________________
આગમસાર–પૂર્વાર્ધ
138 (૭) સંસારના કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા ઢેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, પ્રતિપક્ષી હોય, ધર્મ હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મના અનુયાયી હોય. બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રહેવું જોઈએ. બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા-જુદા હોય છે, એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– “સમ'.
(૮) પરમત પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યકત્વ શદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે.
સાવકા ભાઈ બહેન ધર્મ પ્રેમી દરેક શ્રાવકને અન્ય સંપ્રદાયના સાધુ-સાધવી કે શ્રાવક શ્રાવકાઓને જોઇને સાવકા ભાઈ-બહેનોને જોવાથી થતી લાગણી જ્વી અજ્ઞાત હર્ષની લાગણી થાય છે. પરમ ઉપકારી તિર્થપ્રવર્તક પિતા મહાવીરની ગેરહાજરીમાં પોતાના એ ભાઈ-બહેનો સાથે સમય ઉચીત વિનય અને વ્યવહાર, દરેક ધર્મપ્રેમીએ અવશ્યથી કરવો જોઇએ. આ કલોકાલમાં પણ એ દરેક ભાઈ-બહેન કે જેમને વીરનાં વચનો પર અટલ શ્રધ્ધા છે તે ધન્યવાદને પાત્ર છે.
વ્રત ધારણ કરવાની સંક્ષિપ્ત વિધિ સૂિચનાઃ- કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું] સમ્યકત્વ – દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવ સુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ-વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેનો આગાર. (૧) પહેલું વ્રત – જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવને મારવાના પચ્ચકખાણ પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. (૨) બીજું વ્રત – પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચકખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ-ત્રણ યોગથી જીવન પર્યત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજું વ્રત - પાંચ પ્રકારની મોટી ચોરીના સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત - (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) વેશ્યા, પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ () ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત - ખેતી (), કુલ મકાન, દુકાન(), બાકી પરિગ્રહ રૂપિયામાં () અથવા સોનામાં (); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને–ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૬) છઠું વ્રત - ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ () ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) (), નીચા (મીટર) (), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર, અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ. (૭) સાતમું વ્રત – (૧) મંજન () (૨) નાહવાનો સાબુ () (૩) તેલ () બીજા વિલેપન () (૪) સ્નાન મહિનામાં ()દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ (), રેશમનો ત્યાગ (૬) ફૂલ (), અત્તર (), ફુલ માળા. () (૭) આભૂષણ () (૮) ધૂપ જાતિ (), અગરબત્તીની જાતિ () (૯) લીલા શાકભાજી (), જમીનકંદ () (૧૦) મેવો () (૧૧) વાહન હવાઈ જહાજ (), સમુદ્રી. જહાજ () જાનવરની સવારી () (૧૨) જૂતા જાતિ (), જોડી () (૧૩) સયણ () રોજ.(૧૪) સચિત્ત રોજ() (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર. (૮) આઠમું વ્રત :- ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો - હોળી રમવી નહિ.(), ફટાકડા ફોડવા નહિ. (), જુગાર ૨મવો નહિ. ( ), સાત વ્યસન ત્યાગ ( ), ધૂમ્રપાન ત્યાગ ( ), તમાકુ નહિ ખાવું, સુઘવી નહિ.( ), માપ વ પાણીથી સ્નાન નહિ.(), ગાળ્યા વગર પાણી પીવું નહિ.(), રાત્રે સ્નાન આદિ કાર્ય નહિ.( ), કોઈ પણ આરંભ-સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રત – મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩ર દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ. (૧૦) દશમું વ્રત:- રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ, ચિત્તારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર. (૧૧) અગિયારમ વત:- પૌષધ .દયા પૌષધ વર્ષમાં () કરીશ. સમજ અને ધારણાનસાર, આગાર સહિત. (૧૨) બારમું વ્રત:- દિવસે ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવના ભાવીશ. બીજા પચ્ચખાણો - નિવૃત્તિ વ્યાપારથી (), ચાર અંધ(મોટા ત્યાગ) કોઈ પણ યથા શકતિ મોટા ત્યાગ કરવા. (), રાત્રિ ભોજન ત્યાગ.(), નવકારશી (), પ્રતિક્રમણ () મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચકખાણ લીધા હોય અથવા નવા પચ્ચખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી. નોંધ :- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશનો આગાર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં ક્યારેય જે નવી શંકા ઉત્પન્ન થશે જે વિષયમાં અત્યારે કંઈ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું.