________________
મહામાભાવિક અવસ્મરણ.
સેતુક નામના બ્રાહ્મણને જીવ દેડક થયા પછી શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા જતાં માર્ગમાં જ શ્રેણિક રાજાના અશ્વના પગ તળે ચગદાઈને મરણ પામી પ્રભુ વંદનનું ધ્યાન હોવાથી સૌધર્મ દેવલેકમાં શક્રેન્દ્રને સામાનિક દેવ થયે. હાસ અને પ્રહાસ નામની દેવીઓને પતિ દેવ હતો તે પણ આભિયોગિક કમકરપણુથી મનમાં અત્યંત ખેદ પામ્યું હતું, તેથી પિતાના આત્માને તે દુષ્કર્મથી મુક્ત કરવા માટે દેવાધિદેવની પ્રતિમા તેણે પૃથ્વી પર પ્રસિદ્ધ કરી હતી. શ્રી ચેટક મહારાજાએ શ્રીજિનેશ્વરદેવના ચરણકમળની સેવા વડે પિતાના સર્વ પાપના તાપને નાશ કર્યો હતું, તેથી તેને પ્રતાપ ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ હતું અને તે ઇદ્રના હૃદયમાં પણ નિવાસ પામ્યું હતું. સર્વ દેવેંદ્રો સંસારને પાર પામવા માટે નદીશ્વરાદિક તીર્થના અલંકારરૂપ શાશ્વતા જિનચૈત્યમાં અઢાઈ મહોત્સવ કરે છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વયંભૂરમણ નામના છેલ્લા સમુદ્રમાં જિનબિંબના આકારવાળા મત્સ્યને જોઈ બીજા મત્સ્યને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, સમકિત પામે છે અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરી મર્યો ત્યાંથી મરીને સ્વર્ગે જાય છે.
મનુષ્ય, દેવ અને અસુરકુમારનું ચક્રવતીપણું (સ્વામી પણું) જે નિ:શપણે ભગવાય છે તે જિનેશ્વર દેવના ચરણની કૃપાના એક લેશની જ લીલા છે. મનુષ્યલોકમાં ચક્રવતી વગેરે રાજાઓ, સ્વર્ગલોકમાં ઈદ્રાદિક દેવ અને પાતાળમાં ધરણેન્દ્ર વગેરે ભુવનપતિના ઇંદ્રો જિનેશ્વરદેવની ભક્તિથી જ જયવંતા વર્તે છે. જિનેશ્વરદેવની આજ્ઞાને મુગટની જેમ મસ્તકે ધારણ કરીને અગ્યાર રૂદ્રો (મહાદેવ)માંથી કેટલાક સંસારસાગરને તરી ગયા છે અને બાકીના હવે તરવાના–મેક્ષે જવાના છે. જેમ અગ્નિની જ્વાળા જળમાં લીન થઈ જાય છે અને જેમ વિષને પ્રભાવ અમૃતને વિષે લીન થઈ જાય છે, તેમ જિનેશ્વરદેવના સમભાવમાં શંકર વગેરે દેવની કથાને વિસ્તાર લીન થઈ જાય છે. આવા જિનેશ્વરદેવના ચરિત્રોને વિચાર કરતાં સત્પરૂ આ સંસારમાં પણ આનંદમગ્ન રહે છે, તેથી તેઓ મેક્ષની પણ ઈચ્છા કરતા નથી, તે યોગ્ય જ છે.
જેમ જળ વડે તૃષા શાંત થાય છે તથા અન્ન વડે સુધા શાંત થાય છે, તેમ જિનેશ્વરદેવના એક દર્શન માત્રથી જ સંસારની પીડા માત્ર શાંત થાય છે. સમતાને ધારણ કરનાર મહાત્માઓ ભલે કરડે વર્ષ પર્યત સમ્યફપ્રકારે સમાધિને સેવ્યા કરે, પરંતુ તેઓ જિનેશ્વરદેવની આજ્ઞા સ્વીકાર્યા વિના ક્ષે જવાના નથી. જેઓ જિનધમને સ્વીકારતા નથી, તેઓ ભલે નિયાણ રહિત દાન કરે, નિર્મળ શીળનું પાલન કરે, તથા ઉત્કૃષ્ટ તપસ્યા કરે તે પણ તેઓને મોક્ષ મળતું નથી.