________________
148
આગમસાર–પૂર્વાર્ધ
આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના-મોટા દોષ સેવનથી તેનું ચારિત્રનિઃસાર થઈ જાય છે.
લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે પુલાકના પાંચ પ્રકાર છે.
મનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની મશ્કેલી ઉત્પન્ન થાય. યથા- રાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે કોઈ શ્રમણ પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપુલાક – દર્શન અર્થાત્ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે કોઇ શ્રમણ લબ્ધિ પ્રયોગ કરે છે, તેને “દર્શનપુલાક' કહે છે. ચારિત્રપુલાક – રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં કોઈ શ્રમણ પુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્ર પુલાક કહે છે. લિંગ પુલાક – જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે કોઇ શ્રમણ લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપલાક કહે છે. યથાસૂમ પુલાક – અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ સંપન શ્રમણ પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે.
પલાક નામ જ પલાક લબ્ધિપ્રયોગને સચિત્ત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની લેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ મુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (ર) બકુશ – બકુશ અર્થાત્ શબલ–કાબર ચિત્તડું–ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. ૧. શરીર બકશ :- શરીરની શોભા વિભષાને માટે હાથ, પગ, મખ આદિ સાફ કરે. આંખ, કાન, નાક આદિનો મેલ દર કરે. નખ. કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઈત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ – સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીજાઈનો કરે, ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે.
આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષમદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છેઆભોગ બકુશ :- સંયમ વિધિ, શાસ્ત્રાણા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ - જે સંયમ વિધિ કે શાસ્ત્રાશાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ - ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે.
ત્તિ બકશ :- દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવત્ત બકશ છે. યથાસૂમ બકુશ – જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઈત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂમ બકુશ કહેવાય છે. કુશીલ:- મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંજ્વલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. (૩) પ્રતિસેવના કુશીલ :- સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહ્ય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનમાં કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે.