________________
શ્રીહષિમંડલ સ્તોત્ર.
૫૧૧ છે અને પછીના અઢાર શુદ્ધાક્ષર છે, એ પ્રમાણે એકત્ર મલીને સત્તાવીશ અક્ષરરૂપ શ્રી ઋષિમંડલ સ્તવના યંત્રને આ મૂલમંત્ર આરાધકોને શુભ ફળને આપનારો તથા મનવાંછના પુરી કરનારો છે. આ મંત્રાક્ષમાં પહેલા નવ બીજાક્ષરોમાં હીં કાર આવતું હોવાથી પાછળનો નમઃ પહેલાંને દીં કાર ગણતરીમાં લેવામાં આવતો નથી તેથી તે અઢાર અક્ષર ગણાય છે.)-૯-૧૦
जंबुवृक्षधरोद्वीपः, क्षारोदधिसमावृतः। अर्हदाद्यष्टकैरष्टकाष्ठाधिष्ठैरलंकृतः॥११॥ तन्मध्ये संगतो मेरुः कूटलक्षैरलंकृतः। उच्चैरुच्चैस्तरस्तारतारामंडलमंडितः॥१२॥ तस्योपरि सकारांतं बीजमध्यस्य सर्वगं।
नमामि बिंबमाईत्यं ललाटस्थं निरंजनं ॥१३॥ અર્થાત-જંબુવૃક્ષને ધારણ કરવાવાળા દ્વીપ એટલે કે જંબુદ્વીપની ચારે તરફ લવણ સમુદ્ર વીંટળાએલે છે. તે દ્વીપ આઠ દિશાઓના સ્વામી અરિહંત આદિ આઠ પદેથી શોભાયમાન છે. તેના મધ્યભાગમાં મેરુ નામને પર્વત છે જે બહુ જ ફૂટથી અલંકૃત છે અને તેની ચારે તરફ એકના ઉપર એક તિક્ષકો પરિક્રમા દે છે, તેથી તે પર્વત બહુજ સુંદર દેખાય છે. આવા મેરુ પર્વત ઉપર સકારાંત બીજ (૪)ની સ્થાપના કરીને, તેમાં બેઠેલા ઘાતિકમરૂપી અંજન રહિત અરિહંત ભગવાનના બિંબની લલાટમાં સ્થાપના કરીને હું નમસ્કાર કરું છું. ૧૧-૧૨-૧૩
अक्षयं निर्मलं शांतं बहुलं जाड्यतोज्झितं । निरीहं निरहंकारं सारं सारतरं घनं ॥१४॥ अनुतं शुभं स्फीतं सात्विकं राजसं मतं । तामसं विरसं बुद्धं तैजसं शर्वरीसमं ॥१५॥ साकारं च निराकारं सरसं विरसं परं । परापरं परातीतं परंपरपरापरं ॥१६॥ सकलं निष्कलं तुष्टं निभृतं भ्रांतिवर्जितं । निरंजनं निराकांक्षं निर्लेपं वीतसंशयं ॥१७॥ ब्रह्माणमीश्वरं बुद्धं शुद्ध सिद्धमभंगुरं । ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं ॥१८॥