________________
આગમચાર-પૂર્વાર્ધ
184
(૩) સાંસારિક જીવનથી વિશ્રાંતિ મળે છે. (૪) શાંતિ અને સમભાવની પ્રાપ્તિ થાય છે. (૫)એક મુહૂર્ત સુધી ધાર્મિક અભ્યાસ, ચિંતન, મનન, શાસ્ત્રશ્રવણ, વાંચન તથા સાધુ-સાધ્વીની સેવાનો ઉપાસનાનો લાભ મળે છે. (૬) જેનાથી આપણી ધાર્મિક રુચિ, વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે. (૭) કેટલાય પ્રકારના જ્ઞાન વાંચવા અને સાંભળવા મળે છે. (૮) જેનાથી ક્લેશ કષાય છૂટે છે. (૯) ધન, પરિગ્રહની અને વિષય સુખની આસક્તિ છૂટે છે. (૧૦) સામાયિકમાં પાપનું સેવન છટી જવાથી ઘણાં નવા કર્મનો બંધ અટકી જાય છે. (૧૧) જ્ઞાન ધ્યાન આદિથી જુના પાપ કર્મનો પણ નાશ થાય છે. (૧૨) જેથી આત્મા હળુકર્મી બને અને નવા-નવા વ્રત લેવાની ભાવના થાય.
એટલે દરરોજ ઓછામાં ઓછી એક સામાયિક અવશ્ય કરવી જોઇએ.
કરેમિ વંદામિ ખામેમિ વિહરામિ પજુવાસામિ વોસિરામિ નમસ્યામિ સક્કરેમિ સન્મામિ ઈચ્છામિ મિચ્છામિ ગરહામિ. મિ- આ એક અગત્યનો અક્ષર જૈન ચારિત્ર ધર્મનો પ્રાણ છે. તેનો અર્થ છે હું, અન્ય કોઈ નહિં પણ હું પોતેજ સ્વયં. જે કાંઈ કરીશ કે કરવાનું છે તે મારે પોતાનેજ, મારા પ્રયત્નથી, મારા આત્માની સાક્ષીએ, મનેજ કરવાનું છે. કોઈ અન્ય કરશે એ જ્ઞાન નથી. હું ઉપાશ્રયો કે દેવાલયો બનાવીશ અને અન્ય કોઈ ત્યાં ધર્મ કરશે, જેનો લાભ મને મળશે આ પારકી આશ છે. કદાચ અન્ય કોઈ ત્યાં કરણી કરશે તો પણ તેથી ફરીને ધર્મ સન્મુખ થવાય તેવું પૂણ્ય બંધાશે, આજથી પૂર્વે જીવ એટલી વખત ધર્મસન્મુખ થઈ આવ્યો કે મુહપતિ રજોહરણના મેરુ સમ ઢગલા કર્યા અને અત્યારે પણ ધર્મ સમ્મુખ તો છીએ. તો પછી હવે પછીના ભાવ પર શા માટે રાખવું? બચેલું અલ્પ આયુષ્ય પણ તેના માટે ઓછું નથી. રાજા પ્રદેશી કે જેના હાથ હંમેશા લોહીથી ખરડાયેલા રહેતા તેણે ફકત ૩૯ દિવસની કરણીથી મોક્ષની સાધના સફળતાથી કરી, એકભવધારી થયો.
પોતાના કર્મ સ્વયં પોતેજ ભોગવવાના છે. ચાહે તેની નિર્જરા કરવામાં આવે કે ઉદીરણા. પૂણ્યનો બંધ કરતા કર્મનો હિસાબ સરભર નથી થતો.જો એવું હોત તો ચક્રવતિના પૂણ્યના કારણે તેના ઘણા કર્મોની બાદબાકી થઈ જાત.પણ એવું નથી, મહા પૂણ્યશાળી તિર્થકરોને પણ કર્મ નિર્જરા કરવી જ પડે છે. તેમાં અન્ય કોઇ ભાગ નથી પડાવતું. ભલે ચાહે પૂણ્યનો જથ્થો મોટો હોય.
