________________
મહામાભાવિક નવમરણ.
જિનેશ્વરદેવ કાગરૂપી મહેલમાં આરૂઢ થઈ મુક્તિરૂપી સ્ત્રી સાથે કીડા કરે છે. જિનેશ્વર દાતાર છે, જિનેશ્વર ભોક્તા છે, આ સર્વ જગત જિનરૂપ છે, જિન સર્વત્ર જયવંતા છે અને જે જિન છે તે આ છે. આ પ્રમાણે ધ્યાનરસના આવેશથી તેમાં તન્મય પણાને પામેલા ભવ્ય પ્રાણીઓ આ લેક તથા પલેકમાં નિર્વેિદનપણે સમગ્ર લક્ષમીને પામે છે.
સપ્તમ પ્રકાશ સંપૂર્ણ