________________
AL
સહામાભાવિક નવસ્મરણ
કાવ્ય. ૪૫–
ऋद्धि-ॐ ह्रीं अहं णमो अख्खीणमहाणसीणं ।
मन्त्र -- ॐ नमो भगवति क्षुद्रोपद्रवशान्तिकारिणी रोगकष्टज्वरोपशमनं शान्ति कुरू कुरू स्वाहा ।
યન્ત્ર—મધ્યમાં ચારસ સેાળ ખાના કરીને, તે સેાળ ખાનામાં ૐ દ્ની માવતે મચમીપળઢાય નમઃ એ મન્ત્રની સ્થાપના કરીને, તેના ઉપર ગેાળાકાર વલય દઇને, તેના ઉપર સાળ ઈંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને ઋદ્ધિ, મત્ર વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સપૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૧
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વ્યાધિની પીડા શાંત થાય છે, વળી મહાભયાનક મરણ ભય, જલેાદર, ભગંદર, મરકી વગેરેના ભય, અઢાર જાતના કાડ રાગ, સર્વ શાંત થાય છે. વળી તેની આ પ્રમાણે સાધના કરવી—પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, શુદ્ધ ભૂમિએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ગૌતમસ્વામી બંનેની મૂર્તિએ દક્ષિણદિશાએ સ્થાપન કરીને, પહેલાં કહી ગયા છીએ, વિધિએ પૂજા, સામગ્રી સ` કરીને, ચક્રેશ્વરી માતાની અષ્ટ પ્રકારે પૂજા કરીને, પછી ગૌતમસ્વામીની સુગંધચૂર્ણથી (વાસક્ષેપથી ) પૂજા કરીને, આંબાની પાટલી પર યંત્ર સ્થાપન કરીને, પાંચ વના પુષ્પથી પૂજા કરીને, પીળી જપમાલાથી ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. મન્ત્ર સિદ્ધ થયા પછી નિરતર ૨૧વાર પંચામૃતનું પાન તથા છંટકાવ કરવાથી દરેક જાતના રોગ ઉપશમે છે.
તન્ત્ર—પુષ્યાકે મિંઢાર્સિંગી પંચાંગ, નાગદમની પંચાંગ રાગી ઉત્તરે તથા ભયે હસ્તે ધારણ કરવાથી રાગના અને ભયના નાશ થાય છે.
ઇતિ પીસ્તાલીસમા કાવ્યના પંચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૫ મા યંત્રની વિધિ——
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા દીવાલીની રાત્રે લખીને, રૂપાના માદળીઆમાં નાખીને, દહીં, દૂધ અને ઘી એ ત્રણેમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પછી પંચામૃતથી પખાલી, ગળાને વિષે ધારણ કરવાથી મહાભય, જલેાદર, ભગંદર, કાડરાગ, મરકી વગેરે ઉપદ્રવમાં રક્ષા થાય છે. વળી નિરંતર પંચામૃતથી પખાલી, પીવાથી સર્વ રાગના નિશ્ચયે કરીને નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૨
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ—ઋદ્ધિ, મન્ત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી મેાટામાં મેાટા ભય પણ દૂર થઈ જાય છે, પ્રતાપ પ્રગટ થાય છે, રાગ નષ્ટ થાય છે. અને કાઈ પણ જાતના ઉપસર્ગના ભય રહેતા નથી.’