________________
15
jainology
આગમસાર પ્રેરણાપ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરક્ત ભાવોથી. સંયમ–તપમાં રમણ કરતાં વિચરવું જોઇએ.
અધ્યયન – ૧૦ચંદ્રની કળા (દષ્ટાંત) પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં નથી આવ્યું પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હ્રાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન ર્યો – ભંતે! જીવ ક્યા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? 'ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમા, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. પક્ષાંતે અમાવાસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન–નષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે જે અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે. તે જો ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન હોય છે તો ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે અર્થાત્ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તેનાથી વિપરીત છે. શુકલપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ, પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે. મંડળથી પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની. જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પ્રેરણા – શિક્ષા - અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગણો અને અવગણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જો ઉપેક્ષા કરવામાં આવે તો અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. તેનાથી ઉર્દુ, મનુષ્ય જો સગુણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સદ્ગણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ. આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુકલપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઇએ.આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના નિમિત્ત કારણ હોય છે, ગુણોના વિકાસ માટે ગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગ થી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે.
અધ્યયન - ૧૧ દાવદ્રવ વૃક્ષ (દષ્ટાંત) MANGROV (ચેરીયા) સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે તે જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે કોઈ વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમુદ્રનો વાયુ વાય છે ત્યારે ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) જ્યારે કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે. (૪) જ્યારે બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે. દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧) સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યફ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે
ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યફ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે. (૩) કોઈના પણ દુર્વચનોને સહન ન કરે.
બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરવાવાળા. (૧) સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે. (૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે (૨) તેનાથી દેશ આરાધક શ્રેષ્ઠ છે.
(૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે (૩) તેનાથી દેશ વિરાધક શ્રેષ્ઠ છે.
તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે.
(૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે. દષ્ટાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉધત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. પ્રેરણા - શિક્ષા :આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વીપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્ય તીર્થિકોના વચન છે અને પુષ્પ–ફલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે, તેમ સમજવું. જેમ દ્વિપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્ય તીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઇએ. અન્યતીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે. જે પ્રકારે સમુદ્રી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહ અસમૃદ્ધિ બતાવી, તે પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન