________________
તામર માત્રાય.
જ
કાવ્ય ૩૮ -
દ્વિ–% હી અર્થે ન મરીજા
भन्त्र:-ॐ नमो भगवते अष्टमहानागकुलोच्चाटिनी कालदंष्ट्रमृतकोत्थापिनी परमन्त्रप्रणाशिनी देवी शासनदेवते ह्रीं नमो नमः स्वाहा ।
યત્ર–મધ્યમાં ખગાકાર કરીને, તે ખબ્બાકારની મધ્યમાં 8 દ વિના ના છ શ્રીં ૐ નમઃ આ મન્ત્ર લખીને, તેના ઉપર વલય દઈને, હુંકાર અક્ષર ૨૧ એકવીશ લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મત્ર વીંટીને, તેના ઉપર વલય દઈને યગ્ન સંપૂર્ણ કરવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૭
વિધિ–આ કાવ્ય, અદ્ધિ અને મન્વનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મદોન્મત્ત એવો હાથી પણ વશ થાય છે. વળી આ વિધિથી મન્ટની સાધના કરવી–પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પંચામૃતનો ઘડો અથવા ચકેશ્વરીદેવીની મૂર્તિની સ્થાપના કરવી, જમણી સૂંઢ વાળી ગણેશની મૂર્તિ રક્તચંદનની બનાવેલી સ્થાપન કરી, અગાઉ બતાવી ગએલી વિધિ મુજબ પૂજા, સામગ્રી સર્વે એકઠી કરીને, અષ્ટપ્રકારી ચકેશ્વરીની પૂજા કરીને અને ગણેશની ઘી તથા સિંદુરથી પૂજા કરીને, પછી તાંબાના પતરાં પર યંત્રની અષ્ટગંધથી સ્થાપના કરી (લખીને પંચવર્ણના પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલાથી કાવ્ય, દ્ધિ, મન્નથી મોદક (લાડવા) લંબોદર (ગણપતિ) આગળ ધરાવવા, કુલ ૧૦૦૮ માદક મન્ત્રીને લંબોદર આગળ ધરાવવાથી માત્ર સિદ્ધ થાય છે, પછી તે લાડવા હાથીને ખવડાવી દેવાથી હાથી વશ થાય છે.'
તંત્ર-પુષ્યાકે ભુંડ, સુવરની વિષ્ટા જમીન ઉપર પડયા વગરની ગ્રહણ કરીને મિષ્ટાન્નની સાથે હાથીને ખાવા આપવાથી હાથી વશ થાય છે.
ઇતિ શ્રી અષ્ટાત્રિશત કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ, શ્રીહરિભદ્રસારિકૃત ૩૮મા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી શુભદિવસે ભાજપત્ર પર લખીને, તાંબાના માદળીઓમાં નાખીને, પંચામૃતથી પખાલી, ભુજાએ ધારણ કરવાથી મર્દોન્મત્ત હાથી વશ થાય છે. વળી આ યંત્ર તાંબાના પતરાં પર અષ્ટગંધથી લખી નિરંતર ૨૧ફૂલથી પૂજન કરીએ તો લક્ષ્મીની વૃદ્ધિ થાય અને ભંડાર મધ્યે સ્થાપન કરીએ તે અખૂટ લફમી રહે. નિત્ય પૂજવાથી હાથી વશ થાય. હાથીના ગલે બાંધવાથી હાથીનો મદ ઉતરી જાય. વળી પંચામૃતથી પખાલીને પાવાથી સર્ષ પણ નિવિષ થઈ જાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૮
૧ માં વિધિ આ પ્રમાણે છે –“અદ્ધિ, મન્ત્ર જપવાથી અને તંત્ર પાસે રાખવાથી ધનને લાભ થાય છે.”