જયાં ચાહ ત્યાં રાહ. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં કેટલાય લોકો ધર્મ અને મોક્ષને માટે છકાયના જીવોની હિંસા ર્યા કરે છે. પરંતુ એ હિંસા તેમના માટે અહિતકારક હોય છે અને તેમને બોધિ પ્રાપ્તિ દુર્લભ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રકારે, કોઈપણ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ હિંસા અહિતકારક તો હોય છે પરંતુ ધર્મ અને મોક્ષ થાય તેવી બુદ્ધિથી જે હિંસાની પ્રવૃત્તિઓની વૃદ્ધિ કરે તો ભવિષ્યમાં તેમને માટે ધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ બને છે. આવું કથન અનેક વખત. અલગ-અલગ પ્રસંગોમાં આચારાંગ સૂત્રના એક જ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. મુખ વસ્ત્રિકાને બાંધવી અને હાથમાં રાખવી આ વિષયમાં આગમ આશય શું છે તથા પ્રાચીન પદ્ધતિ કઈ હતી? (૧) ઉઘાડા મોંએ બોલવું, મુખવસ્ત્રિકાથી મુખને ઢાંક્યા વિના બોલવું, એ સાવધ ભાષા છે. આ પ્રકારે બોલવું કોઈપણ સાધુ સાધ્વીને કલ્પે નહીં. આ તત્ત્વમાં મંદિર માર્ગીઓ તથા સ્થાનકવાસીઓ એક મત છે. (૨) મુખવસ્ત્રિકા એ સાધુનું આવશ્યક ઉપકરણ છે, જેનું પ્રયોજન જીવ રક્ષા કરવાનું મુખ્યપણે છે અને મુનિપણાનું પણ આ આવશ્યક અંગ ગણાય છે. અચેલ વસ્ત્ર રહિત રહેનારા સાધુઓને માટે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ આવશ્યક માનવામાં આવ્યા છે. મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓની મુખવસ્ત્રિકા મુનિલિંગના રૂપમાં સ્પષ્ટ ઉપયોગમાં આવે છે અને મુનિલિંગ રૂપમાં દેખાય પણ છે
શ્રાવકોને પણ એ જ્યારે બાંધેલી હોય છે ત્યારે પોતે સંવર–ધર્મક્રિયામાં છે તેની પ્રતિતી રહે છે. પરંતુ મુખ પર ન બાંધીને હાથમાં રાખવાથી એ રૂમાલ જેવી લાગે છે અથવા ચોલપટ્ટકમાં લટકાવી દેવાથી તો ઘણીવાર તે દેખાતી પણ નથી અને ઘણી વખત સાધુઓને તે શોધવા જાય તોય ક્યાંય પોતાની મુહપત્તિ જડતી નથી, જે સ્પષ્ટપણે સાધુપણાની ઉપેક્ષાનું કર્તવ્ય છે જે મુખવસ્ત્રિકા માં પર ન બાંધવાથી થાય છે. (૩) જીવરક્ષાનો તથા ઉઘાડા મોઢે નહીં બોલવાનો જે ભગવતી સૂત્રનો સર્વમાન્ય એકમત સિદ્ધાંત છે, તેનું પાલન પણ મુખવસ્ત્રિકાને હાથમાં રાખીને થતું નથી. પ્રમાણ માટે આ એક સત્ય વાત છે કે આજે લગભગ ૬૦૦૦ સાધુ સાધ્વી એવા છે, જે મુખ પર મુહપત્તિ બાંધવાના બદલે હાથમાં રાખે છે અને તેમાંથી કદાચ એક પણ સાધુ કે સાધ્વી એવા નહી હોય જેમણે પોતાના પૂરા દીક્ષાકાળમાં ક્યારે ખુલ્લા મ્હોંએ વાત ન કરી હોય અને આમ ભગવતીના એ સર્વમાન્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કર્યું હોય. બસ આ જ પરિણામ પુરવાર કરે છે કે મુખવસ્ત્રિકા હો પર બાંધવાથી જ સિદ્ધાંતની સાચી રક્ષા સંભવી શકે. એટલે મુખવસ્ત્રિકા ને મ્હોં પર બાંધવી એ આગમ સંમત તથા આગમ આજ્ઞાપોષક પદ્ધતિ છે અને હાથમાં રાખવી એ આગમ આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આ ઉક્ત પરિણામથી સ્વતઃ સિદ્ધ થાય છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઇએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઇએ પણ ઉગાડે મોઢેતો નહિં.