SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ મહામાભાવિક નવમરણ. અર્થાત – અરિહંત ભગવાનના જે બિંબનું ધ્યાન ધરવાનું છે, તેના સ્વરૂપનું વર્ણન સ્તોત્રકાર આ પ્રમાણે કરે છે–] અરિહંત ભગવાનનું બિંબ જન્મ મરણ રૂપ નાશ રહિત હોવાથી અક્ષય છે, કર્મરૂપી મલથી રહિત હોવાથી નિર્મલ છે, શાંતમુદ્રાવાતું તથા વિસ્તૃત અને અજ્ઞાન રહિત છે, વળી કોઈપણ જાતની ઈચ્છા રહિત, અહંકાર રહિત છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ટમાં પણ શ્રેષ્ઠ અત્યંત શ્રેષ્ઠ છે, ઘન છે. ઉદ્ધતપણાથી રહિત, શુભ અને સ્વચ્છ છે. શાંતિ ગુણવાળું હોવાથી સાત્ત્વિક છે, ત્રિલેકના નાથપણાએ કરીને રાજસ ગુણવાળું છે, આઠ કર્મોને નાશ કરવાને માટે તામસ ગુણયુક્ત છે, શૃંગારાદિક રસોથી રહિત છે, જ્ઞાનવાન છે, તેજસ છે. પૂર્ણિમાની ચાંદની રાત સમાન આનંદકારી છે. અરિહંતની અપેક્ષાએ શરીર સહિત હોવાથી “સાકાર છે અને સિદ્ધોની અપેક્ષાએ શરીર રહિત હોવાથી ‘નિરાકાર છે, જ્ઞાનરૂપી રસથી ભરેલા હોવાથી “સરસ હોવા છતાં પણ રસાદિ વિષયથી રહિત છે, ઉત્કૃષ્ટ છે, કમાનકમે ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે. અરિહંતની અપેક્ષાએ શરીર સહિત હેવાથી “સકલ છે અને સિદ્ધોની અપે ક્ષાએ શરીર રહિત હોવાથી “નિષ્કલ” છે. સંતેષ ઉત્પન્ન કરવાવાલા છે, સંસાર બ્રમણથી રહિત છે, કર્મરૂપી અંજનથી મુક્ત છે, કેઈપણ જાતની આકાંક્ષા વગરના છે, કમરૂપી લેપથી રહિત હોવાથી નિલેપ છે અને સંશય રહિત છે. સર્વ ભવ્યજીવોને હિતશિક્ષા દેવાવાલા હોવાથી ઈશ્વર છે, બ્રહ્મરૂપ છે, બુદ્ધરૂપ છે, અઢાર દોએ કરીને રહિત હોવાથી “શુદ્ધ છે. કૃતકૃત્યપણાને પ્રાપ્ત થએલા છે, સંસારમાં ફરીથી આવવાપણું નહીં હોવાથી ક્ષણભંગુરતાથી રહિત છે, જ્યોતિ સ્વરૂપ છે, દેવને પણ પૂજનીક હોવાથી “મહાદેવ” છે, લોક અને અલકનું પણ સ્વરૂપ પિતાના જ્ઞાનથી પ્રકાશ કરવા વાલા છે, એવા સ્વરૂપ વાળા અરિહંત ભગવાનના બિંબનું ધ્યાન કરવું જોઈએ.-૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮. अर्हदाख्यः सवर्णातः सरेफो बिंदुमंडितः। तुर्यस्वरसमायुक्तो बहुध्यानादिमालितः॥१९॥ एकवर्ण द्विवर्ण च त्रिवर्ण तुर्यवर्णकं । पंचवर्ण महावर्ण सपरं च परापरं ॥२०॥ અર્યા–અહ“તને વાચક “સવર્ણત” એટલે દકાર છે, તે રેફ અને બિંદુથી શોભાયમાન તથા ચોથા સ્વર કારથી યુક્ત હોવાથી દી બીજવણું છે, જે ધ્યાન
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy