________________
૧૦૭
બહાંતિ સ્તોત્ર. श्री गोष्ठिकानां शान्तिर्भवतु । श्रीपौरमुख्यानां शान्तिर्भवतु । श्री पौरजनस्य शान्तिर्भवतु । श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ।
ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा ॥ ભાવાર્થ-શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, દેશમાં શાંતિ થાઓ, રાજાના અધિકારીઓને શાંતિ થાઓ, રાજાઓના નિવાસ સ્થાનમાં શાંતિ થાઓ, ધર્મની ગષ્ટી કરનારાઓને શાંતિ થાઓ, નગરના મુખ્ય મુખ્ય આગેવાન પુરૂષને શાંતિ થાઓ, નગરના લોકોને શાંતિ થાઓ, સર્વ જીવોને શાંતિ થાઓ. ૐ સ્વાહા, ૩૪ સ્વાહા ઉૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા અર્થાત્ આ પુષ્પાદિકની પૂજા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંતુષ્ટ કરનારી થાઓ (અહીંયાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની જગ્યાએ જે પ્રભુનું સ્નાત્ર હોય તે પ્રભુનું નામ દેવું, લેકે માં શ્રી પાર્શ્વનાથ પ્રભુ મહાપ્રભાવિક હોવાથી સ્તોત્રકારે તેઓનું નામ અહીંયાં લીધું છે.
____एषा शान्तिः प्रतिष्ठायात्रास्नात्राद्यवसानेषु शान्तिकलशं गृहीत्वा कुंकुमचन्दनकर्पूरागुरुधूपवासकुसुमाञ्जलिसमेतः स्नात्रचतुष्किकायां श्रीसंघसमेतः शुचिशुचिवपुः पुष्पवस्त्रचंदनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा, शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति ॥
ભાવાર્થ-આ શાંતિપાઠ તીર્થકરની પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિકની અંતમાં કરવાનો છે. તેની ઉદ્દઘાષણ આ પ્રમાણે કરવી-કેઈ વિશિષ્ટ ગુણવાન શ્રાવક ઊભે થઈ શાંતિકલશને ગ્રહણ કરી કેસર, સુખડ, કપૂર, અગુરુને ધૂપ, વાસક્ષેપ અને કુસુમાંજલિ સહિત સ્નાત્રમંડપમાં શ્રીસંઘ સહિત અત્યંત પવિત્ર શરીરવાળે થઈ પુષ્પ, વસ્ત્ર, ચંદન અને આભરણથી સુશોભિત થઈ પુષ્પની માળા કંઠમાં પહેરી શાંતિની ઉદ્ઘેષણ કરી તે શાંતિ કલશનું પાણી સર્વના મસ્તક પર છાંટે.
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्ष,
सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् ,
कल्याणभाजो हि जिनाभिषेके ॥१॥ ભાવાર્થ-કલ્યાણના ભાજન એવા ભવ્ય પ્રાણીઓ, શ્રી જિનેશ્વરદેવના નાત્ર મહોત્સવને વિષે નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પની વૃષ્ટિ કરે છે, માંગલિક ગીત ગાય છે, સ્તુતિ-સ્તોત્રોથી પ્રભુના ગુણ ગાન કરે છે, તથા તેઓશ્રીના ગેત્ર તથા નામ અને મિત્રોને બેલે છે.–૧