________________
jainology |
(૨) દ્રવ્ય :− જેટલી ચીજો દિવસભરમાં ખાવા–પીવામાં આવે તેની મર્યાદા કરવી અથવા તૈયાર ચીજની એક જાતિ ગણી લેવી, પછી તેને કોઈપણ રીતે ખાવાની વિધિ હોય. બીજી રીત એ છે કે જેટલા પ્રકારના સ્વાદ બદલીને મેળવી મેળવીને ખાવામાં આવે તો તેનું ધ્યાન રાખીને ગણતરી કરવી. ચીજ ગણવાની રીત સરળ છે. દવા પાણી આગારમાં રાખી શકાય. બીજો પણ કોઈ આગાર અથવા ધારણા પણ કરી શકાય છે.
141
આગમસાર
(૩) વિગય :– મહાવિગય(માખણ, મધ) નો ત્યાગ કરવો તેમજ પાંચ વિગયો (દૂધ, દહીં, ઘી, તેલ, મીઠા પદાર્થ-સાકર, ગોળ) માંથી ઓછામાં ઓછો એકનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો બધાની મર્યાદા કરી લેવી. ચા, રસગુલ્લા, માવાની ચિક્કીમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુ માં ત્રણ વિગય ગણવા. દહીંમાંથી માખણ ન કાઢયું હોય તો તેને વિગયમાં(દહીં) ગણવું જેમ કે– રાયતું, મઠો આદિ. તેલની કોઈપણ ચીજ બનેલી હોય તો તેને તેલના વિગયમાં ગણવી, જેમ કે– શાક, અથાણાં, તળેલી ચીજો. સાકર, ગોળ અને તેમાંથી બનેલ ચીજો તેમજ શેરડીનો રસ આ બધાને મીઠા વિગયમાં ગણવા. પરંતુ જે ચીજ સાકર ગોળ વગર સ્વાભાવિક જ મીઠી હોય તો વિગયમાં ન ગણવી. જેમકે ફળ, મેવા, ખજૂર આદિ. દહીંથી બનાવેલ શાક, કઢી આદિમાં દહીંને વિગય ગણવામાં આવતું નથી.
(૪) પન્ની :– પગમાં પહેરવાના જોડા, ચંપલ, આદિની જાતિ ચામડા, રબર આદિની મર્યાદા કરવી તથા જોડી નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો તથા ભૂલનો આગાર. ખોવાઈ જાય ને બીજી જોડી લેવી પડે તો આગાર રાખી શકાય છે ઘરના બધા ઉપરાંત પણ ત્યાગ કરી શકાય છે. મોજા વસ્ત્રમાં ગણવામાં આવે છે.(ચામડાની વસ્તુઓ પટા, પાકીટ, બુટ, ચપલ, વગેરેનાં ત્યાગનો લક્ષ્ય રાખવો. શહેરનાં મોટા ઉધોગોમાં આ બધી વસ્તુઓ કતલખાનામાંથી આવતી હોય છે. અશાતાવેદનીયનાં બંધનું કારણ છે.)
=
(૫) તાંબુલ :– મુખવાસની ચીજો જેમ કે– સોપારી, એલચી, વરીયાળી, પાન, ચૂર્ણ ઇત્યાદિ જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને અલગ—અલગ પણ. જે ઇચ્છા હોય તે પ્રમાણે ગણવી.
(૬) વસ્ત્ર :- પહેરવાના વસ્ત્ર અને કામમાં લેવાના વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે ખમીશ, પેંટ, રૂમાલ, ટુવાલ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજા આદિ.( મુહપતિ, સામાયિક ના વસ્ત્ર કે ઉપકરણ મમત્વભાવ નહી હોવાથી પરિગ્રહ નથી, છતાં ધોવાનો વધારે આરંભ ન થાય તેનો વિવેક રાખવો .)
(૭) કુસુમ :– સૂંઘવાના પદાર્થોની મર્યાદા કરવી, જાતિમાં.જેમ કે—તેલ અત્તર આદિ. કોઈ ચીજ પરીક્ષા ખાતર સૂંઘવામાં આવે જેમ કે ઘી, ફળ આદિનો આગાર. ભૂલ અથવા દવાનો આગાર.
(૮) વાહન :– બધા પ્રકારની સવારીની જાતિ તથા નંગમાં મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, ઘોડાગાડી, સ્કૂટર, રિક્ષા, મોટર, રેલ, આદિ. વિશેષ પ્રસંગ માટે પાંચ નવકાર મંત્રના આગારથી જાતિ અને નંગની મર્યાદા કરવી. હવાઈ જહાજનો ત્યાગ.(વાયુકાય અને અગ્નિકાય નો મહાઆરંભ થાય છે માટે, તથા ધન પણ વધારે સંકળાયેલું હોવાથી પરંપરાથી પણ ક્રિયા વધે છે.)
પૈસો દસ ધારવાળું શસ્ત્ર
પૈસો ધન દ્રવ્ય માટે રૂઢ થયેલો શબ્દ છે.આ ધન કમાવતાં, સંગ્રહ કરતાં અને ખર્ચ કરતાં ત્રણે કાળ હિંસા કે કર્મબંધનું કારણ બને છે આરંભ વગર તે ઉપજતો નથી ખર્ચ પણ આરંભથીજ થાય છે. તેના ખર્ચથી જો શરીરને શાતા પહોંચતી હોય તો તે પણ સ્થાવર જીવોની વિરાધનાથી અને પુણ્યની ઉદીરણાથી થાય છે.પુણ્યનો વપરાશ થઈ જાય છે. સંગ્રહથી આશક્તિ માન કલેશ અને ભયનું કારણ બને છે. બેંકોમાં રાખવાથી લોન લેનાર દરેકના પાપમાંથી ભાગ મળે છે. શેરબજારમાંની શિપીંગ કંપનીઓ માછલાં પકડે છે. સરકાર ટેક્ષ નાખી તેમાંથી શસ્ત્રો ખરીદે છે. મુંબઈની મ્યુનીસીપાલટી કતલખાનું ચલાવે છે. આ બધાની અનુમોદના પૈસાનો વ્યવહાર કરતાં થઈજ જાય છે. ભોગને માટેજ પરિગ્રહ થાય છે અને પરિગ્રહથીજ ભોગો ભોગવાય છે. સ્ત્રી પુદગલનો સંયોગ પણ પરિગ્રહનાં કારણેજ થાય છે. બહુધા તો તે આજીવિકાનાં ભયને કારણેજ ભેગું કરાય છે. ધર્મકાર્યમાં પણ જયાં પૈસાનો વપરાશ થાય છે, ત્યાં અનેક દુસણો તેના કારણે પ્રવેશી જાય છે.આમ તે દસે દિશાઓથી સંહાર કરવાવાળું છે.
(૯) શયન :– પાથરવાની તથા ઓઢવાની ગાદી, તકીયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવી જાય તો તેનો આગાર તથા જ્યાં ચીજની ગણતરી જ ન થઈ શકે એવા પ્રસંગોનો પણ આગાર. એક જગ્યાએ બેસવાનું સુવાનુ ગણવાનો કાયદો પણ કરી શકાય છે. જેમ કે—– ગાલીચા, ગાદલા, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોયતો તેના પર બેસવાનું એક ગણવું. જેવી સુવિધા અને સરળતા હોય તે પ્રમાણે પોતાનો કાયદો બનાવીને મર્યાદા ધારણ કરવી. રોજ કામમાં આવવાવાળાનો આગાર રાખીને નવાની મર્યાદા કરી શકાય છે.
(૧૦) વિલેપન :– જેટલી પણ લેપ અથવા શૃંગાર ની ચીજો શરીર પર લગાડાય તે જાતિની મર્યાદા કરવી. જેમ કે તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલીન, પાવડર, ક્રીમ, કુંકુમ, હિંગળો, મહેંદી આદિ. જમ્યા પછી ચીકણા હાથ અથવા બીજા સમયમાં કોઈ પણ લેપ પદાર્થથી હાથ ભરાઈ જાય તો તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલ તેમજ દવાનો આગાર.
=
(૧૧) બ્રહ્મચર્ય :- સંપૂર્ણ રાત દિવસને માટે મૈથુન સેવનનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સાત પ્રહર અથવા છ પ્રહર અથવા દિવસ ભરનો ત્યાગ કરવો અથવા ઘડીના સમયથી પણ મર્યાદા કરી શકાય છે.
(૧૨) દિશા :– પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ–ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશા– ભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઇએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા