________________
jainology
157
આગમસાર (૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે. – ઉત્તરા.અ. ૩૫-ગાથા ૧૦, ૧૧, ૧૨. (૩૭) (વિભૂસાવત્તિયં ભિષ્મ કર્મો બંધઈ ચિકણું. સંસાર સાયરે ઘોરે, જેણં, પડઈ દુરુત્તરે) –દશર્વે. અગા.૬૬
- સ્વાથ્યની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જાઈએ. (ગાહાવઈણામેગે સૂઈ સમાયારા ભવતિ ભિખૂ ય અસિહાણએ, મોયસમાયારે સે તગ્ગધ દુર્ગંધ, પડિકૂલે પડિલોમે યાવિ ભવઈ). આચા. ૨,૨,૨ એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.૨. ગા. ૩૭ માં (જાવ સરીર બેઓ ત્તિ, જલં કાણ ધારએ). કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે. (૩૮) (સવં સાવજજં જો– પચ્ચક્ઝામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણું). –આવશ્યક સૂત્ર, અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ-કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો આ કરો-તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ; વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશવૈ. અ.૭ ગા. ૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત્ત ચીજ હોય તો તે દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથા શક્ય બચાવ કરીને ચાલવું અર્થાતુ. આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. - આચા. ર. અ.૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઇએ- ઉત્તરા.અ.૨૪.ગા.૧૧, એ દોષ યક્ત ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી તેમજ લઘુ ચૌમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉદ્દેશા ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાત્ મુહપત્તિથી મુખ ઢાંક્યા વિના જરા પણ બોલવું નહિ. – ભગ. શ.૧ .૨. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે.
જો શિથિલાચારીનં કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનસાર ચાલવાની અને અશ પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઇએ.
કેટલાંક નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યક્તિગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારરૂપ છે. તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે. એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સક્યોગ સફળતા મળતી રહે, એવો છે. તેમ છતાં આગમમાં નહિ હોવાથી તેના પાલન કે અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર પણ દઈ શકાય નહિં.
જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ-નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી.
કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે, વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી.
જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવત્ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ. જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બનેનું યથાવત્ પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ
| પરંતુ જો ૫-૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય.
શુદ્ધાચાર કે શિથિલાચારનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવાથી કે કંઈ પણ કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉ.-૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે (શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત).
આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે તથા પોતાના આત્માનો. સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે. પુનશ્ચ સારભૂત ચાર વાક્ય:(૧) પ્રવૃત્તિ(રિવાજ) રૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (૨) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છંદાચાર પણ છે.