________________
નમસ્કાર મહાભ્ય,
સર્વ કાળે સર્વ ક્ષેત્રમાં નિરંતર નામ, આકૃતિ (સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણ લોકને પવિત્ર કરનારા જિનેશ્વરે મારું શરણું છે. તે જિનેશ્વરે અતીત કાળે કેવળજ્ઞાની વગેરે થયા હતા, વર્તમાન કાળે ઋષભદેવ વગેરે થયા છે અને આગામી કાળે પદ્મનાભ વગેરે થવાના છે; સીમંધરસ્વામી વગેરે વિહરમાન તીર્થકરે છે, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન અને ઋષભ એ ચાર શાશ્વતા તીર્થકર છે, જિનેશ્વરે (તીર્થકર) વર્તમાનકાળે સર્વ (૫) મહાવિદેહ, સર્વ (૫) ભરત અને સર્વ (૫) ઐરાવતના મળી સંખ્યાતા હોય છે અને અતીત તથા અનાગત કાળને આશ્રયીને અનંતા હોય છે. તે સર્વ તીર્થકરે કેવળજ્ઞાનના પ્રકાશથી દેદીપ્યમાન હોય છે, અઢાર પામસ્થાન રહિત હોય છે, તેઓના ચરણકમળને અસંખ્ય ઈદ્રો વંદન કરે છે, ઉત્તમ આઠ પ્રાતિહાર્યો અને ત્રીશ અતિશએ કરીને સહિત તેઓ હોય છે, ત્રણ જગતના આત્માઓને સમકિત આપનારી તેઓની ધર્મદેશના પાંત્રીશ ગુણો વડે અલંકૃત હોય છે, અનુત્તર વિમાનમાં રહેલા દેવ તેઓનું હમેશાં સ્મરણ કરે છે તથા બીજાઓ જે ન આપી શકે તેવા મેક્ષમાગને તેઓ આપનારા હોય છે.
જિનેશ્વર દેવનું સમ્યફ પ્રકારે દર્શન થાય ત્યારે પ્રાણીઓના પાપ દૂર નાશી જાય છે, આધિ (મનની પીડા) અને વ્યાધિ (શરીરની પીડા) નાશ પામે છે તથા દરિદ્રતાને નાશ થાય છે. જે જિહવા જિનંદ્રના માહામ્યની ક્ષણે ક્ષણે સ્તુતિ ન કરે તે નિંદવા લાયક માંસના ટુકડા રૂપ જિહવા શા ઉપગની છે? જે કાન અરિહંત ભગવંતન મનહર ચારિત્રરૂપી અમૃતના સ્વાદને ન જાણતા હોય તે તે કાને અથવા છિદ્રમાં કાંઈ પણ તફાવત નથી. સર્વ અતિશયો સહિત જિનેશ્વરદેવની પ્રતિમા જે નેત્રોએ જોઈ નથી તે નેત્ર વાસ્તવિક રીતે નેત્ર નથી, પરંતુ મુખરૂપી ઘરનાં જાળીઓ માત્ર છે.
અનાર્ય દેશમાં વસનાર શ્રીમાન આર્થિકમાર અરિહંત પ્રભુની પ્રતિમાને જોઈને સંસારસાગરના પારગામી થયા. અચંભવ નામના બ્રાહ્મણને જિનપ્રતિમાના દર્શનથી તત્વજ્ઞાન પ્રાપ્ત થયું અને તેથી તેણે સગુરૂના ચરણકમળની સેવા કરીને ઉત્તમ સ્વાર્થ સાધ્ય. અહા વજકર્ણ રાજા સત્ત્વવાળા મનુષ્યને વિષે મુગટ સમાન થયો કે જેણે સર્વ રાજ્યાદિકને નાશ ઉપસ્થિત થવા છતાં પણ જિનેશ્વરદેવ સિવાય બીજાને નમસ્કાર કર્યો નહિ. વાનરદ્વીપના સ્વામી વાલીનું ચિત્ત દેવતત્વમાં અને ધમતવમાં નિશ્ચળ હતું, અહે! તેનું તેજ પૂજવા લાયક હતું, મહાસતી સુલતા સદ્ધમમાં અત્યંત દઢ હતી, તેથી જ શ્રી જગદગુરૂ મહાવીરસ્વામીએ કુશળ વાર્તામાં તેની સંભાવના કરી હતી (અર્થાત તેને સુખશાતાના સમાચાર અને ધર્મલાભ કહેવરાવ્યા હતા )..