________________
નમસ્કાર મહાશ્ય. જેમ સૂર્ય વડે દિવસ જણાય છે. ચંદ્ર વડે પૂર્ણિમા જણાય છે અને વૃષ્ટિ વડે સુભિક્ષ થાય છે, તેમ જિનેશ્વરના ધમ વડે જ અવ્યય પદ-એક્ષપદ પ્રાપ્ત થાય છે. જેમ ઘત પાસાને આધીન છે અને ખેતી વૃષ્ટિને આધીન છે, તેમ એક્ષપુરમાં વસવું તે જિનેશ્વરના ધ્યાનને આધીન છે. ત્રણ જગતની લક્ષ્મી પ્રાપ્ત થવી સુલભ છે, તથા અણિમાદિક અસિદ્ધીઓની પ્રાપ્તિ પણ સુલભ છે, પરંતુ જિનેશ્વરદેવના ચરણકમળની રજના કણીયાઓ પણ પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. અહો ! મહા કષ્ટ ! મહા કષ્ટ ! કે જિનેશ્વરદેવને પામ્યા છતાં પણ કેટલાક જીવ સૂર્યને પામ્યા છતાં ઘુવડની જેમ અત્યંત મિથ્યાષ્ટિવાળા રહે છે. મહાદેવ બ્રહ્મા, વિષ્ણુ, પરમાત્મા, સુરત, અલક્ષ્ય તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના સ્વામી-એ સર્વ જિનેશ્વર જ છે. બુદ્ધ અને મહાદેવ વગેરે લૌકિક દેને સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણના વિષયવાળું જ જ્ઞાન છે, પરંતુ જે જ્ઞાન લોકોત્તર સત્ત્વથી ઉત્પન્ન થાય છે તે સર્વ જિનેશ્વરોને વિષે જ રહેલું છે. રેહણાચળ પર્વતની જેવા જિનેશ્વર પરમાત્મા પાસેથી વિવિધ પ્રકારનાં (યમ નિયમાદિ, રત્ન લઈને પંડિતરૂપી વ્યાપારીઓએ સુવર્ણરૂપ (સારા અક્ષરવાળા ગ્રંથરૂપી) આભૂષણે બનાવી પિતપોતાના માનેલા હરિહરાદિક દેવેને વિષે સ્થાપન કર્યા, તેથી તે રૂપી ભૂષણે કાળે કરીને તે તે દેવના નામથી પ્રસિદ્ધ થયાં છે.
જેમ મેઘનું જળ જ તળાવ વગેરેમાં પડ્યું હોય છે, તે પણ માણસ કહે છે કે –“આ પાણી તળાવમાં ઉત્પન્ન થયું છે. તે જ પ્રમાણે લેકાગ્ર ઉપર આરૂઢ થએલા જિનેશ્વદેવના વચને જ હરિહરાદિકને વિષે જ પડયાં છે, છતાં તે વચને હરિહરાદિનાં છે એમ અજ્ઞાની લોકો બોલે છે. વળી જે જે નામ પ્રમાણથી લોકોત્તર સત્વને કહેનારાં છે, તે તે નામો અરિહંતનાં જ છે એમ તું જાણ. રજોગુણ, તમે ગુણ અને સવગુણના આભાસથી ઉત્પન્ન થએલા બ્રહ્માદિક નામે કડેવાર અનંત સંસા૨માં ભમતાં મારા જેવાને પણ કદી પ્રાપ્ત થાય છે, પિતાના દેવના (વિષ્ણુના) હજાર નામ સાંભળીને મૂઢ માણસ હર્ષિત થાય છે, કેમકે શીયાળને બારની પ્રાપ્તિ થવાથી માટે ઉત્સવ થાય છે, પરંતુ સિદ્ધના અનંત ગુણ હોવાથી જિનેશ્વરના નામે અનાત છે અથવા તેઓ નિર્ગુણ હોવાથી તેઓનું એક નામ નથી, તે તેઓના નામની સંખ્યા કોણ કહી શકે ? રજોગુણ, તમોગુણ અને સર્વગુણથી રહિત પરમેષ્ઠિના પ્રભાવથી જ આ જગત્ અજ્ઞાનરૂપી પંકમાં ડુબી જતું નથી, હું માનું છું કે ત્રણલેકના નાથ અરિહંત મેક્ષમાં જતી વખતે આ જગતનું પાપમાંથી રક્ષણ કરવા માટે વહાલા એવા પણ પુણ્યને અહીં જ મૂકી ગયા છે. સમિતિમાં ઉદ્યમવંત પ્રભુ પાસેથી નાશીને પાપ ભવરૂપી અરણ્યમાં ગયું. આ કારણથી જ પુણ્ય પાપ રહિત થએલા ભગવાન