________________
નમસ્કાર માહાત્મ્ય.
૯
અરિહંતેને પણ માન્ય કરવા લાયક તથા જેઓનાં આઠે કર્મો ક્ષીણ થઈ ગયાં છે. એવા પંદર પ્રકારના સિદ્ધ ભગવંતેનું સત્યુ સ્મરણ ન કરે? કમલેપ રહિત, ચિદાનંદરૂપ, રૂપાદિક રહિત, સ્વભાવથી જ લેના અગ્રભાગને પામેલા, અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનંતવીર્યને પામેલા, સાદિ અનંત સ્થિતિવાળા, એકત્રીશ ગુણવાળા, પરમેશ્વરરૂપ અને પરમાત્મ સ્વરૂપ સિદ્ધ ભગવંતે મારું નિરંતર શરણ હે. છત્રીશ ગુણવડે શુભતા ગણધરે (આચાર્યો, મારું શરણ હો. સર્વ સૂત્રોને ઉપદેશ કરનારા ઉપાધ્યાય મારૂ શરણ હો. ક્ષાંતિ વગેરે દશ પ્રકારના ધર્મમાં લીન થએલા. સદા સામાયિકમાં સ્થિર રહેલા, જ્ઞાનાદિક ત્રણ રત્નને ધારણ કરનારા તથા અત્યંત વૈર્યવાળા સાધુઓ મારું શરણ છે. જેમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને વિષે તવથી ભેદ નથી. જે ચરાચર જગતના આધારરૂપ કહેલ છે, એ કેવળીભાષિત ધર્મ મારું ઉત્કૃષ્ટ શરણ હો.
ધર્મરૂપી હિમાચળ પર્વત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી રૂપ ત્રિપથગા (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ માર્ગે જનારી ગંગા)ના તરંગે વડે ત્રણભુવનને પવિત્ર કરનાર છે. વિવિધ પ્રકારના દષ્ટાંત અને હેતુની ઉક્તિ સંબંધી વિચારના સમૂહવાળા અને એકાંતવાદની સ્થિતિનું ખંડન કરનારા સ્યાદ્વાદ તત્ત્વમાં હું લીન
થયે છું.
| સર્વજ્ઞના સમાગમમાં નવતત્વરૂપી અમૃતને કુંડ રહે છે, તે ગંભીરતાનું સ્થાન છે, તેથી તે સિદ્ધાંત મને પાતાળ જે ઉંડો-ગંભીર ભાસે છે. શ્રીમાન જિનાગમ સર્વ તિષીઓને માન્ય છે, મધ્યસ્થપણાને આશ્રય કરનાર છે, રત્નાકરવડે વીંટાયેલ છે તથા અનંતદર્શનવાળે છે. સુમનસનાં એક સ્થાન રૂપ, બે લોકની ઉપર રહેનાર તથા વિકસ્વર શાશ્વત તિરૂપ, પરમેષ્ટિની વાણી શેભે છે. શ્રીધર્મરૂપી રાજાની રાજધાનીરૂપ, દુષ્કર્મરૂપી કમળના વનને બાળી નાખવામાં હિમરૂપ અને સંદેહના સમૂહરૂપ લતાને છેદવામાં કુહાડી સમાન જિનેશ્વરદેવની વાણી અમારા કલ્યાણને વૃદ્ધિ પમાડે.
આ પ્રમાણે ધ્યાનરૂપ સમુદ્રમાં જેને અંતરાત્મા મગ્ન થએલે હોય છે તેની કર્મગ્રંથિ માટીના કાચા ઘડાની જેમ વિલય થઈ જાય છે, શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમીની લીલાને પ્રકાશ કરનાર તથા ચક્રવતીપણું, સ્વર્ગ અને મોક્ષને આપનાર પંચનમસ્કાર મહામંત્ર નિરંતર જયવંત વતે. સરસવતી નદીને કાંઠે શ્રીસિદ્ધપુરપાટણમાં સિદ્ધસેનસૂરિની વાણીએ
આ શ્રીસિદ્ધચક્રનું માહાઓ ગાયું છે.
આઠમે પ્રકાશ સંપૂર્ણ.