________________
૪૧૦
સહાઋલાવિક અવસર
કાવ્ય. ૪૭–
અધિ–૩% હીં વમUTit મન્ન–૩ નો હૃf દી હૈં દૈ ધ્ર યક્ષ શ્રીઠ્ઠી જર્ સ્વાહૂા.
યત્ર–મધ્યમાં સેળ ખાના ચોરસ કરીને, તે સેળ ખાનાની મધ્યમાં ૩૪ નમો માવને ઉન્મત્ત મયાય નમઃ આ મંત્ર સ્થાપન કરીને, તેના ઉપર ગોલાકાર કરીને મચર શબ્દ ચાવશ વખત લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૫
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ અને મત્વનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી છ ખંડ પૃથ્વી સાધવી હોય તો છ ખંડ પૃથ્વી સાધી શકાય છે, અને બધા પ્રણામ કરે છે. વળી આ વિધિથી મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પ્રથમ કહી ગયા છીએ તે વિધિએ ચકેશ્વરી, પંચામૃત કુંભની સ્થાપના કરીને, પછી અષ્ટપ્રકારે ચકેશ્વરીનું પૂજન કરીને, પછી ચાર લગપાલની પૂજા કરીને, પછી ચાર શ્રીફળની સ્થાપના કરીને, બલિ, બાકુલા, નૈવેદ્ય તથા પંચવણ ફૂલેથી પૂજન કરીને, આંબાના પાટીઆ પર યંત્રની સ્થાપના કરીને, પછી રાતી જમાલાથી ૯૦૦૦ નવ હજાર જાપ કરવાથી મખ્ય સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૨૧વાર અને કાર્ય વખતે ૧૦૮ વાર માત્ર જાપ કરો.”
તંત્ર-પુષ્યાકે શિયાલશિગી તથા શિવલિંગી પંચાંગ, ત્રિધાતુના માદળીઓમાં ધારણ કરવાથી દરેક દિશાએ વિજય થાય છે.
ઈતિ સુડતાલીસમા કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત સુડતાલીસમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા શુભ દિવસે લખીને, સોનાના માદળીઆમાં નાખીને, નૈવેદ્ય, ફૂલ, પુષ્પથી પૂજન કરીને પંચામૃતથી પખાલીને, મસ્તકે ધારણ કરવાથી સર્વ દિશાઓમાં વિજય થાય છે અને સર્વ દુશ્મને વશ થાય છે. વળી આ યંત્ર રૂપાનાં પતરાં પર લખીને, તેનું ચંબેલીના અથવા મોગરા વગેરેનાં સફેદ ૨૧ ફૂલથી નિરંતર પૂજન કરવાથી કેઈપણ દુશ્મન યુદ્ધ કરવા તૈયાર થતું નથી અને સર્વ દુશ્મન વશ થઈને સેવા કરે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૬
૧ માં વિધિ આ પ્રમાણે છે –“ઋદ્ધિ, મન્ત્રની આરાધના કરીને, શત્રુ પર ચઢાઈ કરૂ નારને વિજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે, શત્ર વશ થાય છે, શત્રનાં શસ્ત્રોની ધાર નકામી થઈ જાય છે અને બંદુકની ગોળી, બરછી વગેરેના ઘા લાગતા નથી.”