________________
ભકતામર મન્નતન્ના સ્નાય. વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ચનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, સમુદ્રના ભયને નાશ થાય છે, સમુદ્રમાં વહાણ ડૂબતાં નથી, પિતાનું શરીર પાણીમાં ડુબતું નથી અને તરીને પાર ઉતરાય છે. વળી આ વિધિથી મન્વની સાધના કરવી–પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરીને, પંચામૃત ભરેલે ઘડે, ચકેશ્વરીની ઉત્તર દિશાએ સ્થાપના કરીને, અષ્ટ પ્રકારે એકેશ્વરીની પૂજા કરીને, આરતી સુધીની સર્વ ક્રિયા કરીને, સફેદ ફૂલથી પૂજા કરીને, પછી રૂપાની પાટલી અથવા આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પછી સફેદ જપમાલાથી ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરવાથી મખ્ય સિદ્ધ થાય છે અને સિદ્ધ થયા પછી કાય વખતે ૨૧ એકવીશ વખત સમરણ કરીને, યંત્રની પૂજા કરવાથી સમુદ્ર સંબંધીના સર્વ ભય દૂર થાય છે.
તંત્ર-પુષ્યાકે રામ, લક્ષમણ પંચાંગ અને રાજહંસી પંચાંગ, ત્રિધાતુના માદળી આમાં ધારણ કરવાથી સમુદ્રને વિષે ભય ઉત્પન્ન થતો નથી.
ઈતિ ચુંમાશલીમાં કાવ્યને પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભસૂરિ કૃત ૪૪ મા યંત્રની વિધિઃ
આ યંત્ર ભાજપત્ર પર અષ્ટગંધથી શુભ દિને લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, ત્રણ ત્રણ દિવસ પંચામૃતમાં નાખીને, પછી ધૂ૫ દઈને, ભૂજાએ બાંધીને સમુદ્રગમન કરવાથી સમુદ્ર સંબંધી કોઈ પણ જાતને ઉપદ્રવ થતો નથી, વહાણ વગેરે ક્ષેમકુશલ પાર ઉતરી જાય છે, નિત્ય પૂજન કરવાથી કદાપિ ડુબે નહિ અને તરીને પાર તુરત જ ઉતરી જાય છે. વળી આ યંત્ર વહાણની ધ્વજાએ બાંધવાથી કુશલક્ષેમ તુરત જ પાર ઉતરી જવાય છે અને સમુદ્રના ભયનો નાશ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૦
- ૧ માં વિધિ આ પ્રમાણે છેઃ “ઋદ્ધિ, મિત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી (સમુદ્રની) આપત્તિ દૂર થાય છે, સમુદ્રમાં તોફાનનો ભય રહેતો નથી અને સમુદ્રપાર કરી શકાય છે.”