________________
ભક્તામર જવાના,
કાવ્ય. ૪૮–
*धि- ह्रीं अर्ह णमो ॐ ह्रीं अर्ह णमो भयवं महावीर वड्डमाणे ह्रां ह्रीं हूँ ह्रौं हः असि मा उ सा झी झो स्वाहा ।
मन्त्र-ॐ नमो बंभचेरधारिणस्स अठारसहस्स शीलांगरथधारिणेभ्यो नमः स्वाहा।
યંત્ર–મધ્યમાં અષ્ટ પાંખડીનું કમલ કરીને, વચ્ચેની કર્ણિકામાં દેવદત્ત લખીને, આઠ પાંખડીઓમાં ૩૪ શ્રી કમી પ્રાચૈ (gifa) નમઃ લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર સોળ [ પાંખડીઓમાં 3 થકાર ફરતા વટીને, તેના ઉપર વલય દઈને, યંત્ર સંપૂર્ણ કર. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૭
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ, મન્વનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વળી આ યંત્રનું દરરોજ પૂજન કરવાથી તથા સ્તંત્રને સંપૂર્ણ પાઠ કરવાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે. વળી પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર ધારણ કરી, ઉત્તર દિશાએ પંચામૃત કલશ, ચકેશ્વરીદેવીની સિંહાસન પર સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે સામગ્રી સર્વ એકઠી કરીને, અષ્ટપ્રકારે ચકેશ્વરીનું પૂજન આરતિ સુધી સર્વ કરીને, પીળાં પુષ્પથી પૂજન કરીને, અષ્ટગંધથી રૂપાનાં પતરાં પર યંત્રની સ્થાપના કરીને, પીળી જપમાલાથી આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્ચને સાડાબાર હજાર અથવા પુરો એક લાખ જાપ છ મહિનામાં સંપૂર્ણ કરીને મન્ત્ર સિદ્ધ કરો. પછી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે
તંત્ર–પુષ્યાક યોગે સફેદ આકડો કે જેની સાતમી ગ્રંથિ ગણેશાકાર હોય છે, તે લાવીને દ્રવ્યની અંદર રાખવાથી અષ્ટસિદ્ધિ તથા નવનિધિની પ્રાપ્તિ થાય છે.
ઇતિ અડતાલીસમાં કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત અડતાલીસમા યંત્રની વિધિઃ
આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી લખી સેનાના માદળીઆમાં શુભ દિવસે નાખીને, ત્રણ દિવસ પંચામૃતમાં રાખી, પછી મસ્તકે ધારણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વળી રૂપાનાં પતરાં ઉપર અષ્ટગંધથી લખીને નિરંતર પંચવણી પુષ્પ, નિવેદ્ય તથા ફલથી પૂજન કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ, અષ્ટસિદ્ધિ તથા નવનિધિની પ્રાપ્તિ છ મહિનામાં થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૮
૧ માં વિધિ આ પ્રમાણે છે-“૨૯ દિવસ સુધી ૧૦૮વાર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી મનવાંછિત કાર્યની સિદ્ધિ થાય છે અને જેને પિતાના આધીન કરવો હોય તેના નામનું ચિંતવન કરવાથી તે પોતાને વશ થાય છે.”