકા ન ચાલે. (૮) ચોરીની શંકાના સ્થાનરૂપ સંધિ આદિને જોતાં થકા ન ચાલે અને રાજા કે રાજપુરુષ આદિના ગુપ્ત વાતચીતના સ્થાનોથી દૂર રહે (૯) નિષિદ્ધ તેમજ અપ્રતીતકારી કુળોમાં ન જાય.(૧૦) દરવાજા, પડદા વગેરે ઢાંક્યા હોય તો ગૃહસ્થની આજ્ઞા વિના ન ખોલે. (૧૧) મળ-મૂત્રના આવેગને રોકે નહિ.(૧૨) ફૂલ, બીજ વિખરાયેલ ન હોય તેવા તેમજ પ્રકાશયુક્ત સ્થાનમાં ગોચરી કરે. (૧૩) વાછરડા, કૂતરા આદિ પશુને ઓળંગીને કે દૂર કરીને જાય નહિ. (૧૪) સ્ત્રી તેમજ કોઈ પણ પદાર્થો કે સ્થાનોને આસક્તિ ભાવથી ન જુવે, નનિરખે. (૧૫) જે ઘરમાં સાધુના પ્રવેશ યોગ્ય જેટલું સ્થાન હોય ત્યાં સુધી જ જાય. (૧૬) સચેત–પાણી, પૃથ્વી, બીજ, લીલોતરીનું વર્જન કરી ઉભા રહે. (૧૭) પદાર્થને ઢોળતાં થકા ભિક્ષા દે તો ન લેવી. પ્રાણી, બીજ, લીલોતરીનો સ્પર્શ કરતાં કે કચડતાં થકા દે તોપણ ભિક્ષા ન લેવી, સચિત પાણીની વિરાધના કે સ્પર્શ કરીને દે તોપણ ગોચરી ન લેવી. (૧૮) ભિક્ષા દેતાં પહેલાં કે પછી હાથ, વાસણ આદિ ધોવે તો ભિક્ષા ન લેવી. (૧૯) દાતાના હાથ, વાસણ આદિ કોઈ પણ સચેત અથવા મિશ્ર પદાર્થ, લીલોતરી, બીજ, મીઠું, સચેત પૃથ્વી કે જળબિન્દુથી લિપ્ત હોય કે સંયુક્ત હોય તો તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૨૦) ભાગીદારોની ભાવના જાણીને અનુકૂળતા હોય તો ભિક્ષા લેવી. (૨૧) ગર્ભવતી સ્ત્રી માટે બનેલ આહાર, તેના ખાધા પહેલાં ન લેવો, અગર તેને ઉભા થવું કે બેસવું પડે, તો પણ તેના હાથથી આહાર ન લેવો. (૨૨) બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી તેને રડતું છોડી વહોરાવે તો ન લેવો. (૨૩) કોઈ પદાર્થની કલ્પ–અકથ્યની શંકા પડે તો ન લેવો. (૨૪) બહુ જ ભારે પદાર્થને ઉપાડવો પડે અથવા કોઈ પેકિંગ ખોલવું પડે અર્થાત્ મુશ્કેલીથી કાંઈપણ દેવામાં આવે તો ન લેવું. (૨૫) કોઈ પણ પ્રકારનું દાન–પિંડ કે શ્રમણ નિમિત્તે બનાવેલ, ખરીદેલ કે તેના માટે સામે લાવેલ તેમજ મિશ્ર, પૂતિકર્મદોષ વાળો આહાર ન લેવો. (૨૬) દોષની શંકા હોય અને તે પદાર્થ લેવો આવશ્યક હોય તો નિર્ણય કરવા માટે, તેને કોણે બનાવ્યો, તે જાણકારી કરીને પછી તેને પૂછવું કે કોના માટે બનાવ્યો? ક્યારે બનાવ્યો? વગેરે; સરળ ભદ્રિક પરિણામી વ્યક્તિને એકાદ પ્રશ્ન કરી તેમજ હોંશિયાર અનુરાગીને અનેક પ્રશ્ન કરી સાચો નિર્ણય કરવો. (૨૭) સચેત પાણી, ફૂલ, લીલોતરી, બીજ વગેરે પર રાખેલ ખાદ્ય પદાર્થ ન લેવો. (૨૮) અગ્નિ પર રાખેલ પદાર્થ તેમજ અગ્નિની વિરાધના કરીને દેવામાં આવતો પદાર્થ ન લેવો. (૨૯) અસ્થિર લાકડા, શિલા કે પત્થર પર ન ચાલવું. (૩૦) ઉપર, નીચેથી નીસરણી લગાવીને આપે અથવા દાતાના પડી જવાનો કે લપસી જવાનો ભય હોય તે પ્રકારે દે અથવા કષ્ટપૂર્વક દે તો ન લેવો. (૩૧) કંદ, મૂળ, આદુ, ફળ અથવા ભાજી વગેરે સચેત હોય અથવા શસ્ત્રથી કાપેલ હોય તો પણ ન લેવા અર્થાત્ પાકા ફળ કાપીને બીજ કાઢેલ હોય અને કાચી વનસ્પતિ અગ્નિમાં પાકેલી હોય તો જ અચેત બને છે અને ત્યારે તે ભિક્ષા માટે ગ્રાહ્ય બને છે. (૩૨) વેચવા માટે ખુલ્લી પડેલી, સચેત રજથી યુક્ત મીઠાઈ આદિ ન લેવી. (૩૩) જેમાં ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તેવી વસ્તુ ન લેવી. (૩૪) લોટના વાસણ ધોયેલ, ચોખા ધોયેલ કે અન્ય કોઈપણ પદાર્થથી લિપ્ત, વાસણ ધોયેલ પાણી, જોવામાં સારું હોય કે ખરાબ પરંતુ તરસ છીપાવવા યોગ્ય હોય અને ધોયેલા પાણીને એક ઘડી યા બે ઘડી(૨૪ કે ૪૮ મિનિટ) થઈ ગયેલ હોય તો તે પાણી ભિક્ષ ગ્રહણ કરી શકે છે. ક્યારેક જ શંકાવાળુ લાગે તો ચાખીને પણ નિર્ણય કરી શકાય છે. લીધા પછી પણ તરસ છીપાવવા યોગ્ય ન લાગે તો વિધિપૂર્વક અચેત સ્થાને પરઠી દેવું જોઇએ. (૩૫) ગોચરીમાં ગયેલ ભિક્ષુ ક્યારેક કોઈ પદાર્થ શારીરિક કારણથી ત્યાંજ વાપરી લેવો જરૂરી સમજે તો એકાન્ત ઓરડાની આજ્ઞા લઈ ખાઈ-પી શકે છે પરંતુ ત્યાં ગંદકી બિલકુલ ન કરે. (૩૬) ભિક્ષા લઈ ઉપાશ્રયમાં વિનયપૂર્વક પ્રવેશ કરવો, ગુરુને આહાર દેખાડવો, ઈરિયાવહીનો કાઉસગ્ગ કરવો, દોષોની આલોચના કરવી, સ્વાધ્યાય કરવો, તેમજ અસાવધવૃતિની અનુમોદનાનું ચિંતનરૂપ ધ્યાન કરવું. ત્યાર પછી અન્ય સાધુને નિમંત્રણ કરવું, નિમંત્રણ સ્વીકાર કરે તો તેમને દઈ અથવા તેમની સાથે આહાર કરવો. નિમંત્રણ ન સ્વીકારે તો એકલા જ યતનાથી વિધિપૂર્વક