________________
મહામાભાવિક નવમરણ,
અહો ! મને સારભૂત વસ્તુની પ્રાપ્તિ થઈ! આજે મારાં કષ્ટો નાશ પામ્યાં, મારાં પાપકર્મ દૂર ગયાં અને આજે મને સંસાર સાગર સામે કિનારે પ્રાપ્ત થયો. પંચનમસ્કાર મંત્રનું શ્રવણ કરવાથી આજે મારે પ્રશમરસ, દેવગુરૂની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સર્વ સફળ થયું. જેમાં અગ્નિને તાપ સુવર્ણને તેજ પ્રાપ્ત કરાવે છે, તેમ આ મારી વિપત્તિ (મરણ) પણ મને તેજ પ્રાપ્ત કરાવનારી થઈ, કેમકે આજે મને મહામૂલ્ય પંચપરમેષ્ટિમય તેજ પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચનમસ્કારમંત્રનું સ્મરણ કરી કિલg (અશુભ) કર્મને નાશ કરી બુદ્ધિમાન પુરૂષ સદ્ગતિને પામે છે. નમસ્કારમંત્રની ભક્તિ કરનાર પ્રાણી ઉત્તમ દેવપણને પ્રાપ્ત કરી ત્યાંથી ચ્યવી શ્રેષકુળમાં મનુષ્ય જન્મ ધારણ કરી આઠ ભવની અંદર સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે.
ષષ્ઠ પ્રકાશ સંપૂર્ણ